Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
દુબઇ કાશ્મીરમાં ઔદ્યોગિક પાર્ક અને મેડિકલ કોલેજનું નિર્માણ કરશે
20/10/2021 00:10 AM Send-Mail
ભારતે કહ્યું છે કે તેનો દુબઇ સાથે કરાર છે જે હેઠળ કાશ્મીરમાં ઔદ્યોગિક પાર્ક, ઇમારતો, મેડિકલ કોલેજો અને હોસ્પિટલો બનાવવામાં આવશે. કલમ ૩૭૦ હટાવ્યા બાદ કાશ્મીરમાં આ પ્રથમ મોટું રોકાણ હશે. જયારે કાશ્મીરમાં એક પછી એક નાગરિકોની હત્યાઓ થઇ રહી છે. અને પરપ્રાંતિય મજૂરો વિસ્તાર છોડીને ભાગી રહ્યા છે,ત્યારે ભારત સરકારે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં માળખાગત બાંધકામ માટે દુબઇ સ્થિત કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે. સોમવારે કેન્દ્ર સરકારે કહ્યું કે દુબઇ સાથે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત જમ્મુ અને કાશ્મીરમાં રોકાણ માટે સંમતિ આપવામાં આવી છે.

જોકે સરકારે કરારની શરતો અને કેટલું રોકાણ થશે તેની વિસ્તૃત માહિતી આપી નથી. જો આ રોકાણ થશે તો જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ વિદેશી રોકાણ હશે. સરકારે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ કરાર હેઠળ ઔદ્યોગિક પાર્ક, આઇટી ટાવર, બહુમાળી ઇમારતો, મેડિકલ કોલેજ અને સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા પર સહમતિ બની છે.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે એક નિવેદનમાં કહ્યું કે વિકાસની જે લહેર જમ્મુ-કાશ્મીર પર સવાર છે, તેને વિશ્વએ માન્યતા આપી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દુબઇની વિવિધ સંસ્થાઓએ કાશ્મીરમાં રોકાણ કરવામાં રસ દાખવ્યો છે. કાશ્મીરમાં હાલની સ્થિતિ શ્રીનગર અને આજુબાજુના વિસ્તારોમાં ખૂબ જ તંગ છે. સોમવારે મોટી સંખ્યામાં સ્થળાંતર કરનારાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. લોકો પણ મોટા પાયે કાશ્મીર છોડી રહ્યા છે. આ જ મહિનામાં રાજયમાં ૧૧ લોકોની હત્યા કરવામાં આવી છે. મૃતકોમાં હિન્દુ અને મુસ્લિમો બંને ધર્મના લોકોનો સમાવેશ થાય છે. ૧૧ લોકોમાંથી પાંચ સ્થળાંતર કામદારો છે જયારે બાકીના સ્થાનિક હતા. આ પછી લોકોમાં ગભરાટનું વાતાવરણ છે. સોમવારે, વહીવટીતંત્રે હજારો લોકોને સલામત સ્થળે ખસેડયા. જયારે સેંકડોએ રાતોરાત કાશ્મીર છોડી દીધું. આ સિવાય સુરક્ષાદળોએ આતંકવાદી ઘટનાઓને રોકવા માટે પેટ્રોલિંગ વધાર્યુ છે.