નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પ્રસ્તુત વાર્ષિક બજેટ પહેલી નજરમાં સંતુલિત અને ઘણા મોટા વર્ગને ખુશ કરનારું દેખાય છે. તેની ત્રણ વાતો ધ્યાન ખેંચે છે. એક, સરકારની નજરો વૃદ્ઘિ પર છે, જેના માટે મૂડી રોકાણની જરૂર છે. પ્રાઇવેટ સેક્ટર આગળ આવવાની સ્થિતિમાં નથી, તો સરકારે આગળ આવીને રોકાણ કરવું જોઇએ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર દસ લાખ કરોડના રોકાણની જાહેરાતથી સરકારના ઇરાદા સ્પષ્ટ છે. એક રીતે નવા ભારતનો પાયો નાખતું બજેટ કહી શકાય. ધ્યાન આપો કે બે વર્ષ પહેલાં ૨૦-૨૧ના બજેટમાં આ રકમ ૪.૩૯ લાખ કરોડ હતી અને એ પણ કે નાણાંમંત્રીએ તેન અમૃતકાળનું પહેલું બજેટ કહ્યું છે.
બીજી વાત છે, રાજકોષીય અનુશાસન. સરકારી ખર્ચ વધારવા છતાં રાજકોષીય ખાધને કાબૂમાં રાખવામાં આવશે. બજેટમાં આગામી વર્ષે રાજકોષીય ખાધ ૫.૯ ટકા રાખવાનો ભરોસો અપાવ્યો છે. ત્રીજું, તેમણે વ્યક્તિ આવકવેરાની નવી વ્યવસ્થાને ડિફોલ્ટ જાહેર કરીને આવકવેરા વ્યવસ્થામાં સુધારની દિશા પણ સ્પષ્ટ કરી દીધી છે. એટલે કે છૂટ વગેરેની વ્યવસ્થાઓ ધીમે ધીમે ખતમ થશે. નવી વ્યવસ્થાની જાહેરાત ગયા વર્ષે કરવામાં આવી હતી. હાલમાં તેને ઘણા લોકોએ સ્વીકાર નથી કરી, પરંતુ હવે જે છૂટ અપાઈ રહી છે, તે નવી વ્યવસ્થા અંતર્ગત જ છે. આ કારણે લોકો નવી વ્યવસ્થા તરફ જશે. સપ્તર્ષિની અવધારણા પર નાણાંમંત્રીએ બજેટની સાત પ્રાથમિકતાઓ ગણાવી જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હરિત વિકાસ, નાણાંકીય ક્ષેત્ર અને યુવા શક્તિ સામેલ છે. બજેટમાં કુલ ખર્ચ ૪૫.૦૩ લાખ કરોડ રૂપિયાનો રાખવામાં આવ્યો છે, જે ચાલુ વર્ષની તુલનામાં ૭.૫ ટકાથી વધુ છે. તેમાં સૌથી મોટી ધનરાશિ ૧૦ લાખ કરોડ રૂપિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે રાખવામાં આવી છે. આ ઘણી લાંબી છલાંગ છે. અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોઇએ તો તેના તાત્કાલિક અને દૂરગામી પરિણામ છે. તાત્કાલિક પરિણામ રોજગાર અને ગ્રામીણ ઉપભોગમાં વધારા રૂપે દેખાશે, જેનાથી અર્થવ્યવસ્થા પોતાના પગ પર ઊભા થવામાં મદદ મલશે. સાથે જ વૃદ્ઘિનાં બીજાં કારકોને સહારો મળશે. દૂરગામી દૃષ્ટિથી દેશમાં ખાનગી મૂડીરોકાણના રસ્તા ખૂલશે અને ઔદ્યોગિક વિસ્તારનો લાભ મળશે, જેના સહારે અર્થવ્યવસ્થાની ગતિ તેજ થશે. સરકાર માને છે કે મૂડીગત રોકાણ પર એક રૂપિયો ખર્ચ કરતાં ત્રણ રૂપિયાનું પરિણામ મળે છે. પીએમ આવાસ યોજનાના ખર્ચને પણ ૬૬ ટકા વધારીને ૭૯,૦૦૦ કરોડ રૂપિયા કરી દેવાયો છે. સરકારે ૧૦૦ મહત્ત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પરિયોજનાઓની પણ ઓળખ કરવામાં આવી છે, કનેક્ટિવિટી વધારવા માટે ૫૦ નવાં એરપોર્ટનો પણ પ્રસ્તાવ છે. શહેરી બુનિયાદી માળખાના વિકાસ માટે દસ હજાર કરોડ રૂપિયા અલગ રાખવામાં આવશે. તે ઉપરાંત રેલવે માટે મૂડીગત ખર્ચને વધારીને ૨.૪૦ લાખ કરોડ રૂપિયા કરી દીધો છે. તે ૬૫.૬ ટકાનો વધારો છે. ચિંતા એ વાતને લઈને વ્યક્ત કરી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ માટે સરકારને બજારમાંથી ધન મેળવવાની જરૂર પડશે. નાણાંમંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે રાજકોષીય ખાધને પૂરી કરવા માટે આપણે બજારમાંથી ૧૧.૮ લાખ કરોડ રૂપિયા ઉઠાવવા પડશે. બજેટ ભાષણમાં સંસાધનોની વ્યવસ્થાને લઈને વધુ કશો ફોડ નથી પાડ્યો, વિનિવેશનો પણ ઉલ્લેખ નથી. અલબત્ત, રાજકોષીય ખાધને કાબૂમાં રાખી શકવામાં સરકારી પ્રયાસોની જાહેરાત તેમણે કરી છે અને આશ્વસ્ત કર્યા છે કે ૨૦૨૫-૨૬ સુધીમાં આપણે તેને જીડીપીના ૪.૫ ટકાની નીચે લઈ આવીશું. ચાલુ નાણાંકીય વર્ષમાં તે ૬.૪ ટકા છે અને આગામી નાણાંકીય વર્ષમાં તેને ૫.૯ ટકા પર લાવવાનું લ-ય છે.
આવકવેરામાં સ્લેબ ઓછો કરવાથી કેટલાક લાભ કરદાતાઓને ચોક્કસ મળશે. સાત લાખની વાર્ષિક આવક પર હવે કોઈ આવકવેરો આપવાનો નહીં રહે, આ લાભ જૂના અને નવા બંને ટેક્સ વ્યવસ્થા સાથે જોડાયેલા લોકોને મળશે. નાણાંમંત્રીએ વ્યક્તિગત આવકવેરા વિશે પાંચ મુખ્ય જાહેરાતો કરી. આ જાહેરાતો છૂટ, કર સંરચનામાં બદલાવ, નવી કર વ્યવસ્થામાં માનક છૂટના લાભનો વિસ્તાર સર્વોચ્ચ સરચાર્જ દરમાં કપાત તથા બિનસરકારી વેતનભોગી કર્મચારીઓની સેવાનિવૃત્તિ પર અવકાશ રોકડ પર કરછૂટની સીમાના વિસ્તાર સાથે સંબંધિત છે. હવે નવી આવકવેરા વ્યવસ્થાને ડિફોલ્ટ વ્યવસ્થા બનાવવાનો પ્રસ્તાવ છે. કરદાતા જૂની વ્યવસ્થાના વિકલ્પનો ઉપયોગ કરતા રહી શકે છે. બજેટમાં ભવિષ્યના ડિજિટલ ગવર્નન્સની ખુશ્બૂ પણ છે. બજેટમાં જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલી ચિંતા પણ જોવા મળી. ગ્રાહકોની દૃષ્ટિએ પણ બજેટની કેટલીક વાતો ધ્યાન ખેંચે છે. જેમ કે ઇલેક્ટ્રીક વાહનોમાં ઉપયોગ થતી લીથિયમ આયન બેટરીઓ પર સીમા શુલ્ક ઘટાડીને ૧૩ ટકા અને સિગારેટ પર શુલ્ક વધારીને ૧૬ ટકા કરવામાં આવ્યો છે. એટલે કે ઇલેક્ટ્રીક વાહનોને લોકપ્રિય બનાવવની આ કોશિશ છે. મોબાઇલ ફોન, ટેલીવિઝન વગેરે પર સીમા શુલ્કમાં રાહત આપવામાં આવી છે. નાણાંમંત્રીએ કહ્યું કે ભારતમાં ૨૦૧૪-૧૫માં ૫.૮ કરોડ મોબાઇલ ફોન બન્યા હતા, જ્યારે પાછલા નાણાંકીય વર્ષમાં ૩૧ કરોડ બન્યા. આ પણ છલાંગ છે. લેબમાં બનતા હીરાને ઉત્તેજન આપવા માટે સીમા શુલ્કમાં છૂટ આપવામાં આવશે. કેટલાક સ્પેર્સ પર સીમા શુલ્ક કપાતથી ઘરેલુ વિનિર્માણને ઉત્તેજન મળશે. સીમા શુલ્કમાં કપાતનો લાભ પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમને પણ ઉત્તેજન મળશે. મધ્યમ અને લઘુ ઉદ્યોગોને લોન ગેરંટી વધારવાનો પ્રસ્તાવ પણ છે.
