Sardar Gurjari

શુક્રવાર, તા. ૧૯ એપ્રિલ, ૨૦૨૪, ચૈત્ર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૦, વર્ષ -૨૩, અંક -૩૦૦

મુખ્ય સમાચાર :

તારાપુર : વાળંદાપુરામાં બે કૌટુંબિક પરિવારો વચ્ચે સમાધાન મુદ્દે મારામારીમાં પાંચને ઈજા

19/04/2024 00:04 AM

તારાપુર તાલુકાના વાળંદાપુરામાં ગઈકાલે બપોરના સુમારે બે કૌટુંબિક પરિવારો વચ્ચે અગાઉ થયેલા મનદુ:ખ બાબતેની સમાધાન બેઠકમાં મારક હથિયારો સામે સામસામે મારામારી થતાં પાંચને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. જેમાં બેને ગંભીર ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. તારાપુર પોલીસે બન્ને પક્ષોની ફરીયાદો લઈને ગુનાઓ દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે....

કરમસદ : એનઆરઆઈની જમીન પચાવી પાડતા ૩ વિરૂદ્ઘ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

19/04/2024 00:04 AM

કરમસદ ગામની સીમમાં આવેલી ૨૫.૨૯ ગુંઠા જેટલી એનઆરઆઈની જમીન સાચવવા માટે તથા જમીનમાં આવેલી ઓરડી રહેવા માટે આપનારે પચાવી પાડતા આ અંગે જિલ્લા કલેક્ટરના હુકમના આધારે વિદ્યાનગર પોલીસે ત્રણ શખ્સો વિરૂદ્ઘ લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે....

વિદ્યાનગર : સમાધાન માટેના પાંચ લાખ બાબતે પિતા-પુત્ર ઉપર તલવાર-પાઈપથી હુમલો

19/04/2024 00:04 AM

વિદ્યાનગરના હરિઓમનગર સ્મશાન પાસે ગઈકાલે રાત્રીના સુમારે બે બાઈકો ઉપર તલવાર અને લોખંડની પાઈપો સાથે આવી ચઢેલા ચાર શખ્સોએ બોલેરો પીકઅપમાં જઈ રહેલા પિતા-પુત્ર ઉપર હુમલો કરીને માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે....

ખંભાત : સોનાની ખરીદી પેટે આપેલ ૩.૦ર લાખનો ચેક પરત ફરતા એક વર્ષની કેદ, રૂ.૧૦ હજાર દંડ

19/04/2024 00:04 AM

ખંભાતમાં ફેન્સી દાગીનાની વેચવા-બનાવવાનો વ્યવસાય કરતા જવેલર્સને ત્યાંથી રૂ. ૩.૦ર લાખની સોનાની ચેન મહિલા ગ્રાહકે ઉધારમાં ખરીદી હતી. ત્યારબાદ જવેલર્સ ઉઘરાણી કરતા રૂ. ૩.૦ર લાખનો ચેક આપ્યો હતો....

આણંદ : પાકતી મુદ્દતની ડિપોઝીટના રૂ. ર.૭૧ લાખ ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ફયુચર એન્ટરપ્રાઇઝીસને હૂકમ

18/04/2024 00:04 AM

આણંદના વ્યકિતએ ફીકસ ડિપોઝીટ સહિત રોકાણનું કામ કરતી ફયુચર એન્ટરપ્રાઇઝીસ લિ.ની અમદાવાદ શાખામાં ર૦૧૯માં ર લાખ મૂકયા હતા. જેના ૩ વર્ષમાં પાકતી મુદ્દતે ર.૭૧ લાખ પરત ચૂકવવામાં આવ્યા નહતા. આ અંગે વારંવાર માંગણી અને ઇમેઇલ કરવા છતાં રોકાણ કંપની દ્વારા કોઇ પ્રત્યુતર આપ્યો નહતો....

લાંભવેલની સગીરાને ભગાડી જઈને અવારનવાર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

17/04/2024 00:04 AM

પાંચેક વર્ષ પહેલા આણંદ નજીક આવેલા લાંભવેલ ગામે રહેતી એક સગીરાને લગj કરવાની લાલચ આપીને દુષ્કર્મ ગુજારવાના ઈરાદે પોતાના બે મિત્રોની મદદથી ભગાડીને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને તેણી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજારનાર યુવાનને આણંદની સ્પેશ્યલ પોક્સો કોર્ટે તકશીરવાર ઠેરવીને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા સંભળાવી હતી....

મૈસુરથી બાળકીનું અપહરણ કરીને ભાગેલો આસામનો શખ્સ આણંદમાં ઝડપાયો

17/04/2024 00:04 AM

કર્ણાટકના મૈસુર ખાતેથી ૧૨ વર્ષની બાળકીનું અપહરણ કરીને ભાગેલા આસામના યુવાનને આણંદ રેલ્વે પોલીસે પ્રયાગરાજ-અમદાવાદ સુપરફાસ્ટ ટ્રેનમાંથી ઝડપી પાડીને બન્ને વધુ તપાસ અર્થે મૈસુર પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા....

તારાપુર : વડોદરાના પોલીસ કર્મી દ્વારા પૂર્વ પત્નીનું કારમાં અપહરણ કરાતા ફરિયાદ

17/04/2024 00:04 AM

તારાપુર ખાતે રહેતી પુર્વ પત્નીનું વડોદરા ગ્રામ્ય પોલીસ મથકના પેરોલ ફર્લો સ્ક્વોર્ડમાં ફરજ બજાવતા પુર્વ પતિએ ગત ૧૪મી તારીખના રોજ રાત્રીના સુમારે કારમાં અપહરણ કરીને મોબાઈલ ફોન તોડી નાંખી ભરૂચના પાનોલી ખાતે તરછોડી દેતા આ અંગે તારાપુર પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે....

પેટલાદમાં બે પરિવારો વચ્ચે નજીવી બાબતે મારામારી થતા પાંચને થયેલી ઈજા

17/04/2024 00:04 AM

પેટલાદ શહેરની નુરી મસ્જીદ પાસે ગઈકાલે બે પરિવારો વચ્ચે નજીવી બાબતે મારમારી થતાં પાંચને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી. આ અંગે પેટલાદ શહેર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે....

વિદ્યાનગર : નિષ્ઠા હોટલમાંથી વિદેશી દારૂની મહેફિલ માણતા ૮ નબીરા ઝડપાયા

16/04/2024 00:04 AM

વિદ્યાધામ વિદ્યાનગરમાં આવેલી નિષ્ઠા હોટલમાં ગઈકાલે મોડી સાંજના સુમારે પોલીસે મળેલી હકિકતને આધારે છાપો મારીને ૮ નબીરા વિદ્યાર્થીઓને વિદેશી દારૂની મહેફિલ માણતા રંગેહાથે ઝડપી પાડતા શિક્ષણ આલમમાં હડકંપ મચી જવા પામ્યો છે. પોલીસને રૂમમાંથી વિદેસી દારૂની એક આખી બોટલ તેમજ બીજી બોટલમાંથી ૨૦૦ મીલી જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો....

    

તારાપુર : વાળંદાપુરામાં બે કૌટુંબિક પરિવારો વચ્ચે સમાધાન મુદ્દે મારામારીમાં પાંચને ઈજા

કરમસદ : એનઆરઆઈની જમીન પચાવી પાડતા ૩ વિરૂદ્ઘ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ

વિદ્યાનગર : સમાધાન માટેના પાંચ લાખ બાબતે પિતા-પુત્ર ઉપર તલવાર-પાઈપથી હુમલો

ખંભાત : સોનાની ખરીદી પેટે આપેલ ૩.૦ર લાખનો ચેક પરત ફરતા એક વર્ષની કેદ, રૂ.૧૦ હજાર દંડ

આણંદ : પાકતી મુદ્દતની ડિપોઝીટના રૂ. ર.૭૧ લાખ ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ફયુચર એન્ટરપ્રાઇઝીસને હૂકમ

લાંભવેલની સગીરાને ભગાડી જઈને અવારનવાર દુષ્કર્મ ગુજારનાર શખ્સને ૧૦ વર્ષની સજા

મૈસુરથી બાળકીનું અપહરણ કરીને ભાગેલો આસામનો શખ્સ આણંદમાં ઝડપાયો

તારાપુર : વડોદરાના પોલીસ કર્મી દ્વારા પૂર્વ પત્નીનું કારમાં અપહરણ કરાતા ફરિયાદ