Sardar Gurjari

શુક્રવાર, તા. ૩ ફેબ્રુઆરી, ૨૦૨૩, મહા સુદ ૧૩, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૨૭

મુખ્ય સમાચાર :

મહિયારી સીમમાં ટ્રકોમાંથી લોખંડના સળિયા ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું : ૧.૦૨ કરોડના મુદ્દામાલ સાથે ૬ની ધરપકડ

03/02/2023 00:02 AM

આણંદ એસઓજી પોલીસે આજે મળસ્કે તારાપુર-વટામણ રોડ ઉપર આવેલા મહિયારી ગામની સીમના પડતર ખેતરમાં છાપો મારીને ટ્રકોમાંથી લોખંડના સળિયા ચોરવાનું રેકેટ ઝડપી પાડ્યું હતુ. પોલીસે મુખ્ય સુત્રધાર અને પાંચ ટ્રકોના ડ્રાયવર સહિત છ શખ્સોને ઝડપી પાડીને કુલ ૧.૦૨ કરોડ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરીને તારાપુર પોલીસ મથકે ગુનો દાખલ કરાવીને વધુ તપાસ હાથ ધરી છે....

કિંખલોડ સીમમાં બોર ખાવા ગયેલા કિશોરનું વીજકરંટ લાગતા કમકમાટીભર્યુ મોત

03/02/2023 00:02 AM

આંકલાવ તાલુકાના કિંખલોડ ગામની રવિપુરા સીમમાં ગઈકાલે સાંજના સુમારે બોર ખાવા માટે ગયેલા એક કિશોરને વીજકરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું....

પેટલાદમાં છુટાછેડાની બાબતે પિતા પુત્ર ઉપર ચાકુથી હુમલો, હાલત ગંભીર

03/02/2023 00:02 AM

પેટલાદ શહેરના ધોબીકુઈ વિસ્તારમાં ગઈકાલે રાત્રીના સુમારે છુટાછેડાની અદાવતમાં પિતા-પુત્ર ઉપર સગા વેવાઈ અને તેમના પુત્રએ ચાકુથી હુમલો કરીને ગંભીર ઈજાઓ પહોંચાડતા આ અંગે પેટલાદ શહેર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને બન્નેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે....

આણંદ: હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી ફરાર

03/02/2023 00:02 AM

હત્યા અને હત્યાના પ્રયાસના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો ચાવડાપુરા ખાતે રહેતો કેદી પેરોલ ફર્લો રજા મંજુર કરાવીને ફરાર થઈ જતાં આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે....

વ્યાજે નાણાં ધીરીને ૧૦ ટકા જેટલું ઉંચુ વ્યાજ વસુલીને ચેક રીટર્નના કેસો કરી ધમકીઓ આપતા ફરિયાદ

02/02/2023 00:02 AM

ખંભાત શહેર પોલીસે વગર લાયસન્સે નાણાં ધીરધાર કરીને ૧૦ થી ૬૦ ટકા જેટલું ઉંચુ વ્યાજ વસુલતા ચાર વ્યાજખોરો સામે ગઈકાલે રાત્રીના સુમારે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે....

બોરસદના જનતા બજારમાંથી ચોરીના ૧૨ મોબાઈલ સાથે શખ્સ ઝડપાયો

02/02/2023 00:02 AM

બોરસદ શહેર પોલીસે જનતા બજારમાં વોચ ગોઠવીને ચોરીના બાર મોબાઈલ ફોન સાથે એક શખ્સને ઝડપી પાડીને વધુ તપાસ અર્થે રીમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરી છે. રીમાન્ડ દરમ્યાન બીજી કેટલીક મોબાઈલ ચોરી પરથી પડદો ઉંચકાશે તેમ મનાઈ રહ્યું છે....

પેટલાદમાં જુની અદાવતમાં યુવાન પર હુમલો પાવડાના દસ્તાથી માર મારતા ફરિયાદ

02/02/2023 00:02 AM

પેટલાદ શહેરમાં રહેતો અને ડ્રાઈવીંગ કરીને જીવન ગુજરાન ચલાવતો સાજીદખાન ઉર્ફે હરબડી ડોસુખાન પઠાણ ગઈકાલે રાત્રીના ૧૧ વાગ્યાના સુમારે પેટલાદના બસસ્ટેન્ડમાં ઉભો હતો ત્યારે ઈકો કારમાં ઈરફાન ઉર્ફે ભુરો કાજી, ફરહાનુદ્દીન જાકીઉદ્દીન શેખ અને માહિર આવી પહોંચ્યા હતા. ફરહાનુદ્દીને સાજીદખાનને જણાવ્યું હતુ કે તે અમારા વિરૂદ્ઘ અગાઉ કેમ પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી સાજીદખાને તમે મને વગર વાંકે ...

આંબેખડાની સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર યુવાનને ૨૦ વર્ષની સખ્ત સજા

01/02/2023 00:02 AM

ખંભાત તાલુકાના આંબેખડા ગામે રહેતી એક સગીરાને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની લાલચ આપીને સગીરાને ભગાડી જઈને તેણી ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજારનાર યુવાનને ખંભાતની છઠ્ઠા એડીશ્નલ સેશન્સ કોર્ટે તકશીરવાર ઠેરવીને વીસ વર્ષની સખ્ત કેદની સજાનો હુકમ સંભળાવ્યો હતો....

આણંદ : પાનનો ગલ્લો ચલાવનાર વેપારીએ વ્યાજખોરોના ત્રાસથી કરેલો આપઘાત

01/02/2023 00:02 AM

આણંદ શહેરના પાધરીયા વિસ્તારમાં રહેતા અને ગોધરા લાઈન પાસે આવેલી નાની ખાટકીવાડની ફાટક પાસે પાનનો ગલ્લો ચલાવતા વેપારીએ આજે સવારના સુમારે ત્રણ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈને માલગાડી નીચે માથુ મૂકીને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. જો કે આણંદ રેલ્વે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે....

ઓડ પાલિકાના ચીફ ઓફિસરને હંગામી કર્મીએ ધમકી આપતા ફરિયાદ

01/02/2023 00:02 AM

ઓડ નગરપાલિકામાં ફરજ બજાવતા ચીફ ઓફિસરને હંગામી કર્મચારીએ ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપતાં આ અંગે ખંભોળજ પોલીસે ગુનો દાખલ કરીને કર્મીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે....

    

મહિયારી સીમમાં ટ્રકોમાંથી લોખંડના સળિયા ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું : ૧.૦૨ કરોડના મુદ્દામાલ સાથે ૬ની ધરપકડ

કિંખલોડ સીમમાં બોર ખાવા ગયેલા કિશોરનું વીજકરંટ લાગતા કમકમાટીભર્યુ મોત

પેટલાદમાં છુટાછેડાની બાબતે પિતા પુત્ર ઉપર ચાકુથી હુમલો, હાલત ગંભીર

આણંદ: હત્યાના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતો કેદી ફરાર

વ્યાજે નાણાં ધીરીને ૧૦ ટકા જેટલું ઉંચુ વ્યાજ વસુલીને ચેક રીટર્નના કેસો કરી ધમકીઓ આપતા ફરિયાદ

બોરસદના જનતા બજારમાંથી ચોરીના ૧૨ મોબાઈલ સાથે શખ્સ ઝડપાયો

પેટલાદમાં જુની અદાવતમાં યુવાન પર હુમલો પાવડાના દસ્તાથી માર મારતા ફરિયાદ

આંબેખડાની સગીરાને ભગાડી લઈ જઈ દુષ્કર્મ ગુજારનાર યુવાનને ૨૦ વર્ષની સખ્ત સજા