Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :

કણજરીથી આણંદમાં એન્ટ્રી સુધીનો દાંડી માર્ગ દોઢ વર્ષથી ગોથે ચઢયો!

27/03/2023 00:03 AM

ખેડા જિલ્લાના ભૂમેલથી આણંદ જિલ્લામાં પ્રવેશ થતા અને ત્યાંથી આણંદમાં સંકેત ચોકડી સુધીના આશરે ૮ કિ.મી.ના દાંડી માર્ગને ડામર કામ માટે ગત ઓકટો.ર૦ર૧માં કોન્ટ્રાકટરને કામ આપવામંા આવ્યું હતું. આ દાંડી માર્ગની કામગીરી ૬ માસમાં એટલે કે એપ્રિલ,ર૦રર સુધીમાં પૂર્ણ કરવાની શરતનો કોન્ટ્રાકટમાં લેખિત નિર્દેશ કરાયો હતો. પરંતુ માંડ ૩.પ કિ.મી. માર્ગનું ડામર કામ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી કામગીરી ...

ચરોતરમાં માવઠાંના મારથી ખેતી પાકને નુકસાન

27/03/2023 00:03 AM

ચરોતરમાં છેલ્લાં કેટલાક દિવસથી વાદળછાયુ વાતાવરણ અને તાજેતરમાં પડેલ કમોસમી વરસાદથી ખેતીપાકોને વ્યાપક નુકસાન થયું છે.હાલ પંથકમાં ઘઉં અને તમાકુનો પાક ખેતરોમાં તૈયાર થઈ ગયો છે....

આણંદ-ખેડા જિલ્લામાં નીલ ગાયોના વધતા ઉપદ્રવથી ઉભા પાકને નુકસાન, ખેડૂતો પરેશાન

27/03/2023 00:03 AM

ચરોતર પંથકમાં નીલ ગાયોના વધતા-જતા ત્રાસથી ખેતરોના ઉભા પાકને થતી નુકસાનીથી ખેડૂતો આર્થિક નુકસાની સાથે પરેશાની ભોગવી રહ્યા છે નીલ ગાયોના ત્રાસમાંથી છૂટકારો મેળવવા બોરસદ પંથકના ખેડૂતોએ પાંચ માસ અગાઉ કૃષિ મંત્રી સમક્ષ લેખિત રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહેતા ખેડૂતો પરેશાની વેઠી રહ્યા છે....

આણંદ : રાહુલ ગાંધીના સભ્યપદ રદના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ, પોલીસે કરી અટકાયત

27/03/2023 00:03 AM

સુરત કોટેર્ે બે વર્ષની કરેલ સજા બાદ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરાયા મામલે કોંગ્રેસ દ્વારા દેશમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરુપે આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે આણંદમાં ગ્રીડ ચોકડીએ કોંગ્રેસ સમિતિ ખાતેથી 'સત્યમેવ જયતે સંકલ્પ સત્યાગ્રહ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકારની નીતિ સામે વિરોધ વ્યકત કરીને, વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વાર...

નાપા તળપદ પાસે ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એક્ટીવા ભટકાતા એકનું મોત, ૧ ગંભીર

27/03/2023 00:03 AM

બોરસદ તાલુકાના નાપા તળપદ ગામના શાહીન ટ્રેડર્સ નજીક ગઈકાલે રાત્રીના સવા આઠેક વાગ્યાના સુમારે ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એક્ટીવા ધડાકાભેર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત થયું હતુ જ્યારે બીજાને ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અંગે બોરસદ રૂરલ પોલીસે એક્ટીવા ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે....

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન

27/03/2023 00:03 AM

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં પાંચ એકર જમીનમાં વડતાલવાસી શ્રીલ-મીનારાયણ દેવના તાબાના વડતાલધામ મંદિરનો ભૂમિપૂજન મહોત્સવ યોજાયો હતો. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદ, વડતાલ ટ્રસ્ટીબોર્ડના પ્રયાસ અને વડીલ સંતોના આશિર્વાદ સાથે છેલ્લા ચાર વર્ષથી સત્સંગીઓ હરિમંદિરમાં સત્સંગ કરી રહ્યા છે. સત્સંગ સમુદાય વધવાથી વિશાળ મંદિરની માંગ ઉભી થઇ હતી....

