ચેટજીપીટીના જનક સૈમ આલ્ટમેને થોડા દિવસો અગાઉ કહયું હતું કે, ટેક કંપનીઓ જે પ્રકારે એઆઇ(આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્વિમત્તા)ના પ્રયોગની ઝડપથી વધારી રહી છે તેનાથી દુનિયાને ખતરો થઇ શકે છે. આથી સરકારોએ આ બાબતે લગામ ખેંચવી પડશે
જોકે એ વાત સ્વીકાર કરવી જ રહી કે છેલ્લા કેટલાક સમયથી એઆઇની ચોમેર ચર્ચાઓ થઇ રહી છે. પરંતુ એઆઇ અંગેની સાચી હકીકતથી મોટાભાગના લોકો અજાણ છે. લોકો સમજી રહ્યા છે કે ભવિષ્યનો સંસાર એઆઇ ચલાવશે. આ ધારણાની પુષ્ટિમાં વિશેષ પ્રકારનું સાહિત્ય, ફિલ્મો અને ઇન્ટરનેટ મીડિયાની પણ ભૂમિકા છે. જેમ કે રોબોટનું રાજ આવશે, કમ્પ્યુટર તમામ નોકરીઓ ખાઇ જશે, કેટલાક લોકો એકત્ર થઇને તમામ ચીજો પર નિયંત્રણ મેળવી લેશે વગેરે વગેરે.
મોટાભાગના લોકોનું માનવું છે કે, એઆઇના કારણે સરકારોની પોતાના નાગરિકો પરનું મોનેટરીંગ વધી જશે. જયારે મોટી કંપનીઓના સૌ નાના કર્મચારી બની રહેશે. જો કે આ તમામ ધારણાઓ પૂર્ણત: ખોટી નથી પરંતુ શું વાસ્તવમાં સ્થિતિ ખરેખર એટલી ડરામણી છે કે આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક લોકો તેને ભયાનક દર્શાવી રહ્યા છે?
જો કે નવી શોધ અને તેની સાથે જોડાયેલા લોકો તેમજ કંપનીઓ તેનો પ્રભાવને વધારો કરીને રજૂ કરતા હોય છે. જે તેમના હિતોના સંદર્ભમાં સ્વાભાવિક પણ છે. એ સત્ય છે કે વર્તમાન યુગમાં એલ્ગોરિદમ આધારિત એઆઇ યુકત મશીન જેમ કે ચેટજીપીટી મોટા પ્રમાણમાં વ્યકિતઓના બદલે નિર્ણય લઇ રહ્યા છે. આપણે ટીવી પર શું જોઇએ છીએ?, દુકાનથી શું ખરીદયું? કેવું સંગીત સાંભળીએ છીએ? વગેરે આદતોને સમજીને તેની સાથે જોડાયેલા તમામ નિર્ણય મોટાભાગે અલ્ગોરિદમ આધારિત ટેકનીક લઇ રહી છે.
મતલબ કે અલ્ગોરિદમ આપણા જીવનને ધીરે ધીરે બદલી રહયું છે. પરંતુ તેને પૂરી રીતે સમજવું હજી સંભવ નથી. સંભવ છે કે તેનું પ્રચલન વધવા સાથે સાથે આપણી જાગૃતતા પણ વધશે. ત્યારે જ નકકી થઇ શકશે કે એઆઇ નવા યુગનો કાળો જાદુ છે કે એક એવી ટેકનીક તેને અંતત: મનુષ્ય જ હંકારશે!
એઆઇ ફકત તર્ક પર કામ કરી શકે છે. પણ મનુષ્ય તેનાથી અનેકગણો સૂ-મ અને જટિલ જીવ છે. સાથોસાથ મનુષ્ય તર્કસંગત હોવા સાથે જાણીબૂઝીને અતાર્કિક પણ છે. માનવ વિશેષતાઓની અનેક ઓળખ છે, જેમ કે અંતજ્ઞાન, ભાવના, શરારત, પૂર્વાગ્રહ, હઠ વગેરે. જયારે એઆઇ યુકત મશીનની પાસે આ ગુણ નથી. તે ફકત ગણિત,ડેટા અને તર્ક પર જ આધારિત છે. એઆઇ ટેકનીક હંમેશા સ્થિર દુનિયાના સિદ્વાંત પર કામ કરી શકે છે. જો કોઇ પણ સમસ્યા જયાં નિયમ પરિભાષિત હોય, હાલત સ્થિર અને તેના નિરાકરણનો સિદ્વાંત સટીક છે તો એઆઇ લાખો-કરોડો આંકડાઓનું વિશ્લેષણ પળભરમાં કરીને પ્રજ્ઞાવાન સમૂહને પરાસ્ત કરી શકે છે. પરંતુ જીવનની તમામ સમસ્યાઓને ગણિતમાં બદલી શકાતી નથી. મોટાભાગના મુદ્દાઓમાં તર્ક-વિતર્ક હોય છે. બેવડું વલણ ધરાવતા લોકો હોવા સાથે માનવીય ભાવનાઓ પણ જોડાયેલી છે. મતલબ કે વાસ્તવિક જીવન હંમેશા ગણિતની જેમ ચાલતું નથી.
ઉદાહરણ તરીકે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ ૧૯૯રમાં બિહારમાં એક રેલીમાં કહયું હતું કે, 'કોઇ નહીં હૈ રાસ્તા, અબ ખાના પડેગા પાસ્તા?' આ વાકય દ્વારા અટલજીએ તે સમયની રાજકીય સ્થિતિ અને દેશની સામેના પડકારોના સ્પષ્ટ સમાધાનમાં કમી અંગે પોતાની નિરાશા વ્યકત કરી હતી. ત્યારથી આ વાકય દેશમાં લોકપ્રિય સાંસ્કૃતિક સંદર્ભ પણ બની ગયું છે. જેમાં કોઇ સમસ્યાના નિરાકરણમાં પોતાને અસહાય સમજવામાં આવે ત્યારે આ વનલાઇનરનો ઉપયોગ કરવામાં આવે છે.
વાસ્તવમાં કરોડો ડેટા બિંદુઓને જોડીને, વ્યાકરણના નિયમોના સંદર્ભમાં જવાબ તો કમ્પ્યુટર જ આપી શકે. પરંતુ તે પોતે તે ઉત્તરને સમજી શકતો નથી. મતલબ કે કમ્પ્યુટર કુલ મળીને અત્યંત પ્રભાવશાળી ગણના મશીન છે એટલું પર્યાપ્ત છે. એઆઇમાં કરોડો કમ્પ્યુટર એકસાથે વ્યકિત દ્વારા પૂછાયેલ સમસ્યાનું નિરાકરણ શોધવા માટે એકજૂથ થઇને તૂટી પડે છે. નિરાકરણ પણ શોધે છે. પરંતુ વાસ્તવમાં તે સમસ્યાને સમજવાની ક્ષમતા એઆઇ પાસે હોતી નથી.
એઆઇ ત્યાં કામ કરે છે જયાં નિયમ પરિભાષિત હોય છે અને સ્થિતિ સ્થિર હોય છે. જે સંબદ્વતા અને સહ-સંબંધતા દ્વારા કામ કરે છે. જેમ કે અટલજીના પ્રશ્ન પાસ્તા અને ભારતના કોઇ જનનેતા વચ્ચે કોઇ સંબંધ જ નથી પણ કમ્પ્યુટર આ વાત સમજી શકશે નહી. આથી જ કદાચ આ મામલે એઆઇ બોલી પણ ઉઠે કે, શું ફાલતું સવાલો કરો છો? કારણ કે તેની એ ક્ષમતા હોતી નથી કે સ્વયં સમજીને નિર્ણય લઇ શકે કે તેનો ઉત્તર અસંગત, મૂર્ખતાપૂર્ણ છે કે હાસ્યાસ્પદ.
એઆઇ સમજવા યોગ્ય પાઠ તો લખી શકે છે, વિડીયો બનાવી શકે છે, ચિત્રકામ કરી શકે છે, સલાહ આપવા સહિતની બાબતોમાં સક્ષમ છે પરંતુ તે વિશ્વમાં વસતા મનુષ્યની પ્રાકૃતિક બુદ્વિની જેમ ન તો સમજી શકે છે કે ન તો અનુભવી શકે છે. સામાન્ય જ્ઞાન ભલે અધિક હોય પરંતુ અંતજ્ઞાન, ભાવનાત્મક બુદ્વિમત્તા અને પ્રાસંગિકતા ફકત માનવની પાસે જ છે અને રહેશે. આથી જે માનવની સૂઝબુઝથી જ આ એઆઇને જન્મ અપાયો છે, તેની બુદ્વિ કરતા તેને બનાવનારની બુદ્વિ બે પગલાં આગળ જ રહેશેની વાસ્તવિકતા છે.