Sardar Gurjari

ગુરુવાર, તા. ૨ ડિસેમ્બર, ૨૦૨૧, કારતક વદ ૧૩, વિ.સં. ૨૦૭૮, વર્ષ - ૨૧, અંક-૧૬૩

મુખ્ય સમાચાર :
વિદ્યાનગર: સ.પ.યુનિ.ને દાનવીર દેવાંગભાઇ પટેલ ઇપ્કોવાળા તરફથી ૩ર લાખનું માતબર દાન
યુનિ.ના ઇપ્કોવાળા ઓડિટોરીયમમાં સરદાર પટેલની પ્રતિમા મૂકવા તથા રમતવીરોને મેડલથી પ્રોત્સાહિત કરવા દાનાર્પણ
20/10/2021 00:10 AM Send-Mail
વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે આજે દાનવીર ઉદ્યોગપતિ દેવાંગભાઇ પટેલ ઇપ્કોવાળા તરફથી ૩ર લાખનું માતબર દાન અર્પણ કરવામાં આવ્યું હતું.

સ.પ.યુનિ.ના સેન્ટ્રલી એરકંડિશન ઇપ્કોવાળા ઓડિટોરીયમમા઼ સરદાર પટેલની પ્રતિમા મૂકવા માટે તેમજ ઇપ્કોવાળા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રમતવીરોને મેડલ, શિલ્ડથી પ્રોત્સાહિત કરવા માટે ઇપ્કોવાળા ટ્રસ્ટ તથા પરિવારજનો તરફથી આ દાન અર્પણ કરાયું હતું. હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતના રમતવીરો ઝળકી રહ્યા છે ત્યારે સ.પ.યુનિ.ના ઇપ્કોવાળા સ્પોર્ટસ કોમ્પલેક્ષમાંથી પણ રમતવીરો વિશ્વકક્ષાએ ભારતની પ્રતિભા ઉજજવળ કરે તે માટે મોટો પુરસ્કાર આપવાનો અમારા ટ્રસ્ટ અને પરિવારે બીડું ઝડપ્યાનો ભાવ દેવાંગભાઇએ વ્યકત કર્યો હતો.

જો કે આ સમયે પોતે ધાર્મિક કાર્ય માટે અન્ય પ્રાંતના પ્રવાસે હોવા છતાં પૂ.ઇન્દુકાકાની ઉજજવળ પરંપરા અનુસાર શ્રી સંતરામ મંદિર, નડિયાદના સંત પૂ.હરિદાસજી મહારાજ તથા શ્રી સંતરામ મંદિર, કરમસદના મહંત પૂ.મોરારીદાસજી મહારાજના હસ્તે દાન યુનિ.ના કુલપતિ શિરીષ કુલકર્ણીને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ, સિન્ડીકેટ સભ્યો, ઇપ્કોવાળા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, નડિયાદના અગ્રણીઓ, ઇપ્કોવાળા ટ્રસ્ટના પરિવારજનો, રજીસ્ટ્રાર જયોતિબેન અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. યુનિ. વતી કુલપતિ અને રજીસ્ટ્રારે દાતા પરિવારનો આભાર વ્યકત કર્યો હતો.

ચરોતરમાં વરસાદી વાતાવરણથી ધરતીપુત્રો ચિંતામાં : તમાકુ-રાઈના પાકને નુકસાનની ભીતિ

ગાયકવાડી ગામ તરીકે ઓળખાતા મહેળાવમાં ક્ષત્રિયોની વધુ વસ્તી છતાં પાટીદારોનો સરપંચપદ પર દબદબો

ખંભાત તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ગામડાઓમાં રાજકીય માહોલ છવાયો

ઉમેટા મહિસાગર બ્રિજ પરથી વડોદરાના યુવાને ઝંપલાવીને કર્યો આપઘાતનો પ્રયાસ

બોરસદ પંથકમાં માવઠાને લઈ ખેડૂતો ચિંતિત

સુણાવ એસ.ટી. બસ સ્ટેન્ડ અને તેના પરીસરમાં લાઈટની સુવિધા ઉપલબ્ધ કરવાની માંગ

કેનાલમાં ગાબડાં પડ્યા બાદ સફાળા જાગેલા સિંચાઈ વિભાગે સાફ સફાઈ અભિયાન હાથ ધર્યું

પેટલાદ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય