મનુષ્યના જીવનમાં એક એવો સમય આવે છે જ્યારે તેને કોઈ એક જીવનસાથીની શોધ હોય છે. જ્યારે બંને એકબીજાને પસંદ કરી લે છે અને જો તેમની વચ્ચે કોઈ અન્ય આવે છે તો તેમને ક્રોધ આવી જાય છે, કારણ કે તે પોતાના દિમાગમાં એક આદર્શ સંબંધની તસવીર બનાવી લે છે. પ્રેમના દરેક અનુભવમાં દિલની અનુભૂતિ સામેલ હોય છે. જ્યારે આપણે તેની સાથે હોઇએ, જેને આપણે પ્રેમ કરીએ છીએ તો આપણે વ્યાપક રૂપે પ્રસન્નતાનો અનુભવ કરીએ છીએ. આપણે તેની સાથે શાંતિ, સંતુષ્ટિ અને પરિપૂર્ણતાની ભાવના અનુભવીએ છીએ. સંતોના કહ્યા અનુસાર વિવાહ બંધન આધ્યાત્મિક માર્ગ પર અડચણ નથી માનવામાં આવ્યું. તેમાં વિવાહિત જોડીને જીવનમાં પ્રેમની ભૂમિકા સમજવી જોઇએ. જો તે પ્રભુ તરફ જનારી યાત્રામાં ઉન્નતિ કરવા માંગે છે તો તેમણે એકબીજાની સહાયતા કરવી જોઇએ. પ્રેમ એકબીજાની આંખોમાં જોવું નહીં, પરંતુ એક જ દિશામાં એટલે કે પ્રભુ તરફ જોવાનું નામ છે.
જો બંને મળીને આધ્યાત્મિક ધ્યેય તરફ દૃષ્ટિ રાખશે તો એકબીજા માટે ભૌતિક પ્રેમથી ક્યાંય વધુ પ્રેમ પામશે. તેઓ અનુભવ કરશે કે બંને પ્રભુ પ્રેમમાં પરિપૂર્ણ થઈ ગયા છે અને પ્રભુના નામ સાથે જોડાવાથી તે આધ્યાત્મિક આનંદ ઉઠાવી રહ્યા છે. જેમ જેમ તેઓ આધ્યાત્મિક રસ્તા પર પ્રગતિ કરશે, બંનેના આત્મા પ્રભુની જ્યોતિની ધારા સાથે સાથે ભળતા જશે, જ્યાં સુધી કે તે પ્રેમના અનંત સમુદ્ર સુધી નથી પહોંચી જતા. આધ્યાત્મિક અનુભવ પામીને બંને વધુ નજીક આવી જશે, કારમ કે તે બંને એક જેવી પ્રસન્નતા અને પ્રભુના પરમ સુખનો અનુભવ કરશે. તે બંને એકબીજા સાથે એવી કોઈ અલૌકિક ચીજમાં પણ ભાગીદાર હશે, જેના વિશે આ સંસારમાં કોઈને પણ ખબર નહીં પડે. તેઓ એકબીજા સાથે એવી ઘનિષ્ઠતા રાખશે, જે કોઈપણ ભૌતિક પ્રેમથી ક્યાંય વધુ હશે. તેને જ આધ્યાત્મિકતામાં એક આદર્શ સંબંધ કહેવામાં આવ્યો છે.