Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

અંતર્દૃષ્ટિ-કુસંગથી મુક્તિ

29/11/2023 00:11 Send-Mail

મનુષ્ય પોતાના જીવનને સાર્થક બનાવવા માટે પ્રયત્ન કરતો રહે છે, પરંતુ આ પ્રયત્નોમાં બધા લોકો સફળ નથી થઈ શકતા. મોટાભાગના લોકોએ અસફળતાનો સ્વાદ ચાખવો પડે છે. વાસ્તવમાં લોકો પોતાની જીવન યાત્રામાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય નથી લઈ શકતા. યોગ્ય લોકોની પસંદગી નથી કરી શકતા. ખોટા વ્યક્તિની સંગતિની પસંદગી તેમને જીવનભર કુમાર્ગ પર ચાલવા માટે વિવશ કરી દે છે. જ્યારે આપણે આપણા જીવનમાં મિત્રની પસંદગી કરીએ છીએ તો આ બહુ મહત્ત્વપૂર્ણ સમય હોય છે. જો આપણે ભૂલથી પણ ખોટા વ્યક્તિનું સાન્નિધ્ય સ્વીકાર કરી લીધું તો આપણે ખુદ જીવનમાં વિકૃતિઓને આમંત્રિત કરવા લાગીએ છીએ. નશો, ખરાબ આદતો, અસત્ય, ચોરી વગેરે પ્રવૃત્તિઓ અહીંથી જ જન્મ લે છે. વાસ્તવમાં કુસંગ એક તાવ સમાન હોય છે અને આ તાવ જો એક વાર ચડી જાય તો પછી જીવનભર ઉતરવાનું નામ નથી લેતો. કુસંગ રૂપી કાદવ આપણને ખૂંપાવી દેવા તૈયાર હોય છે. આપણે એ કાદવમાં ફસાતા અને ધસતા જઈએ છીએ. તેથી આપણે કુસંગનાં વાદળો આવતાં પહેલાં જ પોતાનો માર્ગ બદલી નાખવો જોઇએ. જો લાગે કે આપણે ખોટા લોકોને મિત્રતા માટે પસંદ કરી લીધા છે તો તરત તેમની સાથે સંબંધો છોડી દેવા જોઇએ. તમારો આ વિવેક જ તમને અને તમારા જીવનમાં ઘટિત થનારા અનર્થથી બચાવી શકે છે.
બીજી તરફ, સત્સંગથી જીવનમાં વિકૃતિઓને તિલાંજલિ આપી શકાય છે. તેમને ઘણી હદ સુધી ખતમ કરી શકાય છે. સત્સંગથી જ કુસંગના તાવને ખતમ કરવાનું પ્રભાવી સામર્થ્ય ધરાવે છે. કુસંગતમાં પડીને જીવનના સામર્થ્યને ખતમ કરવાથી સારું છે કે સત્સંગતિનું સુધા પાન કરી પોતાના જીવનને આલોકિત કરવામાં આવે. કુસંગનો માર્ગ બિભત્સ છે. તિમિરથી ભરેલો છે. ત્યાં જ સત્સંગનો પ્રકાશ જીવનમાં ઉજાસ અને ઉલ્લાસને આમંત્રિત કરે છે. સત્સંગનો માર્ગ જીવનની ધ્યેય યાત્રામાં સફળતાના મોતી જડતો જાય છે. જીવનને સુંદર અને સાર્થક બનાવે છે.