Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :

અંતર્દૃષ્ટિ-સંબંધોનું મૂલ્ય

18/08/2022 00:08 Send-Mail

સંબંધ અમૂલ્ય હોય છે. તે જીવન સાથે જોડાયેલ પૂર્ણ તત્ત્વ છે. સંબંધોને ધનની અધિકતા સાથે કોઈ સંબંધ નથી. ધનનું મૂલ્ય હોય છે, સંબંધોનું નહીં. સંબંધોનો પાયો કરુણા અને સહયોગથી રચાય છે. બુદ્ઘિમાની સંબંધને પ્રગાઢ બનાવે છે, પરંતુ ચાલાકી તેનું અવમૂલ્યન કરે છે. ચેતવણી બાદ પણ પોતાના વ્યક્તિગત લાભ માટે કરવામાં આવેલ અસહયોગ ઘા કરે છે. સંબંધની પરીક્ષા વિપરીત સંજોગોમાં જ થાય છે. સંબંધમાં અતિથિ જરૂર પડ્યે શ્રીકૃષ્ણની માફક પત્તર ઉઠાવવા લાગે છે. અતિથિની મનમાની સંબંધો બગાડવાનું કાર્ય કરે છે. સેવા લેનાર જ્યારે સેવા આપવા લાગે ત્યારે સંબંધોને સંજીવની શક્તિ મળે છે. સંબંધના સંસ્કાર ફિક્કા પડવાથી પરિવારનો એક પણ સદસ્ય કોઈ આત્મીયને રોકવાનું જોખમ નથી ઉઠાવતું. અવસર ચૂકનારને સમય પણ માફ કરતો નથી.
સંબંધોમાં પરીક્ષા નથી લેવાતી, અચાનક પરીક્ષા થઈ જાય છે. ખતની-કરનીનું અંતર સંબંધો ઘટાડે છે. બીજાના સંકટમાં અસ્વસ્થતાનું બહાનું બનાવનાર પોતાના દરેક કાર્યમાં સ્વસ્થ રહીને સંબંધોની હરાજી કરે છે. વ્યસ્ત રહેવાનો પ્રપંચ સંબંધોમાં અંતર વધારે છે. દીર્ઘકાલથી કમાયેલા સંબંધો તાત્કાલિક અખૂટ ધનથી નથી ખરીદી શકાતા. કઠોર શ્રમથી પ્રાપ્ત પરસેવાની સંપત્તિ સદ્બુદ્ઘિ વધારીને સંબંધ વધારે છે. આંગળીઓ પર ગણાતા સંબંધો દુ:ખ જ આપે છે. માત્ર શબ્દ અને પ્રદર્શનનો સંબંધ ઘૃણાને જન્મ આપે છે. સંબંધ માટે સરળતા અને વિનમ્રતા વરદાન છે. સજ્જનતા સંબંધની પોષક છે. નિશ્ચલ સંબંધ દુર્લભ પ્રજાતિની ભાવના છે. સંબંધનો ઘડો બૂંદ-બૂંદથી ભરાય છે. તેને બનાવવામાં જીવન નાનું પડે છે, પરંતુ બગાડવામાં કોઈ માંગલિક કાર્ય વખતે કામ કરવાના સમયે પીઠ દેખાડવી પૂરતું થઈ પડે છે. ત્યાગ, સમર્પણ, પ્રેમ સંબંધના સ્તંભો છે. સમર્થ જ્યારે નિર્બળનો સાથ નથી આપતા તો સંબંધ તૂટે છે. સમય સંબંધનો પ્રાણ છે. આત્મીયતા વગર સંબંધ નથી બનતો. નૈતિકતા અને ઈમાનદારી સંબંધના એવાં તત્ત્વો છે જે વારંવાર ભૂલ કરવાના વમળમાંથી બચાવે છે. સંબંધ વૈભવની માફક દેખાતો નથી, તે યોગ્ય સમયે આગળ આવે છે.