Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :

ગુજરાત વિ.સભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ

28/09/2021 00:09 AM

આજે ગુજરાત વિધાનસભાના બે દિવસીય ચોમાસુ સત્રનો પ્રારંભ થયો હતોજેમાં કોરોનામાં મોતને ભેટેલા લોકોને શ્રદ્ઘાંજલિ આપવા અને તેમના પરિવારોને સહાય આપવા મુદ્દે કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્યો વચ્ચે આરોપ પ્રત્યારોપ થયા હતાં. બાદમાં કોંગ્રેસે ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું....

ગુલાબ ઈફેક્ટ : રાજ્યમાં મોટાભાગના સ્થળોએ ધોધમાર વરસાદ, જળબંબાકારની સ્થિતિ

28/09/2021 00:09 AM

ગુજરાતમાં ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, જેમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં સવારથી વરસાદી માહોલ જામ્યા બાદ અચાનક વરસાદ તૂટી પડયો હતો. જેમાં સવારના ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં સૌથી વધારે વરસાદ મહેસાણામાં નોંધાયો છે. આ સિવાય સાબરકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અમદાવાદ, અમરેલીમાં વરસાદ નોંધાયો છે. ૬ કલાકમાં રાજ્યના ૩૪ તાલુકાઓમાં ૧૦એમએમથી સવા ત્રણ ઈંચ કરતા...

બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા : દાંતીવાડામાં માત્ર ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો

27/09/2021 00:09 AM

બનાસકાંઠા જિલ્લામાં ગઇકાલે મોડી સાંજે દાંતીવાડામાં બે કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદને પગલે રસ્તાઓ પણ જાણે પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા તો બીજી બાજુ ડીસાના આખોલ ચાર રસ્તા પાસે આવેલી દુકાનોમા પાણી ભરાઇ જતાં વેપારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા અને ધંધા રોજગાર બંધ રાખવાની ફરજ પડી હતી. ઉપરાંત ડીસામાં પણ છેલ્લા ૨૪ કલાક દરમ્ય...

ગુજરાત : આજથી બે દિવસીય વિધાનસભા સત્રનો પ્રારંભ, નવા મુખ્યમંત્રીની કસોટી

27/09/2021 00:09 AM

ગુજરાત વિધાનસભાનું બે દિવસ સત્ર સોમવાર અને મંગળવારે મળશે. આ સત્રમાં ૧૮ જેટલા મહાનુભાવોના શોક ઠરાવ કરવામાં આવશે. તેમજ ત્રણ બિલ પસાર કરાશે. ગુજરાત પ્રોફેશનલ મેડિકલ કોલેજ એમેન્ડમેન્ટ એક્ટ, ગુજરાત ગુડ્ઝ એન્ડ સર્વિસ એક્ટ અને ગુજરાત પ્રાઈવેટ યુનિવર્સિટી એક્ટ વિધેયકો પસાર થશે....

છોટા ઉદેપુર : સ્પિડ બ્રેકર નાંખનાર સરપંચ સામે હત્યાનો ગુનો નોંધાયો

25/09/2021 00:09 AM

છોટા ઉદેપુર જિલ્લાના એક સરપંચ વિરુદ્ધ ગેરકાયદે સ્પીડ બ્રેકર બનાવવા અને તેના કારણે બુધવારે રાત્રે બે લોકોના જીવ જવાથી તેમજ બે લોકો ઈજાગ્રસ્ત થયા બાદ આ બાબતની જાણ પોલીસને થતાં સરપંચ અને તેના સહાયક વિરુદ્ધ ગેરઈરાદતન હત્યાનો ગુનો નોંધ્યો છે. સરપંચ વિક્રમ રાઠવા અને ટ્રેક્ટર ડ્રાઈવર ભાવસિંહ રાઠવા જેમણે મળીને આ સ્પીડ બ્રેકર બનાવ્યું હતું તેમની વિરુદ્ધ છોટા ઉદેપુર પોલીસ સ્ટેશનમાં ફરિયા...

