Sardar Gurjari

મંગળવાર, તા. ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૧, ભાદરવા વદ ૭, વિ.સં. ૨૦૭૭, વર્ષ - ૨૧, અંક-૧૦૧

મુખ્ય સમાચાર :

બલૂચ લિબરેશન ફ્રન્ટ દ્વારા પાકિસ્તાનમાં ઝીણાની પ્રતિમા બોમ્બથી ઊડાવી દેવાઈ

28/09/2021 00:09 AM

બલૂચ વિદ્રોહીઓએ પાકિસ્તાનના ગ્વાદર શહેરમાં રવિવારે બોમ્બ વડે હુમલો કરીને પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમાને નષ્ટ કરી દીધી હતી. પ્રતિબંધિત બલૂચ લિબરેશન ફ્રન્ટે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. સુરક્ષિત ક્ષેત્ર ગણાતા મરીન ડ્રાઈવ ખાતે જૂન મહિનામાં સ્થાપિત કરવામાં આવેલી પ્રતિમાને રવિવારે સવારે બલૂચ વિદ્રોહીઓએ વિસ્ફોટકો વડે ઉડાવી દીધી હતી. જાણવા મળ્યા મુજબ આ વિસ્ફોટમાં...

ધરતીથી આકાશ સુધી સહકાર આપશે ક્વાડ દેશો

27/09/2021 00:09 AM

કવાડની બેઠકમાં ચાર મૈત્રીપૂર્ણ દેશોએ ઇન્ડો-પેસેફિકમાં મજબૂત ઇન્ફ્રાસ્ટ્રકચર, નવી ઉભરતી ટેકનોલોજીમાં સહયોગ, વેપારમાં જરૂરી સપ્લાય ચેઇન સુધી સહકાર માટે બહુપક્ષીય રોડમેપ તૈયાર કર્યો છે. જેમાં પૂર્વ અને દિક્ષણ ચીન સાગરમાં નિયમ આધારિત વ્યવસ્થાની હિમાયત કરતી વખતે નાના ટાપુ દેશોને સહકારનું વચન આપીને ચીનને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે. તે જ સમયે, પાકિસ્તાનને આતંકવાદી ભંડોળ અને સરહદ પા...

૧૫ વર્ષ પહેલા કહ્યું હતું, ૨૦૨૦ સુધી ભારત-અમેરિકા સૌથી નજીક હશે : જો બાઈડન

25/09/2021 00:09 AM

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે અમેરિકિ રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે દ્વિપ-ાીય મુલાકાત માટે વ્હાઈટ હાઉસ પહોચ્યા હતા. જ્યા બન્ને વચ્ચે ઓવલ ઓફિસમાં બેઠક થઈ હતી. વાતચીત દરમ્યાન બાઈડને મોદીના વખાણ કર્યા અને કહ્યું કે, તમારું સ્વાગત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી. અમે તમને ઘણા સમયથી ઓળખીએ છીએ. મને આનંદ થયો છે કે, નરેન્દ્ર મોદી વ્હાઈટ હાઉસ આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે, ...

ભારત અને જાપાન વચ્ચે મજબૂત મિત્રતા વિશ્વ માટે સારા સંકેત: વડાપ્રધાન મોદી

25/09/2021 00:09 AM

પીએમ મોદીએ સુગા સાથે ટેલિફોનિક વાતચીત કરી અને ઉચ્ચ તકનીક, કૌશલ્ય વિકાસ અને કોવિડ -૧૯ રોગચાળા સામે લડવા સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકારની ચર્ચા કરી હતી. પીએમ મોદી ઉપરાંત, જાપાનના પીએમ સુગા અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન પણ ૨૪ સપ્ટેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન દ્વારા આયોજિત સમિટમાં ભાગ લેશે....

અમેરિકા : નરેન્દ્ર મોદીની ટોચની કંપનીઓના CEO સાથે મુલાકાત

24/09/2021 00:09 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની પોતાની ટૂંકી મુલાકાત માટે પહોંચી ગયા છે. આજે પોતાની યાત્રાના પ્રથમ દિવસે વડાપ્રધાન અલગ-અલગ ક્ષેત્રની પાંચ અગ્રણી કંપનીઓના સીઇઓને મળ્યા હતાં. આ દરમિયાન તેમણે ભારતમાં ઉપલબ્ધ આર્થિક તકો અંગે જણાવ્યું. વડાપ્રધાન મોદી બુધવારે અમેરિકાની સત્તાવાર યાત્રા પર પહોંચ્યા હતાં. પોતાની યાત્રા દરમિયાન તેઓ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ...

વડાપ્રધાન મોદીનું વોશિંગ્ટન પહોંચતા ભવ્ય સ્વાગત કરાયું

24/09/2021 00:09 AM

અફઘાનિસ્તાનમાં તાજેતરના વિકાસ, કોરોના સંકટ, રસીકરણ સહિત તમામ મુદ્દાઓ પર ભારતની ભૂમિકા ખૂબ મહત્વની છે, જેની વૈશ્વિક અસર છે. આવી સ્થિતિમાં વિશ્વની નજર પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન યોજાનારી તમામ બેઠકો પર છે. પોતાની ત્રણ દિવસની મુલાકાતે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હશે. આ સિવાય પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ...

બ્રિટીશની ૭ કંપનીએ નાદારી નોંધાવતા લાખો ઘરોમાં ગેસ પુરવઠો બંધ

24/09/2021 00:09 AM

બ્રીટીશની ૭ કંપનીએ નાદારી નોંધાવતા લાખો ઘરોમાં ગેસ પુરવઠો બંધ થઈ જવા પામ્યો છે. બિઝનેસ, એનર્જી અને ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રેટેજી સિલેક્ટ કમિટીના સાંસદ જોનાથન બ્રીયર્લીએ આ અંગે કશું કહેવાનો ઇન્કાર કર્યો હતો, છતાં ઉમેર્યુ હતું કે અમને લાગે છે કે મોટી સંખ્યામાં ગ્રાહકો પર અસર થઈ શકે છે. તેમણે ચેતવણી આપી હતી કે આ કટોકટી કામચલાઉ નથી. હાલમાં ૪૯ ગેસ કંપનીઓ છે....

દોઢ વર્ષમાં એક ઇરાનીએ ૫ દેશોમાં ૧ હજાર કિલોથી વધુનું ડ્રગ્સ સપ્લાય કર્યું

24/09/2021 00:09 AM

ગુજરાત એટીએસ દ્વારા દરિયાઇ સીમામાંથી ૧૫૦ કરોડના ડ્રગ્સ સાથે પકડાયેલા ૭ ઇરાનીઓની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે. ઇબ્રાહીમ બક્ષી નામના પકડાયેલા આરોપીએ અલગ અલગ પાંચ દેશોમાં હેરોઇન સપ્લાય કર્યું હોવાનું સામે આવ્યું છે....

અફઘાનિસ્તાન: તાલિબાન પર ૩ હુમલામાં પાંચના મોત, ૩ ઘાયલ

23/09/2021 00:09 AM

અફઘાનિસ્તાનમાં આજે તાલિબાની લડવૈયાઓના વાહનો પર કરવામાં આવેલા ૩ હુમલામાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. મળતી માહિતી અનુસાર મૃતકોમાં બે લડવૈયાઓ અને ૩ સામાન્ય નાગરિકો સામેલ છે. ગત મહિને અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ તેના લડાકુઓ પર હુમલા વધતા જઇ રહ્યાં છે. છેલ્લા એક સપ્તાહમાં તાલિબાન પર કરાયેલો આ ચોથો હુમલો છે....

IPL પર ફરી એક વખત કોરોનાનો ખતરો સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડી કોરોના પોઝિટિવ

23/09/2021 00:09 AM

આઇપીએલની આ સિઝનની શરૃઆતમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા હતા, ત્યારે આ સિઝન ભારતમાં રમાઇ રહી હતી અને પછી તેને અદ્ધવચ્ચે બંધ કરાઇ હતી. એક લાંબા અંતર બાદ સિઝનને પૂર્ણ કરવા માટે યૂએઇમાં ૧૯ સપ્ટેમ્બરથી જ આઇપીએલના બીજો તબક્કો શરૃ કરાયો છે. હવે બે દિવસ બાદ ફરીથી કોરોનાના કેસ સામે આવ્યા છે.લાંબા સમય બાદ યૂએઇમાં શરૃ થયેલ આઇપીએલ ૨૦૨૧ના બીજા તબક્કાની મેચ પર પણ કોરોના મહામારીના કાળા વાદળો ઘે...