Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા અંગે અમેરિકા બાદ હવે સંયુક્ત રાષ્ટ્રએ પણ નિંદા કરી
સરકાર પાસેથી નિષ્પક્ષ તપાસની માંગ કરી
20/10/2021 00:10 AM Send-Mail
ભારતની સાથે અમેરિકા અને સંયુકત રાષ્ટ્રએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધી રહેલા હૂમલા અંગે ચિંતા વ્યકત કરી છે. યુએનએ કહ્યું કે બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર હૂમલા તેના બંધારણમાં સમાવિષ્ટ મૂલ્યોની વિરૂદ્ઘ છે અને વડા પ્રધાન શેખ હસીનાની સરકારને ઘટનાઓની નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરવાની જરૂર છે.

બાંગ્લાદેશમાં યુએન રેસિડેન્ટ કોઓર્ડિનેટર મિયા સેપ્પોએ ટ્વિટ કર્યુ કે સોશિયલ મીડિયા પર અભદ્ર ભાષાથી પ્રેરિત બાંગ્લાદેશમાં તાજેતરમાં થયેલા હૂમલાઓ બંધારણના મૂલ્યો વિરૂદ્ઘ છે અને તેને રોકવાની જરુર છે. અમે સરકારને અપીલ કરીએ છીએ કે તેઓ લઘુમતીઓની સલામતી અને નિષ્પક્ષ તપાસ સુનિશ્ચિત કરે. એક સહિષ્ણુ બાંગ્લાદેશને મજબૂત કરવા માટે આપણે બધાને સહકાર આપવા હાકલ કરી છીએ.

અમેરિકાએ પણ નિંદા કરી અમેરિકાએ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર હૂમલાની તાજેતરની ઘટનાઓની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ કહ્યું કે ધર્મ પસંદ કરવાની સ્વતંત્રતા માનવ અધિકાર છે. વિશ્વમાં દરેક વ્યકિત, ધર્મ કે આસ્થાને ધ્યાનમાં લીધા વગર, તેમના મહત્વના તહેવારોની ઉજવણી કરવા માટે સલામત લાગે તે મહત્વનું છે. પ્રવકતાએ કહ્યું કે વિદેશ મંત્રાલય બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય પર હૂમલાની તાજેતરની ઘટનાઓની નિંદા કરે છે. હિંસામાં અત્યાર સુધીમાં છ લોકોનાં મોત : ૪૫ની ધરપકડ બાંગ્લાદેશમાં અફવા બાદ ફાટી નીકળેલી હિંસામાં અત્યાર સુધીમાં છ લોકો માર્યા ગયા છે. પોલીસના જણાવ્યા અનુસાર પીરગંજમાં હિન્દુઓના ઓછામાં ઓછા ૬૬ મકાનોને આગ લગાડવામાં આવી હતી. માહિતી આપતા ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલે કહ્યું કે હિન્દુઓના મકાનો સળગાવનારા ગુનેગારોની ઓળખ થઇ ગઇ છે અને ૪૫થી વધુ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. જયારે ૭૧થી વધુ કેસોમાં અત્યાર સુધીમાં ૪૫૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિન્દુ સમુદાયે ભારતીય હાઇ કમિશનર સાથે મુલાકાત કરી હિન્દુ સમુદાયના નેતાઓએ સોમવારે સાંજે ઢાકામાં ભારતીય હાઇ કમિશનર વિક્રમ ડોરાઇસ્વામીને મળ્યા છે. તાજેતરમાં સમાપ્ત થયેલી દુર્ગા પૂજા ઉજવણી દરમિયાન લઘુમતી હિન્દુઓને નિશાન બનાવતા કોમી હિંસાને કારણે ઢાકા સ્થિત યુએનના ઉચ્ચ અધિકારીઓ સંદેશ આવ્યો છે.