Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૨૨, શ્રાવણ વદ ૭, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૬૩

મુખ્ય સમાચાર :
જી-૭ શિખર સંમેલનમાં પીએમએ બીજા દિવસે અનેક મુદ્દાઓ પર પ્રકાશ ફેંક્યો
એ માન્યતા ખોટી છે કે ગરીબ દેશો પર્યાવરણને વધારે નુકસાન પહોંચાડે છે: મોદી
ભારતનો ૧૦૦૦ વર્ષનો ઇતિહાસ પણ આ તથ્યને ખોટું સાબિત કરે છે : અમે પ્રકૃતિને સુરિક્ષત રાખી છે, સદીઓથી ગુલામી પણ સહન કરી છે હવે સ્વતંત્ર ભારત વિશ્વની સૌથી ઝડપથી વધતી મોટી અર્થવ્યવસ્થા છે : ઇન્ડો-પેસિફિક અને રશિયા-યુક્રેન યુદ્ઘ, જળવાયુ, ઊર્જા, સ્વાસ્થ્ય પર ફોકસ
28/06/2022 00:06 AM Send-Mail
સંમેલનમાં જોવા મળી સમાંતર કૂટનીતિ મોદીની જો બાઇડન, જસ્ટિસ ટૂડો, ઇમેન્યુઅલ મેક્રો સાથે મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અહીં જી-૭ શિખર સમ્મેલન સ્થળે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટૂડો સાથે મુલાકાત કરી હતી. ગ્રુપ ફોટો ખેંચાવતા પહેલા પણ આ નેતાઓ સાથે વાતચીત પણ થઇ. વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટર પર કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ જો બાઇડન, રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટૂડો સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદીએ સમૂહમાં ફોટો સાથે એક કેપ્શન પણ ટ્વીટ કર્યું જેમાં લખ્યું હતું કે વિશ્વ નેતાઓ સાથે જી-૭ શિખર સંમેલનમાં.

બાઇડન પીએમ મોદીને હાથ મિલાવવા દોડતા આવ્યા : વીડિયો વાયરલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલના દિવસોમાં જી-૭ની બેઠકમાં સામેલ થવા માટે જર્મનીના પ્રવાસે છે. આ બેઠકમાં સામેલ થવા માટે વિશ્વભરના મોટા નેતાઓ જર્મનીમાં એકઠા થયા છે. આ દરમિયાન તમામ નેતાઓ એકબીજાને મળ્યા હતાં. એવામાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો એક વીડિયો સામે આવ્યો છે. જે અમેરિકન રાષ્ટ્રપતિ સાથે મળવા માટે વિશ્વભરના દેશોના નેતાઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં હોય છે. તે સામેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હાથ મિલાવવા માટે દોડતા આવે છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટૂડો સાથે વાત કરી રહ્યા હતાં. આ દરમિયાન અમેરિકન પ્રમુખ જો બાઇડન પાછળથી વડાપ્રધાન મોદીને મળવા માટે સામેથી આવી રહ્યાં છે. આ સમયે અન્ય અનેક નેતાઓ રસ્તામાં જોવા મળી રહ્યાં છે, પરંતુ જો બાઇડન સીધા વડાપ્રધાન મોદી તરફ જ આવે છે. જો બાઇડને વડાપ્રધાન મોદીના ખભા પર હાથ મૂકે છે. જે બાદ બન્ને નેતાઓ હાથ મિલાવે છે.

જી-૭ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે બે દિવસની યાત્રા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મની પહોંચ્યા છે. આ કડીમાં આજે પીએમ મોદી શ્લાસ એલ્મો પહોંચ્યા હતાં જ્યાં જર્મનીના ચાન્સલર ઓલાફ શોલેજે આજે જી-૭ શિખર સંમેલનમાં પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. જર્મનીમાં જી-૭ શિખર સમ્મેલનમાં જળવાયુ ઊર્જા અને સ્વાસ્થ્ય પર એક સત્રમાં ગ્રહ સમર્થક બનવા અને બહેતર ભવિષ્યમાં રોકાણ કરવા માટે મોદીએ હરિયાણા વિકાર, સ્વચ્છ ઊર્જા, સ્થાયી જીવન શૈલી અને વૈશ્વિક ભલાઇ માટે ભારતના પ્રયાસો પર પ્રકાશ પેંક્યો.

સમિટમાં ક્લાઇમેટ ચેન્જ, ઊર્જા, સ્વાસ્થ્ય અને ખાદ્ય સુરક્ષા અને લિંગ સમાનતા પર ફોકસ રહ્યો. તદુપરાંત યુક્રેન-રશિયા યુદ્ઘ અને હિન્દ-પ્રશાંત ક્ષેત્ર પર પણ ગંભીર ચર્ચા થઇ. આ દરમિયાન મોદીએ રશિયા અને યુક્રેનનું નામ લીધા વિના કહ્યું કે કેટલાક કારણોસર એનર્જી અને ખાદ્ય સંકટ સામે આવી રહ્યાં છે.

આ દરમિયાન મોદીએ કહ્યું કે એ માન્યતા ખોટી છે કે ગરીબ દેશો પર્યાવરણને વધારે નુકસાન પહોંચાડે છે. ભારતનો ૧૦૦૦ વર્ષનો ઇતિહાસ પણ આ તથ્યને ખોટો સાબિત કરે છે. અમે પ્રકૃતિને સુરિક્ષત રાખી છે. પીએમ મોદીએ કહ્યું કે, અમે સદીઓની ગુલામી પણ સહન કરી છે. હવે સ્વતંત્ર ભારત દુનિયાની સૌથી ઝડપથી વધતી મોટી અર્થવ્યવસ્થા છે. વિશ્વની ૧૭ ટકા જનસંખ્યા ભારતમાં રહે છે. પરંતુ વૈશ્વિક કાર્બન ઉત્સર્જનમાં અમારૂ યોગદાન માત્ર પાંચ ટકા જ છે. પીએમએ વધુમાં કહ્યું કે, અમે ભારતના ઘરે ઘરે એલઇડી અને ક્લીન કૂકિંગ ગેસ પહોંચાડ્યું છે. પર્યાવરણ પ્રતિ અમારી જવાબદારી નિભાવતી રહીશું. દરેક ગરીબ પરિવારનો ઊર્જા પર સમાન હક છે. આ માત્ર અમીરો માટે નથી. અમને આશા છે કે અમીર દેશો ક્લીન એનર્જીના મામલે ભારતની મદદ કરીશું. આજે ભારતમાં દુનિયાનું પ્રથમ સોલર પાવર્ડ એરપોર્ટ છે.