Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :

અંતર્દૃષ્ટિ-બ્રહ્મબળ

17/08/2022 00:08 Send-Mail

જ્યારે વ્યક્તિ કોઈ કાર્ય કરવા નીકળે છે તો તેના મન-હૃદયમાં વારંવાર વિચાર-ભાવ ઊઠે છે કે તે કાર્ય કરે કે નહીં, તેનાથી થશે કે નહીં અને પરિણામ પણ સફળતા અને અસફળતા રૂપે સામે આવે છે. કોઈ કાર્યને કરવા માટે બળની આવશ્યકતા પડે છે. તેના વિના તેને ગતિ આપવી સંભવ નથી. કેટલીય વાર કોઈ કાર્ય કરતી વખતે વિવિધ પ્રકારના સંકટ તેમાં અડચણ બનીને ઊભા થઈ જાય છે. એવામાં કોઈ વ્યક્તિ એ કાર્યને અધવચ્ચે જ છોડી દે છે. પરિણામે તેને અસફળતા હાથ લાગે છે. અસફળતા એ સાબિત કરે છે કે અમુક કાર્યને પૂરતા મનોયોગથી નથી કરવામાં આવ્યું. મનોયોગનો મતલબ થાય છે - તન, મન અને હૃદયથી સમર્પિત થઈને કોઈ કાર્ય કરવું. કોઈ કાર્યમાં સફળ થવા માટે વ્યક્તિમાં માનસિક સંતુલન, વિશ્વાસ, જિજ્ઞાસા, લગન, સંઘર્ષ કરવાની ક્ષમતા અને તન્મયતા જેવા ગુણોનું હોવું જરૂરી છે. તેની પ્રાપ્તિ આત્મબળથી થાય છે.
આત્મબળની પ્રાપ્તિ માટે ઈશ્વરના સાન્નિધ્યમાં જવું પડે છે. સાન્નિધ્ય મેળવવા માટે ઈશ્વરનો વિશ્વાસ જરૂરી છે. વિશ્વાસ મેળવવા માટે તપ-સાધના કરવી પડે છે. આત્મબળમાં જોકે ઈશ્વરની શક્તિ સમાયેલી હોય છે, તેથી તેન બ્રહ્મબળ પણ કહેવામાં આવે છે. આત્મબળથી સંપન્ન મનીષિ માટે કોઈ કાર્ય અસંભવ નથી રહેતી. તેનું કોઈ કાર્ય અધવચ્ચે નથી અટકતું. જ્યારે શરીરબળ અને મનોબળ તૂટી જાય છે તો એ સમયે આત્મબળ સહારો આપે છે. આત્મબળથી યુક્ત વ્યક્તિ ક્યારેય હતાશ-નિરાશ નથી થતો. તેના મન-હૃદયમાં આસ્થા, ઉલ્લાસ, ઉમંગ, વિશ્વાસ, આશા, ભરોસો અને આશાનાં કિરણો ફૂટતાં રહે છે. તેનાથી મન-હૃદયને સાંત્વના મળતી રહે છે. ફળસ્વરૂપ તેનાથી જીવન ઉલ્લાસ બની રહે છે. જીવન એક યુદ્ઘક્ષેત્ર છે. કર્મયોદ્ઘા બનવું જ માનવતા છે, જેમાં પ્રતિક્ષણ નિજના દુર્ગુણો સામે લડવાનું છે. એમાં આત્મબળનું હથિયાર લઈને સંઘર્ષરત રહેવાથી સફળતા અવશ્ય મળે છે.