Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
વણઝારીયા : શહીદ જવાનનો પાર્થિવ દેહ કપડવંજ લવાયો, એક કિ.મી. લાંબી અંતિમ યાત્રા નીકળી
આર્મી જવાનના પાર્થિવ દેહને જમ્મુ-કાશ્મીરથી અમદાવાદ અને ત્યાંથી વતન લવાયો, ગામ હિબકે ચઢયું
20/10/2021 00:10 AM Send-Mail
કપડવંજના વણઝારીયા ગામના આર્મી જવાનનો પાર્થિવદેહ આજે વતન વણઝારીયામાં લાવતાં ગમગીનીભર્યો માહોલ છવાયો હતો.જવાનના અંતિમયાત્રામાં જનમેદની જોડાઇ હતી. લગભગ ૧ કિ.મી. જેટલી લાંબી લાઈન થઇ હતી.

આર્મી જવાન હરિશસિંહને પોતાના વતનમાં જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેઓના પાર્થિવદેહને કપડવંજથી ગામડે લવાયો ત્યારે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ભારત માતા કી જય, વંદે માતરમ્નાં નારા સાથે દુ:ખમાં સહભાગી બન્યા હતા. સમાજના અગ્રણીઓ સહિત વણઝારીયા ગામના તમામ લોકો અને આસપાસના ગામના લોકો વિશાળ સંખ્યામાં જવાન હરિશસિંહની સ્મશાન યાત્રામાં જોડાયા હતાં.

શહાદત વહોરનાર આર્મી જવાનનો મૃતદેહ મંગળવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી તેઓના વતન કપડવંજના વણઝારીયા ગામે લવાતાં વાતાવરણ દ્રવી ઊઠ્યું હતું. વીર શહીદની યાત્રા કપડવંજના નદી દરવાજા પુલ પરથી વણઝારીયા ગામે આવી પહોંચી હતી. આ સમયે હજારો લોકો આ વિર શહીદની યાત્રામાં જોડાયા હતા. ઘણાં લોકો વાહનો મારફતે તો ઘણાં ચાલતાં હાથમાં ધ્વજ લઈ આ શહીદની યાત્રામાં જોડાયા હતો વણઝારીયા ગામના ૨૫ વર્ષિય હરિશસિંહ રાધેસિંહ પરમારે જમ્મુ કાશ્મીર ખાતે શહાદત વહોરી લીધી છે. જવાન છેલ્લે મે મહિનામાં પોતાના વતન વણઝારીયા ગામે આવ્યા હતા. જયાં એક મહિનાની રજાના સમયગાળામાં પોતાના પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવી પરત જમ્મુમાં હાજર થયા હતા. યુવાનની પહેલી પોસ્ટિંગ આસામ, બીજી રાજસ્થાન અને હાલ પોસ્ટિંગ જમ્મુ કાશ્મીરમાં આવેલા મછાલ સેક્ટરમાં હતી.

ખોટા ઠરાવો કરવા બદલ ડાકોર પાલિકાના પ્રમુખ સહિત ચાર કાઉન્સિલરોનું સભ્યપદ રદ

કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ યાત્રાધામ ડાકોરની મુલાકાત લઈ સમીક્ષા બેઠક યોજી

નડિયાદ બસ મથક પર પાસ કઢાવવા માટે માત્ર એક જ ટેબલથી ભારે રોષ

નડિયાદ પાલિકાના ભાજપ કાઉન્સિલરના પતિએ તાડપત્રી બાંધ્યા વગર જતા ટ્રેક્ટર રોક્યા

ખેડા જિલ્લાની ૪૩૨ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે પ્રથમ દિવસે ૨૪ ઉમેદવારીપત્રો ભરાયા

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીએ ખેડા જિલ્લાની મુલાકાત લીધી

બીએલઓ મતદાર નોંધણીની કામગીરી ગરૂડ એપથી કરવામાંથી મુક્તિ માટે કરેલી માંગ

ખેડા જિલ્લાની ૪૩૨ ગ્રામ પંચાયતની ચૂંટણીના ફોર્મ ભરવા ૧૦ તાલુકા મથકે ૯૦ આરઓ નિમાયા