Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
આણંદ-ખેડા જિલ્લાના વાલી-વિદ્યાર્થીઓ કોલેજોમાં એડમિશન માટે આવતા ફોનથી પરેશાન
ધો.૧ર પછીના અભ્યાસક્રમો માટે રાજયની વિવિધ કોલેજોમાંથી આવતા ફોન : વિદ્યાર્થીઓનો ડેટા કોચિંગ કલાસ, શાળાઓ કે શિક્ષણ બોર્ડે લીંક કરાવ્યાનો સંદેહ
20/10/2021 00:10 AM Send-Mail
વિદ્યાર્થીનો ડેટા કયાંથી મેળવ્યોના સવાલનો ફોન કરનાર જવાબ આપતા નથી
આણંદના મિનેષભાઇ પટેલે પોતાનો પુત્ર ધો.૧રમાં માસ પ્રમોશનથી પાસ થતા વિદ્યાનગરની જાણીતી કોલેજમાં એડમિશન પણ મેળવી લીધું હતું. જેના રપ દિવસ બાદ અન્ય સ્થળોની કોલેજોમાંથી તેમના પુત્રનું નામ, ધો.૧રની ટકાવારી અને કઇ સ્કૂલમાં હતો તે સહિતની બાબતો સાથે વાતચીત કરવામાં આવતી હતી. આથી આ સઘળો ડેટા કયાંથી મેળવ્યો તેવું મિનેષભાઇએ પૂછતા કોલ કરનાર સ્પષ્ટતા કરી શકયા નહતા. કેટલાકમાં બાળકોના ઉજજવળ ભવિષ્યને લઇને અમારી શૈક્ષણિક સંસ્થા દ્વારા એડમિશનની ઓફર આપવામાં આવી રહ્યાનું જણાવાયું હતું. જયારે અન્ય કોલમાં સામે છેડેથી મોબાઇલ જ ડીસકનેકટ કરી દેવાયો હતો.

આઉટસોર્સિંગથી તૈયાર કરાવાતી વિદ્યાર્થીઓની માર્કશીટ
જિલ્લા શિક્ષણ વિભાગના અંતર્ગત સૂત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા પખવાડિયાથી કેટલાય વાલીઓના તેમની પર એડમિશનની ઓફર માટેના કોલેજોમાંથી આવતા ફોન અંગે પૃચ્છા કરી રહ્યા છે. જેમાં મુખ્ય સવાલ એ જ હોય છે કે, ખાનગી યુનિ. અને કોલેજો પાસે વાલીઓના ફોન નંબર સહિત વિદ્યાર્થીઓનો ડેટા કેવી રીતે પહોંચ્યો ? વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ વિદ્યાર્થીઓની માર્કશીટ આઉટસોર્સિંગથી તૈયાર કરાવે છે. આ દરમ્યાન પણ લાખો વિદ્યાર્થીઓનો ડેટા લીંક થવાનો ભય રહે છે.

કોરોના મહામારીના કારણે ચાલુ વર્ષ ધો.૧૦ અને ધો.૧રના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન મળવાના કારણે અગાઉના વર્ષોની સરખામણીએ રેકોર્ડ બ્રેક સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થયા છે. ધો.૧રનું પરિણામ જાહેર થયાને અઢી માસ ઉપરાંતનો સમય વીતી ગયો છે. આણંદ, ખેડા જિલ્લામાં વાલીઓએ પોતાના ધો.૧રમાં માસ પ્રમોશનથી ઉત્તીર્ણ થયેલ સંતાનોને વિવિધ કોલેજમાં એડમિશન પણ અપાવી દીધું છે.

પરંતુ છેલ્લા દોઢેક માસથી ચરોતર ઉપરાંત રાજયમાં વિવિધ સ્થળોએ આવેલ શૈક્ષણિક સંસ્થાઓની કોલેજોમાંથી વિવિધ અભ્યાસક્રમની બેઠકો પૂર્ણ કરવા માટે વાલીઓને કોલ કરવામાં આવી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ માટેના એડમિશનની ઓફર કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારની મોબાઇલ મોડસ ઓપરેન્ડીથી વાલીઓ ત્રાહિમામ પોકારી રહ્યા છે. ઉપરાંત એ વાતની ચિંતા પણ વ્યકત કરી રહ્યા છેકે, તેમના બાળકોનો ડેટા રાજયની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સુધી પહોંચ્યો કેવી રીતે?

