Sardar Gurjari

બુધવાર, તા. ૬ નવેમ્બર, ૨૦૨૪, કારતક સુદ ૫, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૩૯

મુખ્ય સમાચાર :

વિકાસ પર ભારે પડતો ઘાટીનો જનાદેશ

12/10/2024 00:10 Send-Mail

જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ લગભગ પૂર્વ અનુમાનોને અનુરૂપ જ છે. ચૂંટણીની જાહેરાતથી માંડીને અભિયાન સુધી એ સ્પષ્ટ થઈ ગયું હતું કે જમ્મુ ક્ષેત્રમાં ભાજપ પ્રભાવી છે પરંતુ કાશ્મીરમાં તેનો જનાધાર નથી વધ્યો. બીજી તરફ નેશનલ કોન્ફરન્સનો જનાધાર કાશ્મીરની સાથે જમ્મુ ક્ષેત્રમાં પણ છે. જોકે જમ્મુની ૪૩માંથી ભાજપને ૨૯ સીટો મળવાથી તેના સમર્થકોને નિરાશા થઈ શકે છે. સચ્ચાઈ અને જમીની વાસ્તવિકતાને નકારી ન શકાય. જોકે ત્રણ-ચાર સીટ ભાજપ ઘણા ઓછા અંતરતી હારી છે. જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ ખતમ થવા અને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા બાદ અહીં પહેલી વિધાનસભા ચૂંટણી હતી, તેથી તેનાં પરિણામ જોવાના દૃષ્ટિકોણમાં અંતર હોઇ શકે છે. ભાજપ સમર્થકો અને કાશ્મીરની પ્રાદેશિક પાર્ટીઓના સ્વાભાવિક વિરોધીની અંદર નિરાશા એટલા માટે છે કે ત્યાંના લોકો જ ખુલીને કહેતા હતા કે ૩૭૦ હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરનો વડાપ્રધાન મોદીએ એટલો વિકાસ કર્યો, જેની પહેલાં કલ્પના ન હતી. આતંકવાદના ભયથી કાંપતા દૂરસ્થ વિસ્તારોમાં પણ વિકાસ પહોંચ્યો.
સ્થાનિક નિગમોની ચૂંટણીથી નીચલા સ્તર પર વિકાસ અને કલ્યાણકારી કાર્યક્રમોમાં ભાગીદારી વધી, શિક્ષણ સંસ્થાઓ સુચારુ રૂપે ચાલવા લાગી, સાંસ્કૃતિક ગતિવિધિઓ, ખેલકૂદ વગેરે સામાન્ય ગતિવિધિઓની જેમ થઈ ગઈ જેની પાછલા ત્રણ દાયકાથી કલ્પના પણ નહોતી કરી શકાતી. એ સાચું કે ભાજપે બ્લોક ડેવલપમેન્ટ કાઉન્સિલ, ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ૨૦૨૧માં પંચો અને સરપંચોની ચૂંટણી કરાવી. તેમ છતાં કાશ્મીરમાં તેનું ખાતું ન ખૂલવું ચિંતાનો વિષય હોવો જોઇએ. જોકે તેને અસ્વાભાવિક ન માની શકાય. ભાજપે જમ્મુમાં ૪૧ અને કાશ્મીરમાં ૧૯ સીટો એટલે કે કુલ ૬૦ સીટો પર ચૂંટણી લડી. પાર્ટીએ પહેલી વાર ૨૩ મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખ્યા. બીજી તરફ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સના ગઠબંધનમાં કોંગ્રેસ ૩૨ અને નેશનલ કોન્ફરન્સે ૫૧ સીટો પર ચૂંટણી લડી તથા ૫ સીટો પર બંને વચ્ચે મુકાબલો હતો. જમ્મુ ક્ષેત્ર વિશે એ ધ્યાન