Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :

નડિયાદમાં પાર્ક કરેલ કારના કાચ તોડી માલસામાનની ચોરી કરતી નાયડુ ગેંગના ૫ સાગરીત ઝડપાયા

28/09/2021 00:09 AM

નડિયાદમાં તાજેતરમાં ધોળા દિવસે ભરબજારમાં તસ્કરોએ પાર્ક કરેલ કારના કાચ તોડી કારમાંથી લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભ નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં નાયડુ ગેંગ પકડાઈ ગઈ છે. આ ગેંગે ખેડા આણંદ સહિત વિવિધ જિલ્લામાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. ૧૨ જેટલી ચોરીના ભેદ ખૂલ્યા છે. વધુ ખૂલે તેવી શક્યતા છે....

કપડવંજના કાપડીવાવ-વડોલ રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત

28/09/2021 00:09 AM

કપડવંજના કાપડીવાવથી વડોલના રસ્તે અજાણ્યા વાહને રાહદારીને ટક્કર મારતાં રાહદારી યુવકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ બનાવ સંદર્ભ કપડવંજ ગ્રામ્ય પોલીસે ફરિયાદના આધારે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે....

નડિયાદ : ગંજ બજારમાં ગાડી પાર્ક કરીને વેપારી સામાન લેવા ગયા ને' ગઠિયો ૧.પ૦ લાખ ભરેલું પાકિટ લઇને છૂમંતર

27/09/2021 00:09 AM

નડિયાદમાં જાહેર સ્થળોએ પાર્ક કરેલ વાહનોમાંથી રોકડ, લેપટોપ સહિતની ચોરીની ઘટનાઓ વધી રહી છે. ચોકકસ મોડસ ઓપરેન્ડીથી કોઇ ટોળકી કારને નિશાન બનાવતી હોવાની આશંકા પણ વ્યકત થઇ રહી છે. થોડા દિવસ અગાઉ જ પાર્ક કરેલ કારમાંથી લેપટોપની ચોરી થઈ હતી. જયારે અન્ય એક ઘટનામાં કરિયાણાના વેપારીની કારમાંથી રોકડ રૂપિયા દોઢ લાખની ગઠિયો ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે નડિયાદ શહેર પોલીસે ફરિયાદના આધારે ગુ...

નડિયાદમાં ચંદન ચોરી અને દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

27/09/2021 00:09 AM

ખેડા જિલ્લાના પોલીસે ફરાર આરોપીઓને પુન: પકડી જેલના સળિયા પાછળ ધકેલવા કવાયત હાથ ધરી છે. જેમાં પોલીસની ટીમે ચંદન ચોરી અને દારૂના ગુનામાં સંડોવાયેલા કુલ બે ફરાર આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે....

નડિયાદ સિવિલમાંથી ખૂનનો આરોપી ભાગી જવાના કેસમાં બે પોલીસકર્મી સહિત ત્રણને બે વર્ષની કેદ

25/09/2021 00:09 AM

૭ વર્ષ પહેલા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનની હદના ગુનાના આરોપી ફરાર થઈ જવાના કેસમાં નડીઆદની કોર્ટે ફરજમાં બેદરકારી દાખવનાર બે પોલીસ કર્મી સહિત આરોપીને તકશીરવાર ઠેરવીને બે-બે વર્ષની કેદની સજાનો હુકમ કરતાં પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામ્યો છે....

મહેમદાવાદમાં પરીણિતા પર ત્રાસ ગુજારાતાં ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી

25/09/2021 00:09 AM

મહેમદાવાદમાં રહેતી પરિણીતાએ પોતાના સાસરીયાના ત્રાસથી કંટાળી જઈ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં મરણ જનારના પિતાએ મહેમદાવાદ પોલીસ મથકે પુત્રીના સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે....

હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો કેદી પેરોલ જમ્પ કરતા ફરિયાદ

25/09/2021 00:09 AM

મહુધાના સિંધાલીનો શખ્સ વડોદરાની મધ્યસ્થ જેલમાં હત્યાના કેસમાં આજીવન સજા ભોગવી રહ્યો હતો. વચગાળાની રજા મંજૂરી કરી તે જેલમાંથી પખવાડિયા માટે મુક્ત થયો હતો. પરંતુ પેરોલ પીરીયડ પુરું થતાં પુન: જેલમાં હાજર નહીં થતાં તેના વિરૂદ્ઘ નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે....

મહેમદાવાદના વરસોલા ચોકડી પાસે રીક્ષાની ટક્કરે રાહદારીનું મોત

25/09/2021 00:09 AM

મહેમદાવાદના વરસોલા ચોકડી નજીક પૂરપાટે આવતી સીએનજી રીક્ષાએ રસ્તા પર ચાલતા જતા વૃદ્ઘ રાહદારીને ટક્કર મારતાં વૃદ્ઘનું મોત થયું હતુ. આ અંગે મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે....

નડિયાદના છેતરપિંડીના ગુનાનો ફરાર આરોપી ૨૫ વર્ષે હૈદરાબાદમાંથી ઝડપાયો

24/09/2021 00:09 AM

ખેડા જિલ્લા ઈન્ચાર્જ પોલીસ વડાએ જિલ્લાના વિવિધ ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવા સ્પેશ્યલ ડ્રાઈવ યોજી છે. ત્યારે નડિયાદ ટાઉન પોલીસ મથકે ૨૫ વર્ષ પહેલા નોંધાયેલી છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદમાં ફરાર આરોપીને ઝડપી પાડવામાં એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે. આ આરોપીને તેલંગણા રાજ્યના હૈદરાબાદ શહેરમાંથી દબોચી લઈ નડિયાદ ટાઉન પોલીસ મથકે લવાયો છે....

નડિયાદ: પશ્ચિમ વિસ્તારમાંથી એક જ રાતમાં ત્રણ બાઈકો ચોરાતાં ચકચાર

23/09/2021 00:09 AM

ખેડા જિલ્લામાં દિવસેને દિવસે વાહન ચોરીના બનાવોનો વ્યાપ વધી રહ્યો છે. પોલીસ આવા ચોરો સુધી પહોંચવામાં નિષ્ફળ નીવડતા વાહન તસ્કરો બેખોફ બન્યા છે. આજે જિલ્લામાં બે જુદા જુદા સ્થળોએ વાહન ચોરીની ફરિયાદ નોંધાવા પામી છે. જેમાં નડિયાદ પશ્ચિમમાં એક જ રાત્રે ઘર પાસે પાર્ક કરેલા ત્રણ બાઈકોની અને માતરના ખાંધલી ગામેથી રિક્ષાની ચોરી થવા પામી છે....

    

નડિયાદમાં પાર્ક કરેલ કારના કાચ તોડી માલસામાનની ચોરી કરતી નાયડુ ગેંગના ૫ સાગરીત ઝડપાયા

કપડવંજના કાપડીવાવ-વડોલ રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત

નડિયાદ : ગંજ બજારમાં ગાડી પાર્ક કરીને વેપારી સામાન લેવા ગયા ને' ગઠિયો ૧.પ૦ લાખ ભરેલું પાકિટ લઇને છૂમંતર

નડિયાદમાં ચંદન ચોરી અને દારૂના ગુનામાં વોન્ટેડ આરોપીઓ ઝડપાયા

નડિયાદ સિવિલમાંથી ખૂનનો આરોપી ભાગી જવાના કેસમાં બે પોલીસકર્મી સહિત ત્રણને બે વર્ષની કેદ

મહેમદાવાદમાં પરીણિતા પર ત્રાસ ગુજારાતાં ગળે ફાંસો ખાઈને જીવનલીલા સંકેલી

હત્યાના ગુનામાં આજીવન સજા ભોગવતો કેદી પેરોલ જમ્પ કરતા ફરિયાદ

મહેમદાવાદના વરસોલા ચોકડી પાસે રીક્ષાની ટક્કરે રાહદારીનું મોત