Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :

મિથુન રાશિ : વૈચારિક દ્વંદ્વ અને ચંચળતા

18/08/2022 00:08 Send-Mail

હિંદુ પુરાણોમાં મિથુન રાશિનું વિશેષ રૂપથી વર્ણન કરવામાં આવ્યું છે. શિવપુરાણ અનુસાર સૃષ્ટિક્રમમાં ત્રિમૂર્તિની સ્થાપના પછી સૃષ્ટિકર્તાએ અવધિ (સમય) અને આકાશની રચના કરી, ત્યારપછી અનેક સાધક પુરુષોને સર્જન કરી પ્રજનનો આદેશ દીધો, પરંતુ એ દૈવીકુમારોએ આ આદેશને અપવિત્ર અને જડવત સમજીને પોતાને આ ક્રિયાથી અલગ રાખ્યા. તત્પશ્ચાત બ્રહ્મદેવ પોતે સ્વયંભૂ અને શતરૂપાના રૂપમાં વિભક્ત કર્યા. આ યુગલમૂર્તિના ફલસ્વરૂપ માનવી સૃષ્ટિક્રમનો પ્રારંભ થયો. શતરૂપા (બૃહદ્ સૃષ્ટિ)એ પોતાના સહ અને રૂપોમાં મનુની સાથે સંયોગ કર્યો. જેના ફલસ્વરૂપ સંપૂર્ણ સૃષ્ટિની રચના થઈ.
મિથુન રાશિના સર્વ સાંકેતિક ચિત્ર પણ બે માનવી પ્રાણીઓને વીણા તથા ગદ્યની સાથે પ્રદર્શિત કર્યા છે. સરસ્વતી દેવીને બ્રહ્માની પુત્રી અને સહગામિની માનવામાં આવે છે. વીણા, હંસ, પ્રકૃતિ, તરુ આ સર્વ આના યોનિનાં પ્રતિક છે. ગદા બ્રહ્મ વંશજનું પ્રતીક છે. જે પુરુષ અથવા પરમેશ્વરની બર્મશક્તિનું પ્રતીક કહેવાય છે. હિંદુ પુરાણોમાં મિથુન રાશિને પરમાત્માની સર્જન શૃંખલામાં શક્તિના ઐક્યરૂપમાં દેખાડેલાં છે. મિથુન રાશિમાં બંને જાતના વિચારપ્રવાહો અલગ અલગ પણ એક સાથે રહે છે. પરમ પ્રાણશક્તિ અર્થાત અગિjનો પ્રાણસ્રોત બહિર્મુખી શક્તિ, પુરુષત્વ, બ્રહ્મવિરાજ તથા ગદાથી ઇંગિત થાય છે. તથા વીણાથી દિવ્ય હંસ, સરસ્વતી વાણી આ બ્રહ્માંડીય અભિવ્યક્તિના કારકત્વ માનવામાં આવે છે.
ધ્રુવીકરણ :
ધ્રુવીકરણ મિથુન રાશિનું પ્રથમ લક્ષણ છે. મિથુન સંજ્ઞક તારામંડળનું પુરુષ અને સ્ત્રીના રૂપમાં અંકિત માનવામાં આવે છે. મિથુન રાશિ નિહિત દૈવી શક્તિ કાર્યક્ષમતાનું સર્જનાત્મક ઊગમ છે, જે આધ્યાત્મિક શિખર સુધી પહોંચાડવાની તાકાત અને જડવાદના સૌથી નિમ્ન સ્તર પર જવાને કાબેલ હોય છે. મિથુન રાશિના કાર્યક્ષેત્રની કોઈપણ સીમા નથી, એટલે જ મિથુન લગj જાતકની ઇચ્છા અને મહત્ત્વાકાંક્ષાની કોઈ તૃપ્તિ નથી.
વૈચારિક દ્વંદ્વ અને ચંચળતા કે અસ્થિરતા આ રાશિનાં પ્રમુખ લક્ષણ છે. સંતોષ, તૃષ્ટિ, સ્થિરતા તથા ધૈર્ય મિથુન જાતક માટે ક્યારેય સંભવ નથી. આ જાતકો મૃગતૃષ્ણાનો કાયમ અનુભવ કરતા હોય છે. આ જાતકો કલ્પના વિશ્વમાં વધારે રમતા હોય છે. વિરોધી સ્મૃતિ કે આકાંક્ષામાં ઉલઝાયેલા રહે છે. ફલસ્વરૂપ મિત્રોનો વિશ્વાસ રહેતો નથી. ભૌતિક લ-યપ્રાપ્તિ માટે આધ્યાત્મિક સાધન અપનાવે છે. આ જાતકો અભિનય પણ કરી જાણે છે. મનોવિજ્ઞાનના અભ્યાસી હોય છે.
આત્મકેન્દ્રીકરણ :
મિથુન રાશિમાં જન્મતા જાતકો આત્મકેનદ્રી હોય છે. આ ગુણ, જોકે આત્મિક ઉન્નતિ માટે ખૂબ જ લાભકારક છે. મિથુન રાશિને યમ અને યુગની સંજ્ઞા આપવામાં આવી છે. મિથુન લગj જાતકનું દુર્બોધ જીવન જ એમની આધ્યાત્મિક ઉન્નતિને સર્વોત્તમ ઉપલબ્ધ શિક્ષક છે. આ જાતકોની એક ખાસ વાત છે કે જીવનમાં હર એક ઘટના કંઈ વિશિષ્ટ અર્થ ધરાવતી જ બને છે, ઘટે છે.
ક્રિયાશીલ ચેતના :
આ રાશિના જાતકો આત્મનિષ્ઠ અને મનમાફક કારભાર માટે પ્રસિદ્ઘ હોય છે. કોઈપણ ઘટનાઓની છબિ મિથુન જાતકના મુખમંડળ ઉપર દેખાય નહીં પણ મન ઉપર બહુ જ ઘેરું પરિણામ અંકિત થાય છે. બુદ્ઘિ અને મન વધારે સમીપ હોય છે. મિથુન રાશિ કલા-કૌશલ્ય અને કવિતા સાથએ સંબંધિત છે. મિથુન જાતકો આસ્તિક હોવા છતાંય સાંસારિક સુખમાં પણ માને છે. સંક્ષેપમાં મિથુન રાશિ ધ્રુવીકરણનું ચિહ્ન છે. બીજાને મદદ કરવામાં માને. જોકે તેઓને સારી સુવિધા પ્રાપ્ત હોય તો એમનો દૃષ્ટિકોણ સીમિત તથા સંકીર્ણ હોય છે. મિથુન રાશિના જાતકો વધારે વિશ્વાસ મૂકે તો ક્યારેક કડવો અનુભવ પણ થાય. આ જાતકો લાગણીશીલ હોય છે પરંતુ વ્યક્ત ન કરતા હોય, અન્યની નજરમાં નિષ્ઠુર દેખાય છે. મિથુન રાશિ દૈવીશક્તિનું ભૌતિક સ્તર પર અવતીર્ણ થવાનું પ્રમુખ દ્વાર છે.
-જ્યોતિષ માર્ગદર્શન તેમજ વાસ્તુ સલાહ માટે સંપર્ક સેતુ - ૭૦૧૬૨ ૪૪૩૦૧
ગ્રહોના ગોચર પ્રમાણે જાતકની સ્થિતિ બદલાતી રહે છે. શુભ ગ્રહોની દૃષ્ટિ સારો સમય અને પાપ ગ્રહોની દૃષ્ટિ ખરાબ સમયનો અનુભવ કરાવે છે.

કલ્પેશ ભટ્ટ