રાખવું જરરી છે કે અહીં એક તૃતિયાંશ વસતી મુસ્લિમ છે. માત્ર ચાર જિલ્લા જમ્મુ, કઠુઆ, સાંભા અને ઉધમપુરમાં હિંદુ બહુમતીમાં છે, ચિનાબ ઘાટીના ત્રણેય જિલ્લા મિશ્ર છે તથા પીરપંજાલના પૂંછ અને ડોડા મુસ્લિમ બહુમતી છે. જમ્મુ કાશ્મીર આતંકવાદી, અલગતાવાદી હિંસાની અસ્થિર સ્થિતિમાં લાંબા સમયથી રહ્યું. તેમાં ૩૭૦ હટાવ્યા બાદ પરિસ્થિતિઓને એકાએક સામાન્ય કરવી તથા પ્રશાસનિક અને રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક ગતિવિધિઓથી લોકો સુધી પહોંચીને તેને સમજાવી શકવી અસંભવ હતું. ભાજપ ઘાટીમાં ક્યાંય હતી જ નહીં અને મુસલમાનો વચ્ચે તેને લઈને હંમેશાં ભ્રમ ફેલાવવામાં આવ્યો.
જમ્મુ-કાશ્મીરને મુસ્લિમ ઓળખ સાથે જોડવાનું ષડયંત્ર આઝાદી પહેલાંથી આરંભ થયું અને તત્કાલીન કેન્દ્રીય સત્તાએ નીતિઓ એ વ્યવહારથી એ માનસિકતાને સશક્ત કરી. ભાજપ સ્થાપિત કરેલી ભારતની અખંડતા સિદ્ઘાંતથી વિપરીત ધારણા વિરુદ્ઘ રહી છે. આ વિચારની સહયાત્રી નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ત્યાંની સ્થાપિત પાર્ટીઓ રહી છે. બાદમાં પીડીપી મુખ્ય પાર્ટી બની ગઈ અને તેનો જનાધાર બંને ક્ષેત્રોમાં રહ્યો છે. તેને તોડી શકવો આસાન ન હતું. જોકે કોંગ્રેસ જમ્મુ-કાશ્મીરથી ખતમ થઈ ગયેલી પાર્ટી સાબિત થઈ, કારણ કે તેને ૫ સીટો ઘાટીમાંથી મળી, જેનું કારણે નેશનલ કોન્ફરન્સ સાથેનું ગઠબંધન છે અને એક સીટ માત્ર પીરપંજાબમાં. બાકી જમ્મુમાં તે ક્યાંય જનાધાર સાબિત ન કરી શકી. જો તેનું નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન ન હોત તો તેનાં સૂપડાં સાફ થઈ ગયાં હોત. ભાજપને એકલા સૌથી વધુ ૨૫.૬૪ ટકા મત મળ્યા છે. તેને સમાંતર નેશનલ કોન્ફરન્સના મત ૨૩.૪૩ ટકા તથા કોંગ્રેસના ૧૧.૨૭ ટકા છે. કોંગ્રેસનો પોતાનો એક અલગ જનાધાર જમ્મુ અને ઘાટી બંને ક્ષેત્રોમાં રહ્યો છે જે આ ચૂંટણીમાં લગભગ ખતમ થઈ ગયો. પીડીપી માત્ર ૮.૭ ટકા મત મેળવનારી પાર્ટી રહી ગઈ અને ત્યારબાદ એકમાત્ર એનપી છે જેને ૧ ટકાથી વધુ મત મળ્યા. ભાજપનું આ આજ સુધીનું સૌથી સારું પ્રદર્શન છે. જોકે ચિંતાનો વિષય છેકે કલમ ૩૭૦ હટાવ્યા બાદ સામાન્ય લોકો પણ મીડિયામાં બોલી રહ્યા હતા કે તેમને શાસનમાં ભાગીદારીનો અવસર મળ્યો, શૈક્ષણિક-સાંસ્કૃતિક-ખેલકૂદ વગેરે ગતિવિધિઓ વધી, વિકાસના જબરદસ્ત કામ થયાં, પરંતુ તેઓ ભાજપને મત આપવા તૈયાર ન હતા. કાશ્મીરની મુસ્લિમ ઓળખની વિરોધી પાર્ટીની છબિ સાથે આખા દેશમાં આ સમયે મુસલમાનોની સામૂહિક