Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
જમ્મુ-કાશ્મીર 'ટારગેટ કિલિંગ' કેસની NIAને તપાસ સોંપાઈ
એજન્સી પાકિસ્તાનને ખુલ્લી પાડશે
20/10/2021 00:10 AM Send-Mail
કાશ્મીરમાં પાકિસ્તાન સમર્થિત આતંકી જૂથો દ્વારા બિન-સ્થાનિક અને નાગરિકોની હત્યાની તપાસ હવે ટકઅને સોંપવામાં આવી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી ( ટકઅ)ની તપાસનો વ્યાપ વિશાળ રાખવામાં આવ્યો છે. ઘાટીમાં આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા નિર્દોષ લોકો સાથે જોડાયેલા અન્ય ઘણા કેસો પણ એનઆઇએ તપાસનો ભાગ બની શકે છે. આ પહેલા પણ ટકઅ આતંકવાદીઓને મદદ કરવાના મામલે પાકિસ્તાનનો પર્દાફાશ કરી ચૂકયું છે. ટકઅએ ખીણમાં સીધી પાકિસ્તાન દ્વારા મદદ પૂરી પાડવામાં આવે છે અને દિલ્હીમાં પાકિસ્તાની દૂતાવાસના કર્મચારીઓ પણ તેમા સામેલ છે. ટકઅએ તેના ચાર્જમાં ખુલાસો કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે શ્રીનગર, કુલગામ અને અન્ય સ્થળોએ થયેલી ટાર્ગટ કિલિંગની તપાસ એનઆઇએને સોંપવા માટે લીલી ઝંડી આપી દીધી છે. કુલદિપ સિંહ, જે એનઆઇએ ડીજીનો વધારાનો ચાર્જ સંભાળી રહ્યા છે, તેઓ કાશ્મીરમાં હાજર છે. છેલ્લા બે સપ્તાહમાં આતંકવાદીઓએ ૫ ઓકટોબરે કાશ્મીરી પંડિત ફાર્માસિસ્ટ માખનલાલ બિન્દરુને પ્રથમ ગોળી મારી હતી. જે બાદ બિહારના વીરેન્દ્ર પાસવાનની હત્યા કરવામાં આવી હતી. આતંકવાદીઓએ બાંદીપોરાના મોહમ્મદની હત્યા કરી હતી. શફી લોનનું મોત થયું હતું. આ ઘટનાના ૪૮ કલાક બાદ એટલે કે ૭ ઓકટોબરના રોજ આચાર્ય સુપિન્દર કૌર અને શિક્ષક દિપક ચંદને એક સાથે ગોળીઓથી નિશાન બનાવવામાં આવ્યા હતા. ઘટના સમયે તે બંને શાળામાં હાજર હતા.

આતંકવાદીઓએ તેમને ગોળી મારતા પહેલા તેમના ઓળખ કાર્ડ જોયા હતા. આ પછી ૧૬ ઓકટોબરે બિહારના અરવિંદ કુમાર શાહ અને યુપીના સગીર અહમદને ગોળી વાગી હતી. ૧૭ ઓકટોબરના રોજ, બિહારના રાજા ઋષિ દેવ અને જોગન્દિર ઋષિ દેવને નિશાન બનાવવામાં આવ્યા હતા. ચંચુન ઋષિ દેવની હાલત હજુ પણ નાજુક છે. ટકઅ દ્વારા કેટલાક સપ્તાહથી ઘાટીમાં દરોડા ચાલુ છે. જેમના ત્યાં દરોડા પાડયા છે તેમના પર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે. આવા ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. કાશ્મીરમાં જે નાગરિકો અને સ્થાનિક લોકો માર્યા ગયા છે, તે ઘટનાઓ પાછળ નવા આતંકવાદી સંગઠનોનો હાથ જણાવવામાં આવી રહ્યો છે. જો કે લશ્કર એ તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા મોટા આંતકવાદી સંગઠનો દ્વારા ટીઆરએફ, પીએએફએફ અને કેએફએફ જેવા નાના જૂથો ઉભા કરવામાં આવ્યા છે. કાશ્મીરની આ ટારગેટ કિલિંગમાં તેનો કોઇ હાથ નથી એમ કહીને પાકિસ્તાન આ નાના જૂથોને ઉભા કરીને પોતાની છબી બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. લશ્કર-એ-તોયબાની નવી વિંગ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એ પણ આ હત્યાઓની જવાબદારી લીધી હતી. 'યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ જમ્મુ એન્ડ કાશ્મીર' પણ આ કડીનો હિસ્સો છે. 'યુએલએફ જેકે 'એ બિહારના બે લોકોની હત્યા કર્યા બાદ જારી કરેલા પત્રમાં પોતાને સ્વતંત્રતા સેનાની ગણાવ્યા છે. ટકઅની તપાસમાં પાકિસ્તાનની આ નવી રણનીતિ સામે આવી શકે છે.