કરોલી સીમની કેનાલમાં ગાબડું પડતા ૬૦ વીઘાથી વધુના પાકને નુકસાનીની ખેડૂતોની રાવ

26/03/2023 00:03 AM

મહેમદાવાદના કરોલી ગામની સીમમાં આવેલ કેનાલમાં આજે વહેલી સવારે ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેથી આશરે ૬૦ વીઘાથી વધુમાં રહેલા પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું....

આણંદમાં પ૦ વર્ષથી વધુ વયના બે આધેડને કોરોના પોઝિટિવ, કુલ ૧ર એકિટવ કેસ

26/03/2023 00:03 AM

આણંદ શહેરમાં આજે પ૦થી પપ વર્ષની વય વચ્ચેના બે આધેડનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. આ સાથે જિલ્લામાં હાલ કુલ ૧ર એકિટવ કેસ છે. જે પૈકી ર હોસ્પિટલમાં અને ૧૦ હોમ આઇસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. આણંદ જિલ્લામાં જાન્યુઆરી-ર૦ર૩થી કોરોના સંક્રમણની ધીમી ગતિથી શરુઆત થઇ હતી. શરુઆતના તબકકામાં ખાસ કરીને વિદેશથી આવેલા અને એરપોર્ટ પર કરાતા ટેસ્ટીંગમાં કોરોના પોઝિીટવનો રિપોર્ટ આવતો હતો...

પેટલાદ : પાલિકા દ્વારા બાકી બીલ ન ભરાતા વીજ તંત્રએ કનેકશન કાપતા કેટલાક વિસ્તારોના માર્ગો પર અંધારપટ

26/03/2023 00:03 AM

આણંદ જિલ્લાની મોટાભાગની પાલિકાઓમાં લાખો-કરોડોના બાકી વીજ બીલ વસૂલવા માટે હવે એમજીવીસીએલ દ્વારા વોટર પ્લાન્ટ અને સ્ટ્રીટ લાઇટોના કનેકશન કાપવાની કવાયત હાથ ધરી છે. જે પાલિકામાં આ પ્રકારે કનેકશન કપાયા છે ત્યાં સ્થાનિકો દ્વારા પાલિકાના વહીવટ સામે માછલાં ધોવાઇ રહ્યા છે. જેથી પાલિકાના સત્તાધીશો યેનકેન પ્રકારે વીજ કનેકશનના પુન: જોડાણ માટે પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટનામાં પેટલાદ નગરપાલિક...

આણંદ : ધો.૧૦માં અંગ્રેજીનું પ્રશ્નપત્ર 'અઘરૂં' ન હોવાનો વિદ્યાર્થીઓમાં આનંદ

26/03/2023 00:03 AM

ધો.૧૦ની બોર્ડ પરીક્ષામાં આજે અંગ્રેજી વિષયનું પ્રશ્નપત્ર હતું. જેથી વિષયના કારણે હાઉ અનુભવતા કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર નીકળવા સમયે પેપર સરળ રહ્યાનો આનંદ વ્યકત કર્યો હતો. આણંદ જિલ્લામાં ધો.૧૦માં અંગ્રેજી વિષયની પરીક્ષામાં નોંધાયેલા કુલ ર૪૯૮૧માંથી પર૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જયારે સંસ્કૃત પ્રથમાના પ્રશ્નપત્રમાં તમામ ર૮ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા....

    

કણજરીથી આણંદમાં એન્ટ્રી સુધીનો દાંડી માર્ગ દોઢ વર્ષથી ગોથે ચઢયો!

ચરોતરમાં માવઠાંના મારથી ખેતી પાકને નુકસાન

આણંદ-ખેડા જિલ્લામાં નીલ ગાયોના વધતા ઉપદ્રવથી ઉભા પાકને નુકસાન, ખેડૂતો પરેશાન

આણંદ : રાહુલ ગાંધીના સભ્યપદ રદના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સત્યાગ્રહ, પોલીસે કરી અટકાયત

નાપા તળપદ પાસે ઉભેલા ટ્રેક્ટરની ટ્રોલી પાછળ એક્ટીવા ભટકાતા એકનું મોત, ૧ ગંભીર

ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં વડતાલધામ મંદિરનું ભૂમિપૂજન

કરોલી સીમની કેનાલમાં ગાબડું પડતા ૬૦ વીઘાથી વધુના પાકને નુકસાનીની ખેડૂતોની રાવ

આણંદમાં પ૦ વર્ષથી વધુ વયના બે આધેડને કોરોના પોઝિટિવ, કુલ ૧ર એકિટવ કેસ