Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :

આણંદની પરિણીતા ઉપર પતિ અને સાસુ સસરા દ્વારા ત્રાસ ગુજારાતાં ફરિયાદ

28/09/2021 00:09 AM

આણંદ ખાતે રહેતી અને અમદાવાદ જિલ્લાના અમદાબાદ ગામમાં પરણેલી યુવતી ઉપર તેના પતિ અને સાસુ-સસરા દ્વારા શારીરીક તેમજ માનસિક ત્રાસ ગુજારીને પહેરેલા કપડે કાઢી મુકતાં આ અંગે આણંદના મહિલા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે....

પીલોદરામાં જુગાર રમતાં ૨ ઝડપાયા, ૩ ફરાર

28/09/2021 00:09 AM

ભાદરણ પોલીસે સારોલ નજીક આવેલા પીલોદરા કોતરડી સીમ વિસ્તારમાં ગઈકાલે બપોરના સુમારે છાપો મારતા પત્તા પાનાનો જુગાર રમતાં શખ્સોમાં નાશભાગ મચી જવા પામી હતી....

આણંદ : ગોલ્ડન સોસાયટીની દુકાનમાંથી વિદેશી દારૂની ૧૩ર બોટલો સાથે એક ઝડપાયો

27/09/2021 00:09 AM

આણંદ એલસીબીની ટીમે આજે શહેરના ભાલેજ રોડ પરની ગોલ્ડન સોસાયટીની એક દુકાનમાંથી વિદેશી દારૂની ૧૩ર બોટલો સાથે એકની અટકાયત કરી હતી. આ દારૂનો જથ્થો નજીકમાં રહેતા ઇસમે આપ્યો હોવાનું પોલીસને જાણવા મળતા બંને સામે ગૂનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળે છે....

આણંદની કિશોરી પર દુષ્કર્મ ગુજારનાર નાપાના યુવાનને ૧૦ વર્ષની સજા

25/09/2021 00:09 AM

આણંદ ખાતે રહેતી એક કિશોરીને સાડા ચારેક વર્ષ પહેલા નાપા તળપદ ગામે રહેતો યુવાન બાઈક પર બેસાડીને તેના ઘરે લઈ ગયા બાદ પડોશી યુવતીની મદદથી તેણી ઉપર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આણંદની સ્પેશ્યલ પોક્સો કોર્ટે યુવાનને તકશીરવાર ઠેરવીને દશ વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે મદદગારી કરનાર યુવતીને શંકાનો લાભ આપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવામાં આવી હતી....

બિલ બાબતે કરમસદ પાલિકાના ચીફ ઓફિસરને હોટલ માલિકે ધમકી આપતાં ફરિયાદ

25/09/2021 00:09 AM

આણંદ નજીક આવેલી કરમસદ પાલિકાના ચીફ ઓફિસરને આજે સવારના સુમારે પૂર્વ પાલિકા પ્રમુખના પતિએ તેમના બાકી પડતા હોટલના બિલ બાબતે ગમે તેવી ગાળો બોલીને ફરજમાં રૂકાવટ કરી ધમકી આપતાં આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે....

ઉમરેઠના નાયબ મામલતદાર જયપ્રકાશ સોલંકી ૨.૨૫ લાખની લાંચ લેતાં ઝડપાયા

24/09/2021 00:09 AM

ખેડા એસીબી પોલીસે આજે સાંજના સુમારે ભાલેજની તાડપુરા ચોકડી પાસે આવેલા અમન કોમ્પલેક્ષ પાસે છટકું ગોઠવીને ઉમરેઠની મામલતદાર કચેરીમાં ઈ ધરા કેન્દ્રમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જયપ્રકાશ સોલંકીને ૨.૨૫ લાખની લાંચ લેતાં રંગેહાથે ઝડપી પાડીને તેમની વિરૂધ્ધ આણંદ એસીબી પોલીસ મથકે ભ્રષ્ટ્રાચાર વિરોધી અધિનિયમની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવી...

સામરખાના જય સોમનાથ કોલ્ડ સ્ટોરેજમાંથી પકડાયેલો ૧૨.૦૮ લાખનો ગોળ અખાદ્ય નીકળતાં ફરિયાદ

24/09/2021 00:09 AM

ત્રણેક મહિના પહેલાં એલસીબી પોલીસના દરોડામાં આણંદ નજીક આવેલા સામરખા ગામના જય સોમનાથ કોલ્ડ સ્ટોરેજમાંથી પકડાયેલો શંકાસ્પદ ૪૨૫૩૬ કિલો ગોળનો જથ્થો અખાદ્ય અને સડેલો હોવાનો એફએસએલનો રીપોર્ટ આવતા જ આ અંગે કોલ્ડ સ્ટોરેજના માલિક તેમજ અખાદ્ય ગોળનો જથ્થો કોલ્ડ સ્ટોરેજમાં મુકનાર જલારામ ટ્રેડર્સ અને બાલાજી ટ્રેડર્સના માલિકો વિરૂધ્ધ આણંદ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં ...

વઘાસીમાંથી વહેલી સવારે વિદેશી દારૂની ૧૯ પેટી સાથે બુટલેગર ઝડપાયો

24/09/2021 00:09 AM

આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આજે વહેલી સવારના સુમારે વઘાસી ગામે આવેલી પ્રભાકરની નળીમાં રેહતા કિશનભાઈ પરમારના ઘરે છાપો મારીને નાની-મોટી થઈને કુલ ૧૯ પેટી વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂ આપનાર સહિત કુલ બે શખ્સો વિરૂધ્ધ આણંદ રૂરલ પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને તપાસ હાથ ધરી છે....

ઈસરામામાં રસ્તા બાબતે વૃધ્ધાને માથામાં ધારીયું મારતાં ઘાયલ

24/09/2021 00:09 AM

પેટલાદ તાલુકાના ઈસરામા ગામના ચોરપુરા ખેતીવાડી સામે રહેતા મધુબેન રમેશભાઈ ગોહેલ (ઉ.વ. ૬૦)ને નજીકમાં જ રહેતા અરવિંદભાઈ ચીમનભાઈ ઠાકોર સાથે રસ્તા બાબતે તકરાર ચાલે છે. દરમ્યાન ગઈકાલે સાંજના સુમારે અરવિંદભાઈ, તેમની પત્ની સુમિત્રાબેન અને પુત્રી અસ્મીતાબેન ઠાકોરે ફરીથી રસ્તા બાબતે ઝઘડો કરીને અરવિંદભાઈએ પોતાની પાસેનું ધારીયું મધુબેનને માથામાં મારી દેતાં લોહી નીકળ્યું હતુ. જ્યારે સુમિત્ર...

બામણવામાં મજૂરીના પૈસા બાબતે દલિતને માર મારીને અપમાનિત કરતા ૨ વિરૂધ્ધ ફરિયાદ

24/09/2021 00:09 AM

ખંભાત તાલુકાના બામણવા ગામે ફોઈબા મંદિર પાસે ખેત મજુરને મજુરીના પૈસા બાબતે અપમાનિત કરીને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ખેતર માલિક અને મજુર વિરૂધ્ધ ખંભાત રૂરલ પોલીસે એટ્રોસીટી એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે....