Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :

કથાસાગર-જીવનનો બદલાવ

29/11/2023 00:11 Send-Mail

ગુરુ ગોવિંદ સિંહ પોતાના અનુયાયીઓને ધર્મ અને ન્યાયની રક્ષા માટે તત્પર રહેવા તથા પોતાનો સમય સેવા અને સહાયતામાં લગાવવાની પ્રેરણા આપતા રહેતા હતા. તેમના વિચારોને બધા ધ્યાનપૂર્વક સાંભળતા હતા. તેમને તરસ લાગી એટલે તેઓ બોલ્યા, ‘કોઈ પવિત્ર હાથોથી પીવા માટે પાણી લઈને આવો.’
એક શિષ્ય તરત પોતાના સામેના ઘરમાં ગયો અને ચાંદીના પ્યાલામાં નિર્મળ જળ ભરી લાવ્યો. તેણે પ્યાલો ધરતાં કહ્યું, ‘જળ ગ્રહણ કરો, ગુરુજી.’
ગુરુજીએ શિષ્યના હાથમાંથી પ્યાલો લીધો. તેઓ બોલ્યા, ‘પુત્ર, તારા હાથ તો અત્યંત કોમળ છે.’
શિષ્યએ કહ્યું, ‘ગુરુજી, હાથ એટલા માટે કોમળ છે, કારણ કે મારે કોઈ કામ નથી કરવું પડતું. તમારા આશીર્વાદથી અમારા પરિવારમાં નોકર-ચાકર કામ કરે છે. હાથને સહેજ પણ શ્રમ નથી પડતો.’
ગુરુજીએ કહ્યું, ‘હું આવા હાથનું પાણી ગ્રહણ ન કરી શકું, જે સેવા, સહાયતા કે શ્રમ જેવા પવિત્ર કાર્યોથી પાવન ન થયા હોય. એ હાથ જ પવિત્ર હોય છે, જે બીજાઓની સેવા કરે છે. સેવા અને શ્રમ કર્યા વિના તો આખું શરીર જ અપવિત્ર રહે છે.’
ગુરુ ગોવિંદ સિંહના શબ્દોએ શિષ્યનું જીવન બદલી નાખ્યું. તેણે એ જ દિવસથી અસહાયો અને બીમારોની સેવા શરૂ કરી દીધી.