Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

કાયદાના ભણતરમાં અંગ્રેજીનો દબદબો

29/11/2023 00:11 Send-Mail

દાયકાઓથી એ માંગ કરવામાં આવી રહી છે કે વ્યાવસાયિક શિક્ષણની પ્રવેશ પરીક્ષામાં તથા શિક્ષણના માધ્યમ રૂપે હિંદી સહિત ભારતીય ભાષાઓને પણ સામેલ કરવામાં આવે. પરંતુ હજુ સુધી આ અભિયાનની આંશિક અસર જ થઈ છે અને અનેક મહત્ત્વપૂર્ણ પ્રવેશ પરીક્ષાઓમાં અંગ્રેજી જ માધ્યમ છે. સ્વાભાવિક રૂપે ગામડાં-કસ્બા તથા વંચિત વર્ગોના છાત્ર એનાથી સૌથી વધુ પ્રભાવિત થાય છે. યોગ્ય પ્રતિભા હોવા છતાં પણ તેમને વ્યાવસાયિક જીવનમાં આગળ વધવાના અવસર નથી મળી શકતા.
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડે આ ચિંતાજનક સ્થિતિને રેખાંકિત કરતાં કહ્યું છે કે રાષ્ટ્રીય કાયદા કોલેજોમાં પ્રવેશ માટે આયોજિત કોમન લો એડમિશન ટેસ્ટ (ક્લેટ)ને માત્ર અંગ્રેજીમાં આયોજિત કરવી કાનૂની વ્યવસાયને ગ્રામીણ અને વંચિત લોકો વિરુદ્ઘ પક્ષપાતપૂર્ણ છે. તેમણે કહ્યું કે ગ્રામીણ પૃષ્ઠભૂમિ અને વંચિત સમુદાયોના લોકો મોટાભાગે અંગ્રેજીમાં ધારાપ્રવાહ નથી બોલી શકતા, જેને કારણે તેમને પરીક્ષામાં સફળતા મેળવવામાં મુશ્કેલી પડે છે. મુખ્ય ન્યાયાધીશનું કથન કાયદાના વ્યવસાયમાં સેવા હાંસલ કરવા તથા તેના સમાવેશી હોવા સંબંધિત સમસ્યાને ઇંગિત કરે છે. જોકે કાયદાના ભણતરમાં અંગ્રેજીની બોલબાલા છે, તો દસ્તાવેજ પણ અંગ્રેજીમાં થાય છે, સુનાવણીમાં પણ અંગ્રેજીનું જ વર્ચસ્વ રહે છે. ચુકાદા પણ અંગ્રેજીમાં જ લખવામાં આવે છે. નીચલી અદાલતોમાં તો તેમ છતાં સ્થાનિક ભાષાઓ માટે થોડો અવકાશ બચે છે, પરંતુ સર્વોચ્ચ અને ઉચ્ચ ન્યાયાલયો, વિશેષ ન્યાયાલયો અને ટ્રિબ્યૂનલોમાં અંગ્રેજી જ ચાલે છે.
એ તર્ક યોગ્ય નથી કે પ્રવેશ પરીક્ષા અને ભણતર અંગ્રેજીમાં હોવાથી વિદ્યાર્થી વ્યાવસાયિક જીવન માટે બહેતર રીતે તૈયાર થાય છે. આ એક દુષ્ચક્ર છે. જો પ્રવેશ પરીક્ષામાં ભારતીય ભાષાઓનો ઉપયોગ થશે અન ભણતરમાં પણ તેમને માધ્યમ બનાવવામાં આવશે તો ન્યાયાલયોના પરિસર સમાવેશી બનશે. હાંશિયાના લોકો, ગ્રામીણ ભારત તથા વિભિન્ન વર્ગો પ્રત્યે સંવેદનશીલતા પણ વધશે. એ જગજાહેર તથ્ય છે કે ભાષાની દીવાલ હોવાને કારણે લોકો અદાલતોમાં વારંવાર સ્ટે, ભારે ખર્ચ અને ક્યારેક ન્યાય પણ નહિ મળવા માટે અભિશપ્ત હોય છે. ક્લેટમાં ભારતીય ભાષાઓને સામેલ કરવાની માંગ કરતી એક અરજી દિલ્હી ઉચ્ચ ન્યાયાલયમાં ધૂળ ખાય છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ પણ હિંદી અને પ્રાદેશિક ભાષાઓમાં પ્રવેશ પરીક્ષા કરાવવાની માંગનું સમર્થન કર્યું છે. ઉત્સાહજનક વાત એ છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી, જે રાષ્ટ્રીય સ્તર પર વિભિન્ન પ્રવેશ પરીક્ષાઓનું આયોજન કરે છે, તેણે દિલ્હી ઉચ્ચ ન્યાયાલયને જણાવ્યું છે કે એજન્સી પ્રાદેશિક ભાષાઓમાં પરીક્ષા લઈ શકે છે. આશા છે કે ક્લેટમાંથી અંગ્રેજીનું વર્ચસ્વ વહેલી તકે સમાપ્ત થશે.