Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

કથાસાગર-સૌથી મોટો ઉપહાર

28/11/2023 00:11 Send-Mail

છત્રપતિ શિવાજી સંત તુકારામજી પ્રત્યે અગાધ શ્રદ્ઘા ધરાવતા હતા. એક વાર સંત તુકારામજીને પોતાના કિલ્લામાં આમંત્રિત કરીને તેમનો સત્કાર અને સત્સંગ કરવાની તેમની ઇચ્છા થઈ. તેમણે પોતાના મંત્રીને ઉપહાર રૂપે કેટલાંક કિંમતી ઝવેરાત વગેરે આપીને સંતને સન્માન સહિત પાલખીમાં લાવવા માટે મોકલ્યા.
તુકારામ પરમ વિરક્ત સંત હતા. તેઓ દરેક સમયે ભગવાન વિઠ્ઠલની ઉપાસના કરવા તથા તેમને પોતાનાં રચેલાં પદો સંભળાવતા રહેતા હતા. શ્રદ્ઘાળુઓને ભગવાનની ભક્તિ તથા સેવા વગેરે સત્કર્મોની પ્રેરણા આપતા રહેતા હતા. તેમણે શિવાજી દ્વારા મોકલવામાં આવેલ ઉપહારોને સ્પર્શ પણ ન કર્યો તથા મંત્રીને હાથોહાથ એક પદ લખીને પકડાવી દીધું, જેનો મતલબ હતો ‘હું મશાલ, છત્ર, ઘોડા અને ઝવેરાત લઈને શું કરું? શ્રી વિઠ્ઠલ ભગવાનના એવા પરમ દુર્લભ, પરમાનંદદાયક શ્રી ચરમ મને સુલભ છે, શું આ મારું સૌભાગ્ય ઓછું છે? મને તેમની પૂજા કરવા દો. પૂજા-ઉપાસનામાં વિઘ્ન ન નાખો.’
તેમણે એ પદ નીચે લખ્યું, ‘છત્રપતિ, તમે ધર્મ અને ન્યાયની રક્ષા માટે સંઘર્ષ કરતાં કરતાં પ્રભુનું નામ જપતા રહો. ભગવાન વિઠ્ઠલને તમારી સફળતાની કામના કરું છું.’
શિવાજીએ સંત તુકારામે મોકલેલું પદ વાંચ્યું, તો તેમનું મસ્તક સંતજીની વિરક્તિ સમક્ષ નતમસ્તક થઈ ગયું.