Sardar Gurjari

બુધવાર, તા. ૬ નવેમ્બર, ૨૦૨૪, કારતક સુદ ૫, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૩૯

મુખ્ય સમાચાર :

ક્રાંતિ અને પડકાર

12/10/2024 00:10 Send-Mail

વર્ષ ૨૦૨૪નો ભૌતિક શાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અમેરિકન વૈજ્ઞાનિક જ્હોન હોપફીલ્ડ અને બ્રિટિશ-કેનેડિયન વૈજ્ઞાનિક જેફ્રી હિંટનને મળવું તેમના વ્યક્તિગત સંશોધનની પુષ્ટિ કરવાની સાથે એ તથ્યને પણ રેખાંકિત કરે છે કે કૃત્રિમ બુદ્ઘિમત્તા (એઆઇ) અને મશીન લર્નિંગે કઈ રીતે વિજ્ઞાનની સીમાઓને આગળ વિસ્તારી છે. ઉલ્લેખનીય છે કે મનુષ્યના મસ્તિષ્કને જ્ઞાત બ્રહ્માંડનું સૌથી શક્તિશાળી અને લચીલું કમ્પ્યૂટર માનવામાં આવે છે, જે પોતાના અબજો પરસ્પર જોડાયેલા ન્યૂરોન્સની સાથે ચેતનાને જન્મ આપે છે. દાયકાઓથી વૈજ્ઞાનિક પોતાના મશીન લર્નિંગ દૃષ્ટિકોણથી આ પ્રક્રિયાને સમજવાની કોશિશ કરી રહ્યા છે. જ્હોન હોપફીલ્ડ અને જેફ્રી હિંટને એઆઇનું હૃદય કહેવાતા આ ન્યૂરલ નેટવર્કના વિકાસ માટે આધારભૂત માળખું તૈયાર કર્યું, જે વર્તમાન ડિજિટલ દુનિયા અને આપણી જિંદગીનો અભિન્ન હિસ્સો બની ચૂક્યું છે. અસલમાં પ્રોફેસર હોપફીલ્ડ દ્વારા ૧૯૮૨માં વિકસિત હોપફીલ્ડ નેટવર્ક જ ન્યૂરલ નેટવર્કના વિકાસનું વાહક બન્યું, તો પ્રોફેસર હિંટનને ડીપ લર્નિંગના જનક માનવામાં આવે છે, જે ન્યૂરલ નેટવર્કને પ્રશિિક્ષત કરવાના ક્ષેત્રમાં યુગાંતરકારી શોધ રહી, અને જેના વગર આજે એઆઇ ક્રાંતિ સંભવ થઈ શકે તેમ ન હતી.
રસપ્રદ વાત એ છે કે જે મશીન લર્નિંગ માટે પ્રોફેસર હિંટનને નોબેલ પુરસ્કાર મળ્યું છે, કૃત્રિમ બુદ્ઘિમત્તા એટલે કે એઆઇ રૂપે તેના જ વિકસિત રૂપે વિરોધમાં તેમણે ૨૦૨૩માં ગૂગલમાંથી રાજીનામું આપી દીધું હતું. અસલમાં તેમનું એ કહેવું હતું કે એઆઇથી જે સમસ્યા પેદા થશે તેને રોકી શકવી શક્ય નહીં હોય. એઆઇએ નિ:સંદેહ પોતાના ઉદયની સાથે આપણા રોજિંદા જીવનમાં ક્રાંતિ પેદા કરી છે અને વિજ્ઞાન, ટેકનિક અને ઉદ્યોગના કેટલાય ક્ષેત્રોમાં નવી સંભાવનાઓને પણ જન્મ આપ્યો છે, જે સભ્યતાના ઇતિહાસમાં માઇલ સ્ટોન ગણવામાં આવે છે. મશીન લર્નિંગના ફાયદાનો કોઈ ઇનકાર ન કરી શકે, પરંતુ જે ઝડપથી તેનો વિકાસ થઈ રહ્યો છે, તે ચોક્કસ ચિંતાજનક છે, જેની પુષ્ટિ નોબેલની ભૌતિકી સમિતીની અધ્યક્ષા એલેન મૂન્સે પણ કરી છે. દેખીતું છે કે એઆઇની પ્રગતિ બેહદ રોમાંચક હોવા છતાં આ ટેકનિકના દુરુપયોગ, ગોપનીયતાના ઉલ્લંઘન અને સ્વચાલનને કારણે નોકરીઓમાં ઘટાડો જેવી ચિંતાઓ સામે આવી રહી છે. પરંતુ જેમ જેમ આપણે ભવિષ્ય તરફ આગળ વધતા રહીએ છીએ, તેની સંભાવના પણ વધી રહી છે કે એઆઇ અને મશીન લર્નિંગ માનવતા સામે આવનારા પડકારોના સમાધાનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. એવામાં સતર્ક, નિયમબદ્ઘ, નૈતિક, સમાવેશી અને જવાબદાર રીતે માનવતાના હિતમાં ટેકનિકનો ઉપયોગ થાય, તે જ આ પુરસ્કારનો સંદેશ પણ છે.