Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :

અંતર્દૃષ્ટિ-શ્રદ્ઘા અને અભ્યાસ

03/02/2023 00:02 Send-Mail

સંકલ્પ સિદ્ઘિ માટે શ્રદ્ઘા હોવી જરૂરી છે. મનુષ્યના નિરાશ હૃદયને સાંત્વના, સહારો અને પ્રેરણા આપનારી વૃત્તિ શ્રદ્ઘા છે. શ્રદ્ઘાથી લ-ય પ્રાપ્તિ પ્રત્યે દૃઢસંકલ્પનો જન્મ થાય છે. દૃઢસંકલ્પથી આંતરિક શક્તિ મળે છે, જે મનુષ્યને અભ્યાસ માટે અભિપ્રેરિત કરે છે. નિરંતર અભ્યાસ લ-યની પ્રાપ્તિને સંભવ બનાવે છે. એકલવ્યને જ્યારે ગુરુ દ્રોણાચાર્યએ શિક્ષા આપવાનો ઇનકાર કરી દીધો, ત્યારે પણ તેણે પોતાના મનમાં શ્રદ્ઘા જીવિત રાખી. તેણે પોતાના સંકલ્પને પોતાની લગનીથી, ગુરુ વિના, લ-ય પ્રત્યે પ્રેમ અને નિરંતર અભ્યાસથી સફળતામાં ફેરવી દીધો. ગીતા પણ કહે છે, ‘શ્રદ્ઘા પાયાની ઇંટ સમાન હોય છે. ધર્મ, કર્મ અને સાધનાની દીવાલો શ્રદ્ઘા પર જ ઊભી થાય છે.’ જ્યારે મનુષ્ય લ-ય પ્રત્યે પ્રેમ અને એના પર દૃષ્ટિ રાખીને પ્રયત્ન કરવા લાગે છે, ત્યારે લ-ય ખુદ તેનાં ચરણ ચૂમે છે. શ્રદ્ઘાનું અવલંબન કોઈ બાહ્ય વસ્તુના અવલંબનથી વધુ શ્રેષ્ઠ છે, કારણ કે ગુરુ કે પ્રશિક્ષક આપણને દોડવાનું તો શીખવી શકે છે, પરંતુ આપણને જીતાડી નથી શકતા. જીતવા માટે આપણે જીતવા પ્રત્યે શ્રદ્ઘા અને અભ્યાસ પ્રત્યે લગની હોવી જોઇએ.
વાસ્તવમાં એક સાચા સાધકને પોતાના સાધના સંસારમાં મુક્ત થઈને ખુદના સામર્થ્ય સાથે પ્રવેશ કરવો જોઇએ, તો જ તે એ સંસારની જ્ઞાત સીમાઓથી પર તેની સીમાઓનો વિસ્તાર કરી શકે છે. જોકે દરેક સાધક પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે જ સાધના સંસારમાં પ્રવેશ કરે છે અને તેના સત્યને જાણીને પોતાના જીવનને સફળ બનાવે છે. તેમ છતાં પણ સાધનાના સંસારનું સત્ય જાણવાનું બાકી રહે છે. તેથી દરેક નવા સાધકના વિકાસ અને વિસ્તારની સંભાવના હંમેશાં બાકી રહે છે. આપણી શેષ સંભાવનાઓને પ્રાપ્ત કરવા માટે એ જરૂરી છે કે સત્ય સંકલ્પ અર્થાત સદ્વિચાર પર પોતાના મન અને બુદ્ઘિને સંપૂર્ણ શ્રદ્ઘા સાથે લગાવી રાખીએ.