Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

નવેમ્બર’૨૩નું માહિતીપત્રક GSTR-3B સબમિટ કરતાં પહેલાં ઈ-મેલ ચેક કરવો

28/11/2023 00:11 Send-Mail

વેરા શાખના અમલ પહેલા, વસ્તુના વેચાણ પર, વેરાનું, ભારણ વધુ હતું. એકજ વસ્તુના, ખરીદ વેચાણ પર દરેક વખત, વેરો વસૂલાતો હતો. વસ્તુના ઉત્પાદનપર એક્સાઇજ ડયૂટિ લાગે એટલે કિંમત + ડયૂટિ. એની એજ વસ્તુના વેચાણ પર વેચાણ વેરો અથવા વેટ ચૂકવાતો હતો. વસ્તુના ઉત્પાદનથી, વસ્તુના ઉપભોગ સુધી, એકજ વસ્તુનું, જેટલી વખત વેચાણ થાય, તેટલી વખત, વેચાણ વેરો ચઢે. એક્સાઇજ ડયૂટિ પર પણ, વેચાણ વેરો વસૂલાતો હતો. અને એક વખતના વેચાણ પરના, વેચાણ વેરા પર, બીજી ત્રીજી વખત પણ વેચાણ વેરો, વસૂલાતો હતો. એટલે વેચાણ વેરા પર પણ, વેચાણ વેરો વસૂલાતો હતો. મલ્ટીપલ વખત વેરો અને વેરાપર વેરો ડબલ ટેક્સેશનના કારણે ક્યારેક, વસ્તુની મૂળ કિંમતથી, વેરાઓની રકમ વધી જતી. વધુ વેચાણ કિંમતના કારણે આંતરાષ્ટ્રીય બજારમાં ભારતીય વસ્તુઓ લેવાવાળો ન પણ મળે તેથી વેરા શાખ આવશ્યક થઈ.
જીએસટી અમલ પહેલાના પરોક્ષ વેરાઓમાં, સેન્ટ્રલ એક્સાઇજ ડયુટી (ઉત્પાદ શુલ્ક), સર્વિસ ટેક્સ (સેવા કર), વ્યાલ્યુ એડેડ ટેક્સ વેટ (મૂલ્ય વર્ધિત વેરો) માં વેરા શાખ (ઈનપુટ ટેક્સ ક્રેડિટ) ની જોગવાઈ હતી. સેન્ટ્રલ એક્સાઇજ ડયુટી (ઉત્પાદ શુલ્ક), સર્વિસ ટેક્સ (સેવા કર), માં વેરા શાખને સેનવેટ ક્રેડિટ, તરીકે ઓળખાતી, જ્યારે, વેલ્યુ એડેડ ટેક્સ (મૂલ્ય વર્ધિત વેરો) માં વેરા શાખને ઈનપુટ ટેક્સ ક્રેડિટ તરીક જ ઓળખાતી હતી. ૧૭ પરોક્ષ વેરાઓમાં જ્યાં પણ વેરા શાખ હતી ત્યાં જીએસટી અમલથી વેરા શાખની જોગવાઇઓ ચાલુ રાખવામાં આવેલ છે.
જીએસટીના અમલ બાદ વેચાણ પરનો જીએસટી વેરો, વસ્તુ વેચનાર વેપારી, સરકારને ચૂકવે, તોજ ખરીદનાર વેપારીને, જીએસટીની વેરા શાખ મળે. વસ્તુ કે સેવા વેચનાર વેપારી, સરકારને ચૂકવેલ જીએસટી વેરો, સરકારના ખાતામાં જમા થયેલ વેરાના રકમ જેટલી જ, વેરા શાખ, ખરીદનાર વેપારીને મળવાપાત્ર છે. ખરીદનાર વેપારીને કેટલીક શરતો સાથે જીએસટીની વેરા શાખ મળવાપાત્ર છે. દાખલા તરીકે ખરીદનાર વેપારી પાસે ખરીદેલ વસ્તુ કે સેવાનું બિલ/ઇન્વોઇસ હોય અને વસ્તુ કે સેવા એને મળેલ હોવી જોઈએ. શરતોના આધારે વેપારી, જીએસટી પોર્ટલ પર, પોતાના ઇલોકટ્રોનિક ક્રેડિટ લેજરમાં (ખાતા વહીમાં) વેરા શાખ જમા લે છે. ખરીદનાર વેપારી ખરીદેલ વસ્તુના વેચાણ પર સરકારને વેચાણ વેરો ચૂકવતા વેરા શાખ બાદ કરી ચૂકવે છે.
