રાજયની સાથોસાથ આ ચોમાસામાં ખેડા જિલ્લામાં પણ મેઘરાજાએ અતિવૃષ્ટિનો માહોલ સર્જયો હતો. તેમાંયે જન્માષ્ટમી પર્વની આસપાસના દિવસોમાં અવિરત વરસાદના કારણે જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. ખાસ કરીને નદીઓમાં ઉપરવાસમાંથી છોડાતા પાણીના કારણે બે કાંઠે વહેતી થઇ હતી. પરિણામે નદી કાંઠાના ગામો, ખેતરોમાં પાણી ભરાઇ રહ્યાની સ્થિતિ સર્જાઇ હતી....