Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
આતંક પર મોટા પ્રહારની તૈયારીઓ
જમ્મુ-કાશ્મીર : સેનાએ ૬ આતંકવાદીઓને માર્યા ઠાર
લોકોને ઘરોમાંથી ન નીકળવા તાકીદ, દુકાનો બંધ કરાવાઇ : બ્લાસ્ટ દ્વારા આતંકીઓના ઠેકાણા ફૂંકી મરાયા : અત્યંત આધુનિક હથિયારોનો ઓપરેશન માટે ઉપયોગ : હજુય કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની આશંકા
20/10/2021 00:10 AM Send-Mail
જમ્મુ-કાશ્મીરમાં પૂંછના જંગલમાં છૂપાયેલા આતંકીઓ વિરૂદ્ઘ મોટા ઓપરેશનની તૈયારીઓ થઇ રહી છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના ઘરોમાં જ રહે. વિસ્તારની દુકાનો બંધ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. સાથે જ મસ્જિદોમાંથી અપીલ પણ જાહેર કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર રાજૌરી સેક્ટરમાં જવાનોએ લશ્કર-એ-તોયબાના ૬ આતંકીઓને ઠાર કર્યા છે. આજે સેનાએ રાજોરીનાં જંગલોમાં પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાના ૬ આતંકીઓને ઠાર માર્યા.

રાજૌરીના જંગલોમાં આતંકવાદીઓની સાથે અથડામણમાં ભારતીય સેનાના ૯ સૈનિકો ગુમાવ્યા બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ૧૬ ઓક્ટોબરે વિસ્તારની મુલાકાત કરી. તેમણે આ દરમિયાન આતંકવાદ વિરોધી અભિયાનને સંભાળનારા સ્થાનિક કમાન્ડરની સાથે ચર્ચા કરી હતી. કાશ્મીરમાં ચાલી રહેલા ટાર્ગેટ કિલિંગ બાદ સેનાએ આતંકીઓના સફાયાને લઇને ચલાવવામાં આવી રહેલા ઓપરેશનને વધુ તેજ કરી દીધું છે. આ વચ્ચે સેનાને રાજોરી સેક્ટરના જંગલમાં એક મોટી સફળતા મળી છે. હજુ કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. સર્ચ ઓપરેશન હાલ ચાલુ છે.

મળતી માહિતી મુજબ સેનાના આતંકીઓના અડ્ડા મળ્યા હતાં જેમને વિસ્ફોટથી ફૂંકી મારવામાં આવ્યા. સેનાએ ઘેરાબંદીને કડક કરી દીધી છે પરંતુ ગાઢ જંગલ હોવાથી ઓપરેશનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આતંકીઓના ચિહ્નિત સ્થળો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ડ્રોનનો પણ ઉપયોગ કરાયો હતો. સરહદ પાર પાકિસ્તાનની કાશ્મીરમાં આતંક ફેલાવવાના ષડયંત્રના ખાતમા માટે છેલ્લા ૯ દિવસથી પૂંછના ગાઢ જંગલોમાં આતંકીઓ સાથે ચાલી રહેલી અથડામણને હવે વહેલી તકે ખતમ કરવાની રૂપરેખા તૈયાર કરી લેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીર પોલીસેજંગલની આસપાસ રહેતા લ ોકોને પોતાના ઘરોમાં કોઇ પણ સંજોગોમાં બહાર ન નીકળવાની અપીલ કરી છે. એટલું જ નહીં સ્થાનિક લોકોને પશુઓ જંગલોમાં ચરાવવા માટે જવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેવામાં આવ્યો છે. પૂંછના જંગલોમાં છૂપાયેલા આતંકીઓનો સમૂળગા નાશ માટેની પૂરી યોજના બનાવી લેવામાં આવી છે. જોક ેસેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણેએ પણ જાતે ગત સોમવારે અને આજે સવારે પૂંછમાં સૈન્ય અધિકારીઓ સાથે મળીને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે તેમના દિશા-નિર્દેશો પર આતંકીઓના સર્વનાશ માટે હવે સુરક્ષા દળોએ પોતાની કમર કસી લીધી છે. રાજૌરીના જંગલોમાં આતંકવાદીઓની સાથે અથડામણમાં ભારતીય સેનાના ૯ સૈનિકો ગુમાવ્યા બાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતે ૧૬ ઓક્ટોબરે વિસ્તારની મુલાકાત કરકી. તેમણે આ દરમિયાન આતંકવાદ વિરોધી અભિયાનને સંભાળનારા સ્થાનિક કમાન્ડરની સાથે ચર્ચા કરી હતી. કાશ્મીરમાં ચાલી રહેલા ટાર્ગેટ કિલિંગ બાદ સેનાએ આતંકીઓના સફાયાને લઇને ચલાવવામાં આવી રહેલા ઓપરેશનને વધુ તેજ કરી દીધું છે. આ વચ્ચે સેનાને રાજોરી સેક્ટરના જંગલમાં એક મોટી સફળતા મળી છે. હજુ કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની આશંકા છે. સર્ચ ઓપરેશન હાલ ચાલુ છે.