પ્રવૃત્તિ ભાજપ વિરુદ્ઘ મતદાનની છે. આ જ કારણે તમામ મતદારોએ લગભગ રણનીતિક મતદાન કર્યું. વિકલ્પ રૂપે નેશનલ કોન્ફરન્સ જ મજબૂત દેખાતી હતી. તેથી પ્રભાવી અપક્ષો અને બાકી પક્ષોને ત્યાં નકારવામાં આવ્યા. પીડીપી માત્ર ત્રણ સીટોમાં સમેટાઈ ગઈ અને મેહબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તીજા મુફ્તી બીજબેહરા જેવા પરંપરાગત ક્ષેત્રમાં ચૂંટણી હારી ગઈ. પીપલ્સ કોન્ફરન્સના સજ્જાદ લોન કુપવાડાથી હાર્યા અને હૌદવાડાથી પણ માત્ર ૬૬૨ મતોથી જીત્યા. રાશિદ એન્જિનિયરનું સુપ્રીમ કોર્ટના આદેશ પર જેલમાંથી બહાર આવીને પ્રચાર કરવો કામ ન લાગ્યું.
જમાત-એ-ઇસ્લામીથી માંડીને હુર્રિયત સાથે જોડાયેલા ઉમેદવારોને પણ લોકોએ સમર્થન ન આપ્યું, કારણ કે તેની સામે વોટ વહેંચાવા અને ભાજપના મજબૂત થવાનો ખતરો દેખાડવામાં આવ્યો હતો. મુસ્લિમ બહુમતી ક્ષેત્ર જમ્મુના કિશ્તવાડથી ભાજપની શગુન પરિહારની જીત હતી, જેણે નેશનલ કોન્ફરન્સના સજ્જાદ અહમદ કિચલૂને ૫૨૧ મતોથી હરાવ્યા. ભાજપે પીર પંજાલના ક્ષેત્રમાં ગુર્જરો અને પહાડીઓ માટે ભલે ત્રણ દાયકા જૂની અનુસૂચિત જનજાતિના દરજ્જાને પૂરો કર્યો, અનામત આપી પરંતુ ત્યાંની આઠમાંથી એક પણ સીટ ન જીતી શકી. નેશનલ કોન્ફરન્સ સહિત તમામ પાર્ટીઓએ અલગતાવાદી વાયદા કર્યા હતા, જેમાં કલમ ૩૭૦ની વાપસી, ૧૯૫૪ પહેલાંની સ્થિતિની બહાલી, રાજકીય કેદીઓનો છૂટકારો, એ તમામ કાયદા ખતમ કરવા જે જમ્મુ-કાશ્મીરની વિશેષ સ્થિતિને પ્રભાવિત કરે છે, જમીન માલિકી સંબંધી બદલાયેલા કાયદા ખતમ કરવા, પાકિસ્તાન સાથે વાતચીત વગેરે સામેલ હતા. નેશનલ કોન્ફરન્સે તો શંકરાચાર્ય પર્વતને ‘તખ્ત-એ-સુલેમાન’ તથા હરિ પરિવતને ‘કોહે મારન’માં બદલવાની ઘોષણા કરી દીધી. આ પ્રકારની કટ્ટર મજહબી ઘોષણાઓની પણ ત્યાં અસર થઈ. ભાજપે તેનાથી વિપરીત વિકાસ, ભવિષ્યના નિર્માણ, આતંકવાદ, અલગતાવાદ, ભ્રષ્ટાચાર, પરિવારવાદ વગેરેને ખતમ કરીને સાચા લોકતંત્રની બહાલી જેવી સકારાત્મક ઘોષણાઓ કરી. હવે નેશનલ કોન્ફરન્સ-કોંગ્રેસની સરકાર બની રહી છે તો જોવું પડેશે કે તે પોતાના વાયદાને લઈને કેટલા આગળ વધે છે. ઉમર અબ્દુલ્લાએ કેન્દ્ર સરકાર સાથે સંબંધ બનાવીને કામ કરવાની વાત કરી છે જેમાં અત્યાર સુધી કોઈ પ્રકારની આક્રમકતા કે વિરોધની ભાષા નથી. સંભવ છેકે આ નિવેદન રણનીતિક પણ હોય. તેથી ઉમર અબ્દુલ્લાના નેતૃત્વવાળી સરકારની નીતિ-રીતિ, વ્યવહાર તથા ભવિષ્યનાં રાજકીય સમીકરણોનું સ્પષ્ટ સ્વરૂપ ઉઘાડું પડવામાં થોડો સમય લાગશે.