Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૨૨, શ્રાવણ વદ ૭, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૬૩

મુખ્ય સમાચાર :
પીએમ કિસાન યોજનામાં મોટો ફેરફાર : હવે રજિસ્ટ્રેશન વખતે રેશનકાર્ડને લગતી તમામ માહિતી ફરજિયાત આપવી પડશે
યોજનામાં થઇ રહેલા ભ્રષ્ટાચારને રોકવા માટે લેવાયેલ નિર્ણય
28/06/2022 00:06 AM Send-Mail
જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા માટે જરૂરી ખબર છે. સરકારે પીએમ કિસાન સ્કીમના નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમો અનુસાર હવે રજિસ્ટ્રેશન દરમિયાન રાશન કાર્ડને લગતી તમામ માહિતી આપવી ફરજિયાત કરી દેવામાં આવી છે. હવે તમારે રજિસ્ટ્રેશન કરતી વખતે રાશન કાર્ડ પણ અપલોડ કરવો પડશે નહીંતર તમને આગામી હપ્તાનો લાભ નહીં મળે. સાથે જ સરકારે યોજનાના લાભને જારી રાખવા માટે ઇ-કેવાયસી કરાવવાનું પણ અનિવાર્ય કરી દીધું છે.

વાસ્તવમાં સરકારે પીએમ કિસાન નિધિ યોજનામાં થઇ રહેલા ભ્રષ્ટાચારને રોકવા માટે આ ફેરફાર કર્યો છે. આ યોજનામાં પરિવારનો એક સભ્ય પતિ કે પત્ની જ પૈસા લઇ શકે છે.

સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતો પાસે રાશન કાર્ડ છે તેઓ પીએમ કિસાન નિધિની સત્તાવાર વેબસાઇટ પર જઇને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તદુપરાંત તમારી પાસે ખેડૂત પોથી, આધાર કાર્ડ, મોબાઇલ નંબર અને બેન્ક એકાઉન્ટ નંબર હોવો જરૂરી છે. સાથે જ વેબસાઇટ પર રાશન કાર્ડ નંબરની સાથે-સાથે માંગવામાં આવેલા દસ્તાવેજોની સોફ્ટ કોપી (પીડીએફ) અપલોડ કરવી પણ જરૂરી છે. આ સાથે જ સરકારે ખેડૂતોને કેવાયસી કરાવવા માટે ૩૧ જુલાઇ ૨૦૨૨ સુધીનો સમય આપ્યો છે. જે ખેડૂતોએ આ પ્રક્રિયાને પૂરી નથી કરી તેમને ૧૧મા હપ્તાનો લાભ પણ નહીં મળે. ઉલ્લેખનીય છે કે દેશના ૧૦ કરોડથી વધુ ખેડૂતોને ૧૧મા હપ્તાનો લાભ મળી ચૂક્યો છે. ૧૨ હપ્તાના પૈસા પણ આવનાર કેટલાક મહિનાઓમાં ખેડૂતોના ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

‘NRIને પણ મળે મતદાનનો અધિકાર’ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસેથી માંગ્યો જવાબ

મહિલાએ ઉત્તેજક ડ્રેસ પહેર્યો હોય તો આરોપી પર યૌન શોષણનો કેસ બનતો નથી : કેરળની જિલ્લા અદાલતની ટિપ્પણીથી વિવાદ

રેવડી કલ્ચર : સુપ્રીમનો સવાલ, શું ફ્રી વીજળી, પાણી, આરોગ્ય સુવિધાઓને મફતખોરી કહેવામાં આવશે?

બિહાર : અપહરણ કેસમાં કોર્ટમાં સરેન્ડર કરવાના દિવસે જ કાયદા મંત્રીના શપથ લીધા

ભાજપ સંસદીય બોર્ડમાંથી શિવરાજસિંહ અને ગડકરીને પડતા મૂકાયા

જમ્મુ કાશ્મીર કોંગ્રેસ પ્રદેશ પ્રચાર સમિતિના અધ્યક્ષપદે નિમણૂંકના બે કલાકમાં જ ગુલામનબી આઝાદનું રાજીનામું

બંગાળના હાવડામાં કચરાના ઢગલામાંથી ૧૦ છોકરી અને ૭ છોકરાના ભ્રૃણ મળ્યા

બાબા રામદેવના નિવેદન પર દિલ્હી હાઇકોર્ટે વ્યકત કરી ચિંતા, કહ્યું - એલોપેથી પર સવાલ ન ઉઠાવવો જોઇએ