Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :

તમિલનાડુ : મહિલા એરફોર્સ અધિકારીનો સીનિયર પર રેપનો આરોપ

28/09/2021 00:09 AM

તમિલનાડુના કોઈમ્બતૂર જિલ્લામાં એરફોર્સની એક મહિલા અધિકારીએ પોતાના સીનિયર ફ્લાઈટ લેફ્ટનન્ટ અધિકારી પર રેપનો આરોપ લગાવ્યો છે ત્યારબાદ પોલિસે આરોપીની ધરપકડ કરીને રેપની કલમો હેઠળ કેસ પણ નોંધી લીધો છે. ત્યારબાદ આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. આરોપી હાલમાં જેલમાં બંધ છે. માહિતી મુજબ આ સમગ્ર કેસ ઈન્ડિયન એરફોર્સ કૉલેજ ઈન રેડફીલ્ડ્ઝનો છે જ્યાં ૨ સપ્તાહ પહેલા એક મહિલા અ...

ખેડૂતોના ભારત બંધને મિશ્ન પ્રતિસાદ અનેક રાષ્ટ્રીય-રાજ્ય ધોરીમાર્ગો બંધ

28/09/2021 00:09 AM

ત્રણેય કૃષિ કાયદાના વિરોધમાં સંયુક્ત કિસાન મોરચના નેતૃત્વમાં ૪૦થી વધુ ખેડૂત સંગઠનો દ્વારા આજે આપવામાં આવેલા ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. આ બંધની અસર દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખાસ કરીને જોવા મળી હતી. તદુપરાંત હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ કેટલાક સ્થળોએ તેની અસર જોવા મળી હતી. પ્રદર્શનકારીઓએ અનેક સ્થળોએ હાઇવે અને મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ...

ચીનની દરેક ચાલ પર ભારતની નજર સરહદ પર M-૭૭૭ તોપો તૈયાર

28/09/2021 00:09 AM

પૂર્વી લદ્દાખમાં એલએસી પર ચીન સાથે તણાવ પછી ભારતીય સેનાની તૈનાતીમાં ઘણો ફેરફાર કરવામાં આવ્યો છે. વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય સેનાએ M-૭૭૭ હોવિત્ઝર બંદૂક (તોપ) તૈનાત કરી દીધી છે. અમેરિકામાંથી M-૭૭૭ની કુલ ૭ રેજિમેન્ટની રચના કરવામાં આવનાર છે. ત્રણ રેજિમેન્ટ બની ગઇ છે અને ચોથી રેજિમેન્ટ રચવાની પ્રક્રિયામાં છે. પરંતુ પૂર્વી લદ્દાખમાં હજુ પણ મહત્તમ સ્વદેશી ૧૦ એમએમ કૈલિબ...

વડાપ્રધાન મોદી દ્વારા આયુષ્માન ભારત ડિઝિટલ મિશન લોન્ચ

28/09/2021 00:09 AM

સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ભારત દ્વારા વધુ એક મહત્વનું પગલુ ભરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત ડિઝિટલ મિશનને લૉન્ચ કર્યુ છે. આ યોજના હેઠળ દેશના દરેક નાગરિકની હેલ્થ આઇડી તૈયાર કરવામાં આવશે....

પીઆઇએલ દાખલ કરનારાઓ પહેલા હોમવર્ક કરે : સુપ્રીમ

28/09/2021 00:09 AM

દરેક મામલે પીઆઇએલને લઇને સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવનારાઓને સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેઓ મામલાનું હોમવર્ક અવશ્ય કરે અને દરેક વસ્તુની માંગ કરી ન શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઇ પણ નીતિને લઇને અરજી દાખલ કરનારાઓ પર તેમાં કમી જણાવવી જનહિત અરજદારોનું દાયિત્વ છે. અરજીમાં કેટલાક આંકડા અને ઉદાહરણ પણ હોવા જોઇએ. અરજદાર દરેક વાત અદાલત પર છોડી ન શકે....

NEET-SS : અભ્યાસક્રમમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરતાં કોર્ટની કેન્દ્રને ફિટકાર

28/09/2021 00:09 AM

સુપ્રીમ કોર્ટે નીટ એસએસ પરીક્ષાના અભ્યાસક્રમમાં છેલ્લી ઘડીએ કરેલ ફેરફાર બાબતે કડક વલણ અપનાવ્યું છે. કેન્દ્ર સરકારને ફિટકાર લગાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે યુવાન ડોકટરોને સત્તાના ખેલમાં ફૂટબોલ ન બનાવશો....

પશ્ચિમ બંગાળ ભવાનીપુર પેટા ચૂંટણીમાં પ્રચારના છેલ્લા દિવસે હિંસા

28/09/2021 00:09 AM

ભવાનીપુરની પેટા ચૂંટણી માટે આજે ચૂંટણી પ્રચારનો છેલ્લો દિવસ છે. આજે કલકત્તામાં ભારતીય જનતા પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઝપાઝપી થઇ. ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ સાથે કથિત રીતે ધક્કા-મૂક્કી પણ કરવામાં આવી. જાદુબાબુ બજારમાં ભાજપની રેલીમાં થયેલ આ ઘટના પછી ભાજપે બંગાળની સરકારની તુલના તાલિબાન શાસન સાથે કરી. ટીએમસીના કાર્યકર્તાઓએ ' દિલીપ ઘોષ પાછા જાવ'ના નારા...

ઓડિશા અને આંધ્રના તટ વિસ્તારોમાં ચક્રવાતી તોફાન 'ગુલાબ' ત્રાટકયું

27/09/2021 00:09 AM

છેલ્લા ર૪ કલાક ઉપરાંતના સમયથી જેની આશંકા સેવાતી હતી તે ચક્રવાતી તોફાન ગુલાબ આજે સાંજે સાતેક વાગ્યે આંધ્ર પ્રદેશના તટ પ્રદેશને ટકરાયું હતુ. સાથોસાથ આંધ્રના શ્રીકાકુલમમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદના કારણે જનજીવનને ભારે અસર પહોંચી છે....

દેશને એસબીઆઈ જેવી ચારથી પાંચ બેંકોની જરૂર : સીતારમન

27/09/2021 00:09 AM

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમને કહ્યું કે દેશના ઘણા જિલ્લામાં બેક્નિંગ સુવિધાનો અભાવ છે. તેમણે રવિવાર ઈન્ડિયન બેન્ક એસોસિએશન (ૈંમ્છ) ના એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે જે જિલ્લામાં આર્થિક ગતિવિધિનું સ્તર ખુબ ઊંચુ છે, પરંતુ બેન્કિંગની ઉપસ્થિતિ ઓછી છે....

યુપી : યોગી કેબિનેટમાં સામેલ થયા નવા ચહેરાઓ

27/09/2021 00:09 AM

ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આજે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કર્યુ છે. ઉત્તર પ્રદેશ સરકારમાં નવા ૭ મંત્રીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં એક કેબિનેટ અને છ રાજ્ય મંત્રી છે. રાજ્યપાલ આનંદીબહેન પટેલે રાજભવનના ગાંધી સભાગારમાં નવા મંત્રીઓને શપથ અપાવ્યા છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદને કેબિનેટ મંત્રી બનાવવામાં ...