નાણાંમંત્રીએ સ્ત્રીઓ અને યુવાઓનો કેટલીય વાર ઉલ્લેખ કર્યો. આ એ વર્ગ છે, જે ભવિષ્યના ભારતનું નિર્માણ કરશે. યુવા ઉદ્યમીઓ દ્વારા કૃષિ સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા માટે એગ્રીકલ્ચર એક્સેલેટર ફંડ સ્થાપિત કરવામાં આવશે. દસ હજાર જૈવ ઇનપુટ સંસાધન કેન્દ્રોની પણ સ્થાપના થશે. છાત્રો માટે લાઇબ્રેરી, યુવાઓ માટે કૌશલ વિકાસ અને મહિલાઓ માટે બચતપત્ર જેવી જાહેરાતો પણ કરવામાં આવી છે. ૩૦ સ્કિલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર ખોલવામાં આવશે અને ત્રણ વર્ષમાં ૪૭ લાખ યુવાઓને સહાયતા પ્રદાન કરવા માટે રાષ્ટ્રીય શિક્ષુતા યોજના અંતર્ગત પ્રત્યક્ષ લાભ ટ્રાન્સફર શરૂ કરવામાં આવશે. બાળકો અને કિશોરો માટે રાષ્ટ્રીય ડિજિટલ પુસ્તકાલયની સ્થાપના થશે. ૨૦૧૪થી સ્થાપિત હાલની ૧૫૭ મેડિકલ કોલેજો સાથે ૧૫૭ નવી નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે. આગામી ત્રણ વર્ષમાં ૭૪૦ એકલવ્ય મોડલ આવાસીય વિદ્યાલયોમાં ૩૮,૦૦૦ શિક્ષકો અને સહાયક કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
જાડાં ધાન્યને ઉત્તેજન આપવા માટે શ્રીઅન્ન યોજનાની શરૂઆત કરાઈ રહી છે. આ ભારતની વૈશ્વિક પહેલ છે. આગામી ત્રણ વર્ષોમાં એક કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે સહાયતા આપવામાં આવશે. કૃષિ માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરાશે. તેનાથી પાક નિયોજન અને સ્વાસ્થ્ય માટે માહિતી, ફાર્મ ઇનપુટ પ્રત્યે બહેતર આસાની, લોન અને પાક વીમા આકલન માટે મદદ, માર્કેટ ઇન્ટેલિજન્સ અને સ્ટાર્ટઅપ દ્વારા સમાવેશી ખેડૂત કેન્દ્રિત સમાધાન હશે. યુવા ઉદ્યમી ગ્રામીણ ક્ષેત્રમાં એગ્રી સ્ટાર્ટઅપ ખોલી શકે તેના માટે કૃષિ વર્ધક નિધિ સ્થાપિત કરવામાં આવશે. કૃષિ લોન લ-ય વધારીને ૨૦ લાખ કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.