આણંદ તાલુકાના અડાસમાં આવેલ દેનાપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. દ્વારા શોપકીપર્સ ઇન્સ્યોરન્સ અને મની ઇન્સ્યોરન્સ પ્રકારનો વીમો મેળવીને પ્રિમીયમની ચૂકવણી કરવામાં આવી હતી. દરમ્યાન દૂધ મંડળીના દરવાજા તોડીને તિજોરીમાં મૂકેલ સભાસદ બોનસ, દૂધ ચૂકવણીના રૂ.૧,૩૮,૧૩૭ તસ્કરો ચોરી ગયા હતા. આ અંગે દૂધ મંડળી દ્વારા વાસદ પોલીસ સ્ટેશને ફરિયાદ તેમજ જરુરી દસ્તાવેજો, પુરાવા સહિત વીમા કંપનીમાં કલે...