Sardar Gurjari

સોમવાર, તા. ૨૭ માર્ચ, ૨૦૨૩, ચૈત્ર સુદ ૬, વિ.સં. ૨૦૭૯, વર્ષ -૨૨, અંક -૨૭૮

મુખ્ય સમાચાર :

નડિયાદ નજીકની બિલોદરા જિલ્લા જેલમાં પોલીસના સર્ચ ઓપરેશનમાં બે મોબાઈલ મળ્યા

26/03/2023 00:03 AM

ગૃહ વિભાગના આદેશ બાદ ગઈકાલે રાત્રીના સુમારે રાજ્યની તમામ જેલમાં પોલીસનું એકીસાથે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં ખેડા જિલ્લાની નડિયાદ પાસે આવેલ જિલ્લા જેલ બિલોદરામાં પણ ગતરાત્રીએ સર્ચ ઓપરેશન દરમ્યાન શંકાસ્પદ બે મોબાઇલ ફોન મળી આવતાં સમગ્ર મામલે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે....

વાઘજીપુરા ગામે મહિલા બુટલેગરના ઘરમાંથી રૂા. ૭૪૪૦૦નો વિદેશી દારૂ ઝડપાયો

26/03/2023 00:03 AM

ખેડા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આતરસુંબા પો.સ્ટે હદમા આવેલા વાઘજીપુરા ગામના ઇન્દીરા આવાસમાં આવેલ લીસ્ટેડ બુટલેગરના બંધ મકાનમાં છાપો મારીને રૃા. ૭૪૪૦૦ની કિંમતનો વિદેશી દારૃનો જથ્થો ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી છે. આ અગે મળતી માહિતી મુજબ ખેડા એલસીબી પોલીસને માહિતી મળી હતી કે વાઘજીપુરા ખાતે રહેતી લીસ્ટેડ બુટલેગર ગંગાબેન જશુભાઇ ચૌહાણના ઘરે વિદેશી દારૃનો જથ્થો છુપાવ્યો છે જે...

મંજીપુરાના યુવાન સાથે નોકરીના બહાને તેમજ ડાકોરના યુવાન સાથે નોમીનીના બહાને છેતરપિંડી

26/03/2023 00:03 AM

નડિયાદના મંજીપુરાનો યુવાન નોકરીની લાલચમાં બે વાર મળીને કુલ ૧૦૭૫૦ રૃપિયામાં ઠગાયો હતો તો ડાકોરમાં HDFC બેંકના કસ્ટમર કેરમાંથી બોલું છું કહી નોમીની તરીકે નામ વેરીફાઈ કરવાનું કહી છેતરપિંડી આચરી છે. આ બંન્ને બનાવો સંદર્ભે જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે....

સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પરથી જૂના ફર્નિચરની આડમાં લઈ જવાતો ૯.૨૬ લાખનો વિદેશી દારૂ પકડાયો

26/03/2023 00:03 AM

સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ ઉપરથી જુનાજર્જરીત ફર્નિચરની આડમાં બંધ બોડીની ડાર્ક પાર્સલ આઇશર ગાડી માં લઇ જવાતા રૃ ૯.૨૬ લાખના દારૃ સાથે પોલીસે કુલ ૧૯.૪૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે....

કણજરીની પરિણીતા પર સાસરીયાઓએ મેલી વિદ્યાની શંકા રાખી ત્રાસ ગુજારતા ચકચાર

25/03/2023 00:03 AM

નડિયાદ તાલુકાના કણજરીની પરિણીતા પર સાસરીયાઓએ ‘તું ફૂલછોડની અંદર કોઈ મેલી વિદ્યા કરીને લાવી છું એટલે મારા દીકરાને ઉલ્ટીઓ થાય છે’ તેમ કહી તારે અલગ રહેવું હોય તો તારા પિયરવાળા મકાન લઈ આપે તેવી માંગણી કરી મ્હેણાં ટોણાં મારી ત્રાસ આપતા હતા. આ મામલે પરિણીતાએ પોતાના પતિ, સાસુ, સસરા, દિયર અને નણંદ સામે નડિયાદ મહિલા પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. આ અંગે મ...

સાંઠ ગામની ત્રણ વીઘા જમીન ઉપર ભરવાડે ગેરકાયદે કબ્જો જમાવી દેતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

25/03/2023 00:03 AM

ખેડા જિલ્લાના સમાદરા ગામના પરંતુ હાલમાં અમદાવાદ ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા વૃધ્ધની તારાપુર તાલુકાના સાંઠ ગામે આવેલી વેચાણ રાખેલી ત્રણ વીઘા જમીન ઉપર ગંધુભાઈ જીવણભાઈ ભરવાડે ગેેરકાયદે કબ્જો જમાવી દેતાં આ અંગે તારાપુર પોલીસે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે....

નડિયાદ પાંચ હાટડીમાં થયેલ મારામારી મામલે સામે પક્ષે પણ ફરિયાદ

24/03/2023 00:03 AM

નડિયાદ પાંચ હાટડીમાં પૈસાની લેતી દેતી મામલે પરમદિવસ રાત્રીના સમયે બે પક્ષ વચ્ચે થયેલ મારામારી મામલે એક પક્ષ દ્વારા નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન આ મામલે સામા પક્ષ દ્વારા પણ નડિયાદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે....

મહેમદાવાદ: સુઢાવણસોલ હત્યા કેસમાં ચાર પકડાયા: એક દિવસના રીમાન્ડ

24/03/2023 00:03 AM

મહેમદાવાદના સુઢાવણસોલ ગામમાં ગત રવિવારની રાત્રિના સમયે કોઈ રીતે આવી ગયેલ છત્તીસગઢના એક યુવકને ગ્રામજનોએ ચોર સમજી ઢોર માર મારતાં યુવકનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રીમાન્ડ આપ્યા હતા....

ખેડા: કાજીપુરાની ગૃહિણીએ પેન પેકિંગના ગૃહઉદ્યોગની લાલચમાં રૂા. ૨૫ હજાર ગૂમાવ્યા

23/03/2023 00:03 AM

ખેડાના કાજીપુરા ગામે રહેતી ગૃહિણી મહિલાએ યુ ટ્યુબ પર જોયેલો પેન પેકિંગના ગૃહ ઉદ્યોગ માટે સંપક ર્કરતા ગઠિયાએ રૂા. ૨૫ હજાર ઉપરાંતની રકમની ઠગાઈ કરી લેતા આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે....

નડિયાદ : પાંચ હાટડી વિસ્તારમાં ઉછીના આપેલા નાણાં બાબતે ચપ્પા-લાકડાના ડંડાથી હુમલો, ૨ ઘાયલ

23/03/2023 00:03 AM

નડિયાદમાં ઉછીના નાણાંની ઉઘરાણી બાબતે ૫ હૂમલાખોરોએ બે વ્યક્તિઓને ચપ્પા અને લાકડી વડે હૂમલો કરી ઘર નજીક આવેલ લારી ગલ્લાઓ તેમજ પાર્ક કરેલા વાહનોની તોડફોડ કરી નુકસાન પહોંચાડતા આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે....

    

નડિયાદ નજીકની બિલોદરા જિલ્લા જેલમાં પોલીસના સર્ચ ઓપરેશનમાં બે મોબાઈલ મળ્યા

વાઘજીપુરા ગામે મહિલા બુટલેગરના ઘરમાંથી રૂા. ૭૪૪૦૦નો વિદેશી દારૂ ઝડપાયો

મંજીપુરાના યુવાન સાથે નોકરીના બહાને તેમજ ડાકોરના યુવાન સાથે નોમીનીના બહાને છેતરપિંડી

સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેક પોસ્ટ પરથી જૂના ફર્નિચરની આડમાં લઈ જવાતો ૯.૨૬ લાખનો વિદેશી દારૂ પકડાયો

કણજરીની પરિણીતા પર સાસરીયાઓએ મેલી વિદ્યાની શંકા રાખી ત્રાસ ગુજારતા ચકચાર

સાંઠ ગામની ત્રણ વીઘા જમીન ઉપર ભરવાડે ગેરકાયદે કબ્જો જમાવી દેતાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

નડિયાદ પાંચ હાટડીમાં થયેલ મારામારી મામલે સામે પક્ષે પણ ફરિયાદ

મહેમદાવાદ: સુઢાવણસોલ હત્યા કેસમાં ચાર પકડાયા: એક દિવસના રીમાન્ડ