Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

મેકિસકો : છ દસકાથી શોરૂમમાં કેદ ખૂબસુરત દુલ્હન

26/04/2021 00:04

વિશ્વમાં અનેક પ્રકારના અજબગજબ રહસ્યો જોવા મળે છે. જે પૈકી અનેકની સત્યતા ઉપર પણ વિશ્વાસ કરવો મુશ્કેલ બને છે. મેક્સિકોની એક દુકાનમાં છેલ્લા ૮ દસકા એટલે કે એંસી વર્ષથી એક દુલ્હન (નવવધૂ)ની મૂર્તિ કેદ છે. આ મૂર્તિ પર મીણનું પડ એટલી સાવધાનીથી ચઢાવવામાં આવ્યું છે કે પહેલી નજરે મૂર્તિ જીવતી જાગતી નવવધૂ જ લાગે. પરંતુ આ મૂર્તિ પાછળની વાસ્તવિકતા ડરામણી છે....

જાપાનમાં એક વિદ્યાર્થિની માટે દરરોજ આવે છે ટ્રેન

26/04/2021 00:04

ભારતમાં ખાસ કરીને શહેરી વિસ્તારના બાળકો રિક્ષા કે સ્કૂલબસ દ્વારા શાળાએ પહોંચે છે. જો કે બાળક પાંચેક મિનિટ લેટ પહોંચે તો રિક્ષા કે બસ તેને લીધા વગર જ ઉપડી જતા હોય છે. પરંતુ જાપાનની આ ઘટના દરેક વ્યક્તિને વિચારવા મજબૂર બનાવે છે. અહીં એક સ્થળે એકમાત્ર બાળકીને શાળાએ પહોંચાડવા અને પરત લાવવા માટે આખેઆખી ટ્રેન દોડાવવામાં આવે છે. આ ટ્રેનમાં નાની વિદ્યાર્થિની સિવાય અન્ય કોઇ મુસાફર હોતું ...

મેઘાલય : અહીં લગ્નમાં નવવધૂને નહીં પરંતુ વરરાજાને અપાય છે વિદાય

26/04/2021 00:04

ભારત વિવિધતાઓ સભર દેશ છે. અહીં દરેક ધર્મ અને જાતિના લોકો વસવાટ કરે છે. દરેક ધર્મની અલગ અલગ સંસ્કૃતિ હોય છે. ઉપરાંત વેશભૂષા, ખાણીપીણી અને માન્યતાઓ પણ અન્યથી અલગ હોય છે. જો કે ભારતમાં વસતી એક જનજાતિમાં લગ્ન સમયે નવવધૂની નહીં પરંતુ વરરાજાને વિદાય આપવામાં આવે છે. જેથી વરરાજાને નવવધૂના એટલે કે પોતાની સાસરીમાં રહેવા જવું પડે છે....

મહિલાઓના શર્ટના બટન જમણી બાજુ કેમ હોય છે?

26/04/2021 00:04

મહિલાઓ અને પુરૂષોના શર્ટના બટન અલગ અલગ બાજુએ હોવા પાછળના કારણ અંગે તમે કયારેય વિચાર્યુ છે? વાસ્તવમાં મહિલાઓના શર્ટના બટન જમણી તરફે અને પુરૂષોના ડાબી તરફે હોય છે. શર્ટના અલગ અલગ બટન અંગે સદીઓની પરંપરા સાથેનો તર્ક પણ આપવામાં આવે છે. કહેવાય છે કે અગાઉ પુરૂષ સ્વયં કપડાં પહેરતો હતો જયારે મહિલાઓને અન્ય મહિલા કપડાં પહેરાવતી હતી અને મોટાભાગે જમણા હાથથી કામ કરતી હતી. આ કારણથી પુરુષ અને...

સંગીતકાર રોશન સાથે મહંમદ રફી તથા મુકેશના ગીતો!

25/04/2021 00:04

સંગીતકાર રોશનની ઓળખાણ અગર આજે હાલની જનરેશનને આપવી હોય તો રિતીક રોશનના દાદા તરીકે અને તે અગાઉની પેઢીને રાકેશ રોશનના પિતાજી તરીકે આપીએ તો ઝડપથી તે નામ રડારમાં આવે. પરંતુ, એક સ્વતંત્ર સંગીતકાર કે જેમણે કોઇ ખાસ મોટા એક્ટરોની ફિલ્મો ના કરી હોય અને છતાં પોતાની આગવી છાંટવાળાં એકે એક્થી ચઢીયાતાં ગીતો આપ્યાં હોય એ સમજાવવા મુકેશનાં "બહારોંને મેરા ચમન લૂટાકર ખિજાં કો યે ઇલ્જામ ક્યૂં દે દ...

જરીક અમથું ચૂક્યા અને...