જો કે ચોંકાવનારી બાબત એ છે કે રાજયમાં લાખો વિદ્યાર્થીઓનો ડેટા શૈક્ષણિક સંસ્થાઓ પાસે પહોંચ્યો કયાંથી? રાજયના શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓનો ડેટા ગેરકાયદે રીતે પૂરો પાડયાનો સંદેહ પણ જાગૃત વાલીઓ વ્યકત કરી રહ્યા છે. નડિયાદમાં રહેતા દુષ્યંતભાઇ જોષીના દીકરાએ આ વર્ષ જ ધો.૧રની પરીક્ષા માસ પ્રમોશનથી પાસ કરી હતી અને તેઓને શહેરની જાણીતી કોલેજમાં મેરીટના આધારે એડમિશન પણ મેળવી લીધું હતું. જો કે કોલેજના એડમીશન બાદ છેલ્લા એક માસથી રાજયભરમાંથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા દુષ્યંતભાઇને મોબાઇલ કોલ આવવાના શરુ થયા હતા. જેમાં તેમના દીકરાને અલગ અલગ કોલેજમાં એડમિશન માટેની ઓફર આવવા લાગી હતી. જો કે શરુઆતમાં બે-ત્રણ દિવસ આ વાત દુષ્યંતભાઇ માટે સામાન્ય રહી હતી. પરંતુ ત્યારબાદ આવતા મોબાઇલ કોલમાં તેમના દીકરાનો મોબાઇલ નંબર, ધો.૧રમાં આવેલ ટકાવારી, શાળા સહિતની વિગતો કોલ કરનાર વ્યકિતઓ પાસે ઉપલબ્ધ હોવાનું જાણીતે તેઓ ચોંકી ઉઠયા હતા. કારણ કે આ વિગતો માત્ર શિક્ષણ વિભાગ કે શાળા પાસે જ હોય છે. આણંદ, ખેડા જિલ્લામાં ધો.૧રની પરીક્ષા પાસ કરનાર ૪પ હજારથી પણ વધુ વિદ્યાર્થીઓ પૈકી મોટાભાગનાએ એડમિશન મેળવી લીધા છે. છતાંયે તેમના વાલીઓને એડમિશનની ઓફર કરતા ફોન આવી રહ્યા છે. જેમાં ફોન કયાંથી આવ્યો તે અંગે ટ´ કોલર એપ્લીકેશનમાં જાણી ન શકાય તે માટે સ્કીલ ઇન્ડિયાના નામથી પણ ફોન આવી રહ્યાનું વાલીઓએ જણાવ્યું હતું. આમ, રાજયમાં લાખો વિદ્યાર્થીઓના ડેટાના આધારે કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યા છે. ચિંતાજનક બાબત એ છે કે, રાજયમાં એક પદ્વતિસરનું સ્કેમ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં પ્રાઇવેસીનો ભંગ કરીને મેળવેલા વિદ્યાર્થીઓના ડેટા રાજય સરકારના શિક્ષણ વિભાગે આપ્યા કે કોઇ ટોળકી દ્વારા ચોરી કરવામાં આવી.

ચરોતરમાં વરસાદી વાતાવરણથી ધરતીપુત્રો ચિંતામાં : તમાકુ-રાઈના પાકને નુકસાનની ભીતિ

ગાયકવાડી ગામ તરીકે ઓળખાતા મહેળાવમાં ક્ષત્રિયોની વધુ વસ્તી છતાં પાટીદારોનો સરપંચપદ પર દબદબો

ખંભાત તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકીય માહોલ છવાયો

ઉમેટા મહિસાગર બ્રિજ પરથી વડોદરાના યુવાને ઝંપલાવીને કર્યો આપઘાતનો પ્રયાસ

બોરસદ પંથકમાં માવઠાને લઈ ખેડૂતો ચિંતિત

સુણાવ એસ.ટી. બસ સ્ટેન્ડ અને તેના પરીસરમાં લાઈટની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ

કેનાલમાં ગાબડાં પડ્યા બાદ સફાળા જાગેલા સિંચાઈ વિભાગે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું

પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય