Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :

દેશને ખોખલો કરતો ભ્રષ્ટાચાર

18/08/2022 00:08 Send-Mail

કોઈપણ દેશની નૈતિકતા, માનવતા, કાર્યસંસ્કૃતિ, કર્મઠતા તથા જીવનની સાર્થકતા અને સંતુષ્ટિનો સ્રોત હોય છે શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા-જ્યાં આધુનિક સમયમાં ઔપચારિક રીતે અધ્યાપકોને પ્રશિિક્ષત કરવામાં આવે છે. આ સંસ્થાઓમાં અને ત્યારબાદ સ્કૂલોમાં અધ્યાપકોની નિયુક્તિ એક નૈતિક કર્તવ્ય રૂપે પૂરી કરવી જોઇએ. દેશ જાણે છે કે મોટા સ્તર પર એવું નથી થઈ રહ્યું. બંગાળમાં શિક્ષક નિયુક્તિમાં ગરબડનું ઉદાહરણ તો ફક્ત ઝાંખી માત્ર છે. આ ગરબડ દેશને વિચલિત કરવા અને હચમચાવવા માટે પૂરતી છે. ધ્યાન રહે કે આ પ્રકારની ગરબડ અન્ય રાજ્યોમાં પણ થતી રહી છે. એક પણ અધ્યાપકની અનૈતિક નિયુક્તિ દેશની ભાવિ પેઢી પ્રત્યે અન્યાય છે. અધ્યાપકોની નિયુક્તિમાં ગરબડને એક રીતે દેશદ્રોહની સંજ્ઞા આપવી જોઇએ. કારણ કે એ અધ્યાપક જ છે, જે પ્રજાતંત્ર અન તેના મૂલ્યોથી ભાવિ પેઢીને પરિચિત કરાવે છે. એ જ એવા સજાગ અને સતર્ક નાગરિક તૈયાર કરે છે જે મૂલ્ય આધારિત જીવન જીવી શકે અને અન્યાયનો પ્રતિરોધ કરવામાં ક્યારેય પાછળ ન રહે.
આઝાદીના અમૃત મહોત્સવ મનાવવાની સાથે આજે જ્યારે દેશ એક નવા કાળખંડમાં પ્રવેશ કરી રહ્યો છે અને એક વિકસિત રાષ્ટ્ર બનવાના પોતાના લ-યને નિહાળી રહ્યો છે, ત્યારે આપણે ભારતના ભવિષ્યનું નિર્માણ કરી રહેલી સ્કૂલો અને યુનિવર્સિટીઓના અધ્યાપકો પ્રત્યે સમાજ તથા સરકારમાં આદર અને સન્માનની સ્થિતિ પર પણ વાત કરવી જોઇએ. સ્વતંત્રતા બાદ ભારતની શિક્ષણ વ્યવસ્થાની ઉપલબ્ધિઓ અદ્વિતીય છે. ભારતની આઝાદીની આસપાસ લગભગ સોથી વધુ દેશો સ્વતંત્ર થયા. તેમાં ભારતે સૌથી વધુ હાડમારી અને કઠિન પરિસ્થિતિઓ વેઠી, છતાં પ્રગતિમાં તેનાથી આગળ છે. ૧૯૫૦માં ૧૮ ટકા સાક્ષરતા, ૨૩ યુનિવર્સિટી, ૭૦૦ અધ્યાપક અને ૧.૭૪ લાખ વિદ્યાર્થીઓવાળી ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા આજે એક હજારથી વધુ યુનિવર્સિટીઓ, ૧૫ લાખ પ્રાધ્યાપક એ ૩.૮૫ કરોડ નામાંકન સાથે આખા વિશ્વનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. ઓછાં સંસાધનો છતાં દેશના યુવાઓએ નાસા અને સિલિકોન વેલીમાં પોતાની છાપ છોડી છે. ભારત આજે પરમાણુ, અંતરિક્ષ વિજ્ઞાન સંબંધિત શોધ અને ઉપયોગ તથા સંચાર ટેકનિકના ક્ષેત્રમાં કોઈથી પાછળ નથી, ના કોઈના પર નિર્ભર છે. આ બધંન આપણા કર્મઠ શિક્ષકોની મહેનતથી સંભવ થયું છે.
ભારતના સુદૂર ગામડાંના અધ્યાપક પણ માને છેકે તેઓ એક દૈવી કાર્ય કરી રહ્યા છે, જેમાં સંસાધન અડચણ ન બની શકે. આ કેવી મુશ્કેલી છે કે આજે ભારત વિશ્વ પટલ પર સન્માનપૂર્ણ સ્થિતિમાં છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વમાં સૌથી પ્રશંસાપાત્ર નેતા છે, પરંતુ આ દેશમાં એક વર્ગ તેમના પ્રત્યે શાલીન ભાષાનો પ્રયોગ કરવાનું પણ ભૂલી ચૂક્યો છે. અશાલીનતાનો પરિચય આપનારા પોતાની સંસ્કારહીનતાનું જ દર્શન કરાવે છે. સત્તાથી જનતા દ્વારા હટાવવામાં આવી દીધેલા નેતાઓમાં નિરાશઆ અને હતાશા એ હદે પહોંચી ગઈ છે, તેનાં અગણિત ઉદાહરણો છે. આખરે હર ઘર તિરંગા જેવા અત્યંત ઉત્સાહવર્ધક વિચાર સુદ્ઘાંનો વિરોધ કરનારાઓને રાજકીય રૂપે અપરિપક્વ ન માનવામાં આવે તો શું માનવામાં આવે?
આજે અગણિત અધ્યાપકોની ચિંતા એ છે કે દેશની રાજનીતિમાં એક વર્ગ વિશેષમાં હતાશાને કારણે વધી રહેલી સ્તરહીનતા અને અશાલીનતા દેશનાં બાળકો અને યુવાઓ પર પણ નકારાત્મક પ્રભાવ પાડી રહી છે. એવો જ પ્રભાવ એ નેતાઓના આચરણનો પણ પડે છે, જેમણે ચૂંટાયા બાદ પોતાનું સમગ્ર ધ્યાન અને ક્ષમતા માત્ર અખૂટ ધનસંપત્તિ સંગ્રહ કરવામાં જ લગાવી દીધું. જોકે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવ્યા બાદ આગામી ૨૫ વર્ષ આપણા માટે બેહદ મહત્ત્વપૂર્ણ સાબિત થવાનાં છે, તેથી દેશને એવા લોકોથી અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી જેટલી જલ્દી સંભવ હોય, છૂટકારો મેળવવો જ પડશે. એવું કરવાથી જ આપણે વિકસિત દેશ બનવાના આપણા સપનાંને પૂરાં કરી શકીએ છીએ.
આ કાળખંડ મહાત્મા ગાંધી અને તેમના સમકાલીન સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા જીવવામાં આવેલાં મૂલ્યોને યાદ કરવાનો સમય છે. આ નેતાજી સુભાષચંદ્ર બોઝ અને ભગત સિંહ જેવા ક્રાંતિકારીઓનાં બલિદાનોથી પ્રેરણા લેવાનો પણ સમય છે. અંતિમ વ્યક્તિને હંમેશાં ધ્યાનમાં રાખવાની ગાંધીજીની અપેક્ષા તો તેમના વારસદારનો દમ ભરનારાઓએ ક્યારનીય ભૂલાવી દીધી હતી. આ જ કારણે જ્યારે અંતિમ પંક્તિના જીવનનો ખુદ અનુભવ કરનારા નરેન્દ્ર મોદીની સરકાર મકાન, શૌચાલય, ઉજ્જવલા જેવી યોજનાઓ લઈને આવી તો તેનો પણ વિક્ષુબ્ધ નેતાઓએ વિરોધ કર્યો. કેટલાંક રાજ્યોએ તેમને ત્યાં તે લાગુ કરવામાં ઢીલાશ રાખી તો કેટલાકે તેમને લાગુ કરવાનો ધરાર ઇનકાર જ કરી દીધો. વ્યક્તિગત અને પારિવારિક લાભ માટે જે નેતાઓએ પ્રજાતંત્રના મૂળ સિદ્ઘાંતને જ તિલાંજલી આપી દીધી છે અને કદાચરણના નવા માપદંડો સ્થાપિત કરતા જાય છે, દેશે તેમનાથી સાવધાન રહેવાનું છે.
વ્યવસ્થા અને જનતા પોતાનું કર્તવ્ય પૂરું કરે, પરંતુ દીર્ઘકાલીન વ્યવસ્થા તો દેશની પ્રાથમિક શાળાઓમાં બાળકો દ્વારા શીખવામાં આવેલી કાર્યસંસ્કૃતિ, સેવાભાવ તથા માનવીય મૂલ્યોને આત્મસાત કરવાથી જ સંભવ બનશે. દેશ તેના માટે પોતાના અધ્યાપકો પર વિશ્વાસ કરે અને અધઅયાપક દેશ માટે સમર્પણ ભાવથી કાર્ય કરે તો આખું વિશ્વ ભારતની સ્વ-અર્જિત ઉત્કૃષ્ટતાને આદર અને સન્માનની દૃષ્ટિથી જ જોશે. વાસ્તવમાં એ ગુરુકુળના ગુરુ જ હતા, જેમણે ભારતને વિશ્વગુરુ બનાવ્યું હતું. જો ભારત પુન: એ ઊંચાઈ સુધી પહોંચવા માંગે છે, જે સ્પષ્ટ પણ છે, તો તેણે ‘ગુરુ’ને એ જ પ્રતિષ્ઠા અને સન્માન આપવું પડશે, જે તેમનો અધિકાર છે.