ગુજરાત: નવરાત્રિમાં શેરી ગરબાને જ મંજૂરી, ક્લબ કે પાર્ટી પ્લોટમાં મંજૂરી નહીં

25/09/2021 00:09 AM

કોરોના સંક્રમણને કારણે ગત વર્ષે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નહોતી પરંતુ આ વર્ષે લગભગ કોરોના સંક્રમણ ખત્મ થઈ જવાની આરે છે ત્યારે ૪૦૦ લોકોની ઉપસ્થિતિમાં શેરી ગરબા યોજવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના ગૃહવિભાગ દ્વારા આજે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. સાથે સાથે આવતીકાલથી રાત્રી કફર્યૂમાં પણ એક કલાકનો વધારો કરીને રાત્રે ૧૨થી સવા...

નીમાબેન આચાર્ય વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બનશે

25/09/2021 00:09 AM

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે નવા સીએમ અને મંત્રીમંડળે શપથ લીધા છે. ગુજરાત વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાનાર છે, ત્યારે નીમાબેન આચાર્ય આજે ૧૦.૩૦ કલાકે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આ પ્રસંગે દંડક પંકજ દેસાઈ અને સંસદીય બાબતોના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી હાજર રહ્યા હતા....

ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન વગરની ઈમારતો સીલ કરવામાં આવે : ગુજરાત હાઈકોર્ટ

25/09/2021 00:09 AM

રાજ્યમાં ફાયર સેફ્ટીના અમલ અને બીયુ પરમિશન મુદ્દે હાઇકોર્ટે લાલ આંખ કરતાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકાઓને ટકોર કરી છે. હાઇકોર્ટે જણાવ્યું છે કે, ફાયર સેફ્ટી અને બી.યુ. વગરની ઇમારતો સીલ કરવામાં આવે. સુનાવણીમાં ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન વગરના એકમો સામે પગલા લેવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે....

અમદાવાદ : વેક્સિન સર્ટિફિકેટ વગર હોટલ-રેસ્ટોરન્ટમાં નો-એન્ટ્રી

24/09/2021 00:09 AM

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તો બીજીતરફ કોરોના સંક્રમણ અટકાવવા માટે રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. લોકોને રસી લેવા માટે સરકાર સતત પ્રોત્સાહિત કરી રહી છે. અમદાવાદમાં પણ મોટા પાયે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે પરંતુ હજુ અનેક લોકો એવા છે જેણે રસી લીધી નથી. તો અમદાવાદમાં ૨૦ સપ્ટેમ્બરથી વેક્સિન સર્ટિફિકેટ ન હોય તેવા વ્યક્તિઓને એએમટીએસ, બીઆરટીએસ, ગાર્ડન જેવા...

ગુજરાત : કુદરતી આફતોની સહાયમાં જંગી વધારો

23/09/2021 00:09 AM

રાજ્યમાં વરસાદથી પ્રભાવિત રાજકોટ-જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પશુપાલકો અને મકાનો-ઝૂંપડાઓનું નુકસાન પામેલા પ્રજાજનો પ્રત્યે સંવેદનાથી સરકાર તેમની પડખે ઉભી છે તેવી પ્રતિબદ્ઘતાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં કેટલાકં મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં....

    

ગુજરાત વિ.સભાના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે કોંગ્રેસનું ગૃહમાંથી વોકઆઉટ

ગુલાબ ઈફેક્ટ : રાજ્યમાં મોટાભાગના સ્થળોએ ધોધમાર વરસાદ, જળબંબાકારની સ્થિતિ

બનાસકાંઠામાં બારેમેઘ ખાંગા : દાંતીવાડામાં માત્ર ૨ કલાકમાં ૫ ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાત : આજથી બે દિવસીય વિધાનસભા સત્રનો પ્રારંભ, નવા મુખ્યમંત્રીની કસોટી

છોટા ઉદેપુર : સ્પિડ બ્રેકર નાંખનાર સરપંચ સામે હત્યાનો ગુનો નોંધાયો

ગુજરાત: નવરાત્રિમાં શેરી ગરબાને જ મંજૂરી, ક્લબ કે પાર્ટી પ્લોટમાં મંજૂરી નહીં

નીમાબેન આચાર્ય વિધાનસભાના પ્રથમ મહિલા સ્પીકર બનશે

ફાયર સેફ્ટી અને બીયુ પરમિશન વગરની ઈમારતો સીલ કરવામાં આવે : ગુજરાત હાઈકોર્ટ