Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ડલાસની હોસ્પિટલ અને અન્ય સંસ્થાઓને બીએપીએસ દ્વારા સહાય
સંક્રમણને ખાળવા તથા લોકડાઉનમાં જરુરતમંદોને ભોજન સહાય
28/04/2020 00:04 AM Send-Mail
કોરોના મહામારીથી વિશ્વના મોટાભાગના દેશોમાં કહેર પ્રસરાવ્યો છે. જેમાં ડલાસ ખાતેની પાર્કલેન્ડ હોસ્પિટલ અને અન્ય સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલ કોરોના સામેના રાહત કાર્યોમાં બીએપીએસ ચેરીટીઝ દ્વારા સહાય કરવામાં આવી રહી છે. એરવિંગ કેર્સના સીઇઓ કાયલ ટાયલરે બીએપીએસ ચેરીટીઝનો આભાર માનતા કહ્યું હતું કે, ચેરીટીઝના અનુદાનથી અસરગ્રસ્ત રહેવાસીઓને સહાય મળશે. બીએપીએસની સહાયથી વિશ્વમાં અનેક લોકોનું જીવન સુધર્યુ છે.

પાર્કલેન્ડ હોસ્પિટલમાં ૧૦ હજાર ડોલરના અનુદાન તેમજ સ્વાસ્થ્ય સુરક્ષાના વ્યવસાયિકો, કર્મચારી વર્ગને ગરમ શાકાહારી ભોજન અને ડબ્બાબંધ પીણાંની વ્યવસ્થા કરી હતી.

હોસ્પિટલના સીઇઓ ડેવિડ લોપેઝે આભાર વ્યકત કરતા કહ્યું હતું કે, આ અનુદાનનો ઉપયોગ અમે કોવિડ-૧૯ના રોગીઓ માટે કરીશું. ઉપરાંત માસ કોવિડનું પરીક્ષણ, બીજા અગત્યના પ્રયોજન માટે આ પ્રકારનું દાન મહત્વનું પૂરવાર થાય છે. આ ઉપરાંત ડલાસ કાઉન્ટીના ચોથા ડિસ્ટ્રીકટ કમિશ્નર ડો. એલ્બા ગાર્સીયાએ આભાર વ્યકત કર્યો હતો. વધુમાં બીએપીએસ ચેરીટીઝ દ્વારા સ્થાનિક સંસ્થા બ્રાઇટર ટુમોરોઝને રપ૦૦ ડોલરનું અનુદાન આપ્યું હતું. આ સંસ્થા ઘરેલુ હિંસા અને શારીરિક અત્યાચાર ખાળવા પ્રયત્નશીલ છે. જેમાં ભોગ બનેલાઓને આશ્રય, સારવાર અને સહાય આપે છે. આ ઉપરાંત રપ૦૦ ડોલરની સહાય બદલ ટેકસાસની વિઝીટીંગ નર્સ એસો. સહિત અન્ય અનુદાન મેળવનાર સંસ્થાઓએ કોરોનાની ગંભીર સ્થિતિમાં બીએપીએસ ચેરીટીઝની સહાય બદલ આભાર વ્યકત કર્યો હતો.