25/04/2021 00:04

લાંબા ગાળાની એકધારી સફળતા અને નામના મેળવ્યા પછી ‘આઈ એમ ધ બેસ્ટ’ નાં મોડ અને મૂડમાં આવી જવાથી દૂરંદેશી ઘટી જાય છે. તમે જે કંઈ પણ કરો એ તમારા બ્રાન્ડ-નેઈમથી ચાલી જાય ત્યાર પછી કંઈક નવું ઓળખવાની, કંઈક નવું ચીતરવાની તાલાવેલી જો નામશેષ થતી ચાલે તો બ્રાન્ડ-નેઈમમાંથી નેઈમ ભૂંસાવા માંડે છે અને બ્રાન્ડ ભૂલાવા માંડે છે. નવું-નવું વિચારતા રહેવાની એક ક્રિએટીવ ભૂખ તમને સતત જીવંત રાખે છે; પર...

ગુજરાતીમાં ઉચ્ચારણ અને લેખન વચ્ચેના થોડા ભેદો

25/04/2021 00:04

ગુજરાતી ભાષા અક્ષર કાલિક ભાષા છે. તેનો ઉચ્ચારણોમાં અક્ષરોનો ભાર અને કૂખ અનુસાર જે પ્રતિબલ જન્મે છે તેનાથી જે તે ધ્વનિ (સ્વર) હશ્વ અને દીર્ઘ ઉચ્ચારાય છે. આવી ફોનેટિક જાગૃતિને કારણે ગુજરાતી ભાષક ઉચ્ચારણ પ્રમાણે લેખન અને લેખન પ્રમાણે ઉચ્ચારણ કરવાને ટેવાયો છે. દા.ત. અંગ્રેજીમાં જેનો ઉચ્ચાર પ્રફેસ અર (ડચ્ર્ગ્ંર્જ્જ્ગ્ચ્) તેનો ઉચ્ચાર ગુજરાતીમાં પ્રોફેસર કરે છે. કારણ ? ગુજરાતી ભાષક (...

બ્રિટન : આંખે દેખાતું ન હોવા છતાંયે સાત કલાકમાં દિવ્યાંગે કર્યુ ખતરનાક પર્વત પર ચઢાણ

19/04/2021 00:04

કોઇપણ પર્વત પર ચઢાણ કરવું તે પર્વતારોહકો માટે ખાસ્સી મુશ્કેલ બાબત હોય છે. આ દરમ્યાન નાનકડી ભૂલ પણ જીવલેણ બની શકે છે. ભૂતકાળમાં પણ પર્વત ચઢાણ દરમ્યાન ગફલતના કારણે અનેક પર્વતારોહકોએ જીવ ગૂમાવ્યા હતા. છતાંયે સાહસિકો પર્વત ચઢાણ માટે તત્પર હોય છે. પરંતુ જે વ્યક્તિની આંખે દેખાતું ન હોય તે પર્વતારોહણ કરી શકે? આ વાતનો જવાબ મોટાભાગે ના હોય છે. પરંતુ બ્રિટનના જેસી ડફટન નામના વ્યક્તિને આ...

લેન્ડીંગના થોડા સમય અગાઉ આકાશમાં ગાયબ થયેલ ઇજીપ્ત એરલાઇન્સના વિમાનનો આજદિન સુધી અત્તોપત્તો નહીં!

19/04/2021 00:04

દુનિયામાં કયારેક બનતી વિચિત્ર ઘટનાઓ પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ બની જાય છે. વર્ષ ર૦૧૬માં આવી ઘટના બની હતી. જયારે ઇજીપ્ત એરલાઇન્સનું વિમાન આકાશમાં જ ગાયબ થઇ ગયું હતું. આ વિમાન લેન્ડ થવાની વીસ મિનિટ પહેલાં જ ગાયબ થયું હતું. આજદિન સુધી આ વિમાન અંગે કોઇ જાણકારી મળી શકી નથી....

કેરલ : આ મંદિરમાં અભિષેક કર્યા બાદ દૂધનો રંગ બદલાઇને થઇ જાય છે ભૂરો

19/04/2021 00:04

કેરળમાં કેતુ ગ્રહને સમર્પિત મંદિર કીજાપેરુમપલ્લમ ગામમાં આવેલું છે. આ મંદિરની ખાસ વાત એ છે કે અહીંયા દૂધનો અભિષેક કર્યા બાદ તેનો રંગ ભૂરો બની જાય છે. આ સ્થળને કેતિ સ્થળ પણ કહેવામાં આવે છે. કાવેરી નદીના તટ પર આવેલ આ મંદિરના અનેક રહસ્ય છે. આથી અનેકો આસ્થાળુઓ માટે આ સ્થળ પાવનકારી તીર્થ સમાન છે. જો કે આ મંદિર કેતુ ગ્રહને સમર્પિત છે પરંતુ મંદિરના મુખ્ય ભગવાન શિવ છે. આથી મંદિરને નાગના...