Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :

કાશ્મીરની સમસ્યા

18/08/2022 00:08 Send-Mail

આતંકીઓ ફરી એક વાર કાશ્મીરી હિંદુઓને નિશાનો બનાવવામાં સફળ રહ્યા, તે ખેદજનક વાત છે. આ વખતે તેમણે શોપિયાંના એક ગામમાં સફરજનની વાડીમાં કામ કરી રહેલા બે કાશ્મીરી હિંદુ ભાઈઓ પર ગોળીઓ વરસાવી, જેમાંથી એકનું મોત થઈ ગયું અને બીજો હોસ્પિટલમાં જિંદગી સામે ઝઝૂમી રહ્યો છે. આ પહેલાં એપ્રિલમાં આ જ ગામમાં એક કાશ્મીરી હિંદુને ગોળી મારીને ઘાયલ કરી દેવાયો હતો. એ ઠીક નથી કે ઘાટીમાં રહી રહીને કાશ્મીરી હિંદુઓ અને શીખોને નિશાન બનાવવામાં આવતા રહે. જો આ સિલસિલો રોકવામાં નહીં આવે તો કાશ્મીરમાં વધ્યા-ઘટ્યા હિંદુઓ અને શીખોને એ ભરોસો અપાવવો કઠિન થતું જશે કે તેઓ ત્યાં સુરિક્ષત છે. જો આ પ્રકારની ઘટનાઓ અટકી નહીં તો કાશ્મીરી હિંદુઓને ફરીથી ઘાટીમાં વસાવવાનું લ-ય પણ પૂરું થવાનું નથી. એ સાચું કે જે આતંકી આ પ્રકારની ઘટનાઓને અંજામ આપે છે, તેમને વહેલા મોડા ઠેકાણે પાડી જ દેવાય છે, પરંતુ પ્રશ્ન એ છે કે શું તેનાથી ડરના ઓછાયા હેઠળ જીવી રહેલા કાશ્મીરી હિંદુ પોતાની સુરક્ષાની ચિંતાથી મુક્ત થઈ શકે છે? તેની પણ અવગણના ન કરી શકાય કે કાશ્મીરમાં સક્રિય આતંકી બિનકાશ્મીરીઓને પણ નિશાનો બનાવી રહ્યા છે. હાલમાં જ ગયા અઠવાડિયે આતંકીઓએ બિહારના એક મજૂરને ગોળી મારી દીધી હતી, જેનું હોસ્પિટલમાં મોત થઈ ગયું.
એ પણ ઓછું ખતરનાક નથી કે આતંકીઓ જે રીતે વારે-તહેવારે કાશ્મીરી હિંદુઓ-શીખો અને બિનકાશ્મીરીઓને નિશાનો બનાવતા રહે છે, એ જ રીતે પોલીસ અને સુરક્ષા દળોના જવાનોને પણ. એ સાચું કે આતંકીઓના માર્યા જવાનો સિલસિલો યથાવત છે અને દર અઠવાડિયે બે-ચાર આતંકીઓ માર્યા જાય છે, પરંતુ એ માનવાનાં ઘણાં કારણો છે કે નિત-નવા આતંકીઓ પણ પેદા થતા રહે છે. એ પણ કોઈથી છૂપું નથી કે સીમા પારથી આતંકીઓની ઘૂસણખોરી પણ ચાલુ છે. સ્પષ્ટ છે કે આ બંને મોરચા પર કામ કરવાની સખત જરૂરિયાત છે. એના કારણોનાં મૂળિયાં સુધી જવું પડશે, જેને કારણે કાશ્મીરી યુવા હજુ પણ હથિયાર ઉઠાવીને આતંકી બનતા જાય છે, બલ્કે એ પણ જોવું પડશે કે તેમને ભરમાવવા અને પ્રશિક્ષણ આપવાનું કામ કોણ કરી રહ્યું છે? શું તેઓ પહેલાંની જેમ જ આતંકી પ્રશિક્ષણ લેવા માટે પાકિસ્તાનમાં જવા સમર્થ છે? આ સવાલોનો જવાબ મળવો જ જોઇએ. તેની સાથે જ એના પણ પ્રયાસ કરવા પડશે કે સીમા પારથી આતંકીઓની ઘૂસણખોરી સંપૂર્ણ રીતે બંધ થાય. જો સીમા પાર એટલે કે પાકિસ્તાનમાં આતંકીઓને પ્રશિિક્ષત કરવા અને પછી તેમની કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવવાનું કામ ચાલુ રહે છે, તો પછી ઘાટીમાં આતંકવાદ પર લગામ લગાવવું મુશ્કેલ જ રહેશે.