જીએસટીમાં નોંધાયેલ, દરેક વેપારીએ, જીએસટી કાયદા પ્રમાણે, માસીક અથવા ત્રિમાસિક, માહિતી પત્રક (ય્જી્ઇ), જીએસટી પોર્ટલમાં, સબમિટ કરવાનું છે. એક વેરા સમય માટે (માસિક અથવા ત્રિમાસિક, ટેક્સ પિરિયડ) કુલ સપ્લાયની (વેચાણની) વિગત વેપારીએ, ય્જી્ઇ-૧ માહિતી પત્રકમાં આપવાની છે. જેમાં ખરીદનાર વેપારીનું જીએસટી નોંધણી નંબર, સપ્લાયની કિંમત, જીએસટી વેરો, જેવી, વિગત આપવાની છે. તેમજ GSTR-3B માહિતી પત્રક પણ જીએસટી પોર્ટલ પર રજૂ કરવાનું છે. GSTR-3B રિટર્ન માં માસિક અથવા ત્રિમાસિક, ટેક્સ પિરિયડનું કુલ ખરીદ અને વેચાણની વિગત આપવાની છે. તેમજ વેપારીએ ખરીદેલ વસ્તુ કે સેવા પર ચૂકવેલ જીએસટી વેરાની વેરા શાખનો દાવો એટલે ક્લેમ કરવાની છે. સરવાળે બેજ માહિતી પત્રકોની ય્જી્ઇ-૧ GSTR-3B નીજ વાત કરેલ છે, અન્ય રીટર્નની વાત પછી કરશું.
વસ્તુ વેચનાર વેપારી, જીએસટી વેરો સરકારને ચૂકવે, તોજ, ખરીદનાર વેપારીને, વેરાની શાખ મળવા પાત્ર છે. છતાં ખરીદનાર વેપારી પાસે ખરીદેલ વસ્તુ કે સેવા મળેલ અને તેનું બિલ/ઇન્વોઇસ ઉપલબ્ધ હોય તો તેઓ વેરા શાખનો દાવો/ક્લેમ કરી જીએસટી પોર્ટલમાં પોતાના ઇલેકટ્રોનિક ક્રેડિટ લેજરમાં (ખાતા વહીમાં) વેરા શાખ જમા લઈ માહિતી પત્રક GSTR-3B માં પણ બતાવી શકે. ઇલેકટ્રોનિક ક્રેડિટ લેજરમાં વેરા શાખ જમા લેવાથી અને માહિતી પત્રક GSTR-3B માં બતાવાથી વેરા શાખ મળવા પાત્ર થતી નથી. પણ વેચનાર વેપારી વસુલેલ વેરો સરકારમાં જમા કરાવી પોતાના માહિતી પત્રક GSTR-3B માં બતાવે ત્યારે ખરીદનાર વેપારીને વેરા શાખ મળવા પાત્ર છે.
ખરીદનાર વેપારીએ શાખ ક્લેમ કરી ઇલેકટ્રોનિક ક્રેડિટ લેજરમાં શાખ જમા લીધી અને માહિતી પત્રક GSTR-3B માં બતાવી. પણ વેચનાર વેપારીએ વેરો સરકારમાં જમા નહીં કરતાં, પોતાના GSTR-3B માં નહિ બતાવી, તેથી ખરીદનાર વેપારીએ કાયદાની શરતો સાથે, દાવો/ક્લેમ કરેલ, શાખની રકમ અને મળવા પાત્ર શાખની રકમમાં તફાવત આવશે. કારણ ખરીદનારે શાખ જમા લીધી પણ વેચનાર વેપારીએ વેરો સરકારમાં જમા નહિ કરી GSTR-3B માં નહિ બતાવી. નિયમ પ્રમાણે, ઓક્ટોબર ૨૦૨૩ પહેલા ખરીદ કરનાર વપારીએ, આવી તફાવતની રકમ,પોતાના આઉટ પુટ ટેક્સમાં (ચૂકવા પાત્ર વેરામાં) ઉમેરી ચૂકવાની હતી. એટલે ખરીનાર વેપારીની ન મળવા પાત્ર વેરા શાખ + ચૂકવાનો વેરો, જે વધે છે.
ઓકટોબર ૨૦૨૩ થી થયેલ બદલ, તફાવતની રકમ આઉટ પુટ ટેક્સમાં ઉમેરવાના બદલે તફાવતની રકમ કુલ વેરા શાખ માંથી બાદ કરવાની રહેશે, લીધેલ વેરા શાખ પલટાવાની/પરત કરવાની છે અથવા ન મળવા પાત્ર વેરા શાખ, હવે, હંગામી ધોરણે તફાવતની વેરા શાખ રકમ કુલ શાખ રકમમાંથી ઘટાડવાની છે. ફેરબદલ સંદર્ભે જીએસટી નિયમોમાં નવો નિયમ ૩૭-એ ઉમેરવામાં આવેલ છે. ૩૦ નવેમ્બર ૨૦૨૩ સુધી GSTR-3B સબમિટ કરતાં પહેલા કેટલીક વાતો ધ્યાનમાં રાખવાની છે.
વેચનાર વેપારીએ, વસૂલ કરેલ વેરો, સરકારમાં જમા નહિ કરી, પોતાના માહિતી પત્રક ય્જી્ઇ-૩મ્માં પણ, રજૂ કરેલ નહિ હોય. તેજ વેપારી પાસેથી, વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન ખરીદેલ વસ્તુ, સેવા પર ખરીદનારે/રસીપીયન્ટે, ચૂકવેલ વેરાની, લીધેલ વેરા શાખ, અમાન્ય ગણાશે. એવા વેપારીને, જીએસટી પોર્ટલ, ઈ-મેલ મોકલશે, ઘણા કરદાતાને આવો ઇ-મેલ મળી ગયો પણ હશે. તેથી વસ્તુ અથવા સેવા ખરીદનારે, ૨૦૨૩ નવેમ્બરનું માહિતી પત્રક, GSTR-3B સબમિટ કરતાં પહેલા, પોતાનો રજિસ્ટર્ડ ઇ-મેલ ચેક કરવાનું આવશ્યક છે. ઇ-મેલમાં વેચનાર વેપારીઓની યાદી, નામ, સાથે એમના નોંધણી નંબર, અને સામે, કેટલી વેરા શાખની રકમ પાછી કરવાની છે, તે બતાવેલ હશે. સરવાળે જે વેરા શાખ રિવર્સ/પલટવાની છે તે ટેબલ ૪મ્-૨ મા જ લખવાની કારણ આ વેરા શાખ હંગામી ધોરણે પાછી કરેલ છે જ્યારે સપ્લાયર/વેચનાર વસુલ કરેલ વેરો સરકારમાં જમા કરી પોતાના GSTR-3B માં રજૂ કરશે ત્યારે ખરીદનાર/રેસિપીયન્ટ, વેરા શાખનો દાવો ફરીથી/રિક્લેમ કરી શકે અને મળવા પાત્ર છે. આજની તારીખે આવશ્યક છે, તાત્કાલિક નોંધાયેલ ઈ-મેલ ચેક કર્યા બાદજ પોતાનો GSTR-3B માહિતી પત્રક સબમિટ કરવો જોઈએ.

* (લેખક સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ છે)