Sardar Gurjari

બુધવાર, તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૨, શ્રાવણ વદ ૬, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૬૨

મુખ્ય સમાચાર :
મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં રોજ નવા આયામ સ્થાપિત થાય છે
ઋષિકેશ-કર્ણપ્રયાગ ૨૫ કિમી ટનલ પાંચ માસમાં તૈયાર કરવાનો રેકોર્ડ
૧૨૫ કિલોમીટર લાંબી આ પરિયોજના ઉપરથી ૧૦૫ કિલોમીટર રેલ લાઈન સુરંગોની અંદરથી થઈને પસાર થશે
28/06/2022 00:06 AM Send-Mail
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં સામેલ ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટના કાર્યમાં દરરોજ નવા આયામ સ્થાપિત થઈ રહ્યા છે. આ વખતે કર્ણપ્રયાગ રેલ પ્રોજેક્ટના કાર્યમાં રેલ વિકાસ નિગમની કાર્યકારી સંસ્થાઓએ વિભિન્ન ફેસમાં પાંચ માસની અંદર ૨૫ કિલોમીટર ટનલિંગનુ કામ પૂરુ કરી નવી સફળતા પ્રાપ્ત કરી લીધી છે. આ સાથે જ પરિયોજનામાં અત્યાર સુધી કુલ ૫૦ કિલોમીટર ટનલિંગનુ કામ પૂર્ણ કરી લેવાયુ છે. આ જાણકારી રેલ મંત્રાલયે શનિવારે મોડી રાતે પોતાના ટ્વીટર હેન્ડલ પર જાહેર કરી. રેલ મંત્રાલયના આ ટ્વીટ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ટ્વીટને પસંદ કરી અને શેર પણ કરી છે. ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ પરિયોજના ભારતીય રેલવેની સૌથી પડકારપૂર્ણ રેલ પરિયોજના છે. ૧૨૫ કિલોમીટર લાંબી આ પરિયોજના પર ૧૦૫ કિલોમીટર રેલ લાઈન સુરંગોની અંદરથી થઈને પસાર થશે. પરિયોજના પર કુલ ૧૭ સુરંગોનુ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. આ પરિયોજનામાં લાંબી સુરંગ સુધી પહોંચવા માટે સાત એડિટ ટનલ બનાવવામાં આવશે, જેની લંબાઈ લગભગ ચાર કિલોમીટર છે. છ કિલોમીટરથી વધારે લાંબી સુરંગના સમાંતર એટલી જ લંબાઈની એસ્કેપ ચેનલ પણ બનાવવામાં આવશે, જેની કુલ લંબાઈ ૯૮ કિલોમીટર છે.

મુખ્ય ટનલ અને એસ્કેપ ચેનલને જોડવા માટે ૩૭૫ મીટરના અંતરે ક્રોસ પેસેજ બનાવવામાં આવી રહ્યા છે. આ ક્રોસ પેસેજની કુલ લંબાઈ લગભગ પાંચ કિલોમીટર છે. વર્તમાનમાં આ તમામ પ્રકારની સુરંગના નિર્માણનુ કાર્ય જારી છે.

શનિવારે રાતે રેલ મંત્રાલયે એક ટ્વીટ જારી કરી જણાવ્યુ કે કર્ણપ્રયાગ રેલ પરિયોજના પર અત્યાર સુધી કુલ ૫૦ કિલોમીટર સુરંગનુ નિર્માણ પૂર્ણ થઈ ચૂકયુ છે. આ ૫૦ કિલોમીટર સુરંગનુ નિર્માણ માત્ર મુખ્ય સુરંગ નથી, પરંતુ આ સાથે જોડાયેલી એડિટ ટનલ, ક્રોસ ટનલ અને સમાંતર ટનલ પણ સામેલ છે. મંત્રાલયના ટ્વીટમાં ખાસ વાત એ જણાવાઈ છે કે પરિયોજનાના નિર્માણમાં પાંચ માસમાં એટલી ઝડપ આવી છે કે આ સમયગાળામાં રેકોર્ડ કુલ ૨૫ કિલોમીટર ટનલનુ નિર્માણ પુરુ થઈ શકયુ છે. ટનલિંગના કાર્યમાં આ ગતિ ખૂબ ઝડપી કહી શકાય છે.

ગુજરાત: ધોધમાર વરસાદથી અનેક સ્થળો જળબંબાકાર

‘NRIને પણ મળે મતદાનનો અધિકાર’ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચ પાસેથી માંગ્યો જવાબ

મહિલાએ ઉત્તેજક ડ્રેસ પહેર્યો હોય તો આરોપી પર યૌન શોષણનો કેસ બનતો નથી : કેરળની જિલ્લા અદાલતની ટિપ્પણીથી વિવાદ

રેવડી કલ્ચર : સુપ્રીમનો સવાલ, શું ફ્રી વીજળી, પાણી, આરોગ્ય સુવિધાઓને મફતખોરી કહેવામાં આવશે?

બિહાર : અપહરણ કેસમાં કોર્ટમાં સરેન્ડર કરવાના દિવસે જ કાયદા મંત્રીના શપથ લીધા

ભાજપ સંસદીય બોર્ડમાંથી શિવરાજસિંહ અને ગડકરીને પડતા મૂકાયા

જમ્મુ કાશ્મીર કોંગ્રેસ પ્રદેશ પ્રચાર સમિતિના અધ્યક્ષપદે નિમણૂંકના બે કલાકમાં જ ગુલામનબી આઝાદનું રાજીનામું

બંગાળના હાવડામાં કચરાના ઢગલામાંથી ૧૦ છોકરી અને ૭ છોકરાના ભ્રૃણ મળ્યા