Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :

અર્થનીતિથી રાજનીતિ

03/02/2023 00:02 Send-Mail

થોડા સમયમાં નવ રાજ્યોની આવી રહેલી ચૂંટણીઓ અને પછી આગામી વર્ષે લોકસભા ચૂંટણીઓ જોતાં એવી અટકળો હતી કે મોદી સરકાર વિકાસને બદલે લોકરંજક બજેટ બનાવશે. તેમાં રેવડીઓ પણ આપી શકે છે. પરંતુ વડાપ્રધાનનો વિચાર અટલ છે કે સમાવેશી અને કુશળ અર્થનીતિ પર રાજનીતિ કેન્દ્રિત હોવી જોઇએ. બજેટમાં ફરીથી એ જ વિશ્વાસ દેખાયો કે વિકાસની રાજનીતિ સ્થાયી પણ હોઇ શકે છે અને ચૂંટણી સફળતાનો આધાર પણ. ભાજપે પહેલાં જ બજેટના સારને પહોંચાડવાની રણનીતિ અપનાવી છે, જે અંતર્ગત અલગ-અલગ શહેરોમાં તેની વ્યાખ્યા કરવામાં આવશે અને પછી આખું તંત્ર એ કવાયતમાં લાગશે કે સરકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદો સુધી પહોંચે. કહેવાની જરૂર નથી કે પછી વિકાસ થાય જ. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું તો સ્પષ્ટ દેખાતું હતું કે સત્તાપક્ષ દ્વારા દર બીજી-ત્રીજી મિનિટે મેજ થપથપાવવામાં આવતી હતી અને વિપક્ષી દળોમાં શાંતિ હતી. બહાલ ભલે વિપક્ષે ગમે તે ટિપ્પણી કરી હોય, પરંતુ સંસદની અંદર લગભગ નેવું મિનિટ દરમ્યાન કોઈ વાંધો પણ ન ઉઠાવી શક્યું.
વસ્તુત: મોદી સરકારે એ જ કર્યું જે તે ૧૨ વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રૂપે કરતા રહ્યા અને પછી નવ વર્ષથી વડાપ્રધાન રૂપે કરી રહ્યા છે. પાછલાં વર્ષોમાં દરેક વર્ગ અને સંપ્રદાયથી મહિલા,યુવા, કામદાર, વ્યાવસાયિકને ઉત્તેજન અપાતું રહ્યું છે. આ વખતે તેની ઝડપ વધારવામાં આવી, બલ્કે એવા વંચિતો સુધી પહોંચવાની કોશિશ કરી જેમને પૂરતો લાભ નહોતો મળી શક્યો. મહિલાઓના વિકાસ વિના અર્થવ્યવસ્થા પોતાની ગતિ હાંસલ ન કરી શકે અને એ સાબિત થતું રહ્યું છે કે ચૂંટણીઓમાં મહિલાઓ મોદી સરકાર સાથે ઊભી છે. આ વખતે આ અડધી આબાદીને પૂરો હિસ્સો આપવાની તૈયારી છે. માનવામાં આવે છે કે સ્વયં સહાયતા સમૂહોના વિસ્તાર અને સશક્તિકરણ દ્વારા લગભગ ૨૫ કરોડ મહિલાઓને આર્થિક રૂપે સ્વતંત્ર કરવાની કોશિશ કરવામાં આવશે. કહેવાની જરૂર નથી કે આ સશક્તિકરણ જેટલું આર્થિક છે એટલો જ તી-ણ પ્રભાવ રાજકીય પણ હોઇ શકે છે. પારંપરિક લોકકલાઓ સાથે જોડાયેલા કારીગરોની સ્થિતિ હજુ પણ બહુ સારી નથી રહી. એવામાં પીએમ વિકાસ એટલે કે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના પણ કંઇક એવી જ યોજના છે જે વંચિતોને વિકાસની મુખ્યધારામાં પણ લાવશે અને સરકારની રાજનીતિનો રસ્તો પણ સુગમ બનાવશે. ધ્યાન રહે કે એવા કારીગરોમાં મુખ્યત્વે ઓબીસી, એસસી, એસટી હોય છે. માનવામાં આવે છે કે વિભિન્ન રાજ્યોમાં રહેતી આવી લગભગ ૬૦ જાતિઓના કામદારોનું આર્થિક તંત્ર મજબૂત થશે. સંવેદનશીલ જનજાતિઓની ચિંતા, જનજાતિ બાળકો માટે આદિવાસીઓ એકલવ્ય વિદ્યાલયમાં મોટી ભરતી, ગરીબ કેદીઓને જામીનની રકમમાં મદદ જેવાં કેટલાંક પગલાં એવાં છે જેની ખાસ જરૂર હતી, જેથી દેશ માનવ ઇન્ડેક્સમાં ઝડપથી આગળ વધે.