Sardar Gurjari

ગુરુવાર, તા. ૧૮ ઓગસ્ટ, ૨૦૨૨, શ્રાવણ વદ ૭, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૬૩

મુખ્ય સમાચાર :
આણંદ જિલ્લામાં ૧૪ સ્થળોએ રથયાત્રાનું આયોજન : પોલીસ એલર્ટ મોડમાં
સૌથી મોટી રથયાત્રા સંવેદનશીલ એવા પેટલાદ શહેરમાં નીકળશે : પોલીસ દ્વારા વાહન ચેકિંગ : ઝુંબેશથી માંડીને ફ્લેગમાર્ચ, ફુટ પેટ્રોલીંગ, શાંતિ સમિતિની બેઠકોનો દૌર હાથ ધરાયો
28/06/2022 00:06 AM Send-Mail
આણંદ જિલ્લામાં ક્યાં ક્યાં યોજાશે રથયાત્રા
આણંદ જિલ્લામાં આ વર્ષે પહેલી જુલાઈના રોજ પેટલાદ શહેર, બોરસદ શહેર, સામરખા, નાપા તળપદ, ઓડ, અડાસ, કાવિઠા, વીરસદ, ખંભાતના શક્કરપુર અને ખંભાત શહેર, ભાદરણ, આણંદમાં ઈસ્કોન મંદિર અને વેરાઈ માતા ખાતેથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે નક્કી કરેલા રૂટો ઉપર ફરીને નીજ મંદિરે સમાપ્ત થશે તેમ મનાઈ રહ્યું છે. જિલ્લામાં સૌથી વધુ મહત્વની રથયાત્રા પેટલાદ શહેરની ગણાય છે. પેટલાદના રણછોડરાયજી મંદિરેથી બપોરના સુમારે નીકળતી આ રથયાત્રા પેટલાદ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ફરીને રાત્રે નિજ મંદિરે પરત ફરે છે.

રથયાત્રાને લઈને વધુ પોલીસ બંદોબસ્તની માંગણી
આગામી ૧લી જુલાઈના રોજ આણંદ જિલ્લાના ૧૪ સ્થળોએ યોજાનારી રથયાત્રાને લઈને અર્ધલશ્કરી દળો, એસઆરપી, સહિત અન્ય જિલ્લામાંથી પણ વધુ પોલીસ બંદોબસ્તની માંગણી કરવામાં આવી છે. જે અનુસાર આગામી એકાદ બે દિવસમાં વધારાનો બંદોબસ્ત ફાળવતાની સાથે જ સંવેદનશીલ શહેરો અને ગામોમાં તે મુજબનો બંદોબસ્ત ગોઠવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

આણંદ જિલ્લામાં આ વર્ષે ૧૪ જેટલા સ્થળોએ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌથી મહત્વની રથયાત્રા પેટલાદ શહેરમાં યોજાવાની છે. રથયાત્રાને લઈને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા અત્યારથી કડક પગલા ભરાઈ રહ્યા છે. જે જગ્યાઓએ રથયાત્રા નીકળવાની છે તેના રૂટ સહિતની તમામ માહિતીઓ એકત્ર કરીને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા બે વર્ષથી કોરોનાના સંક્રમણને કારણે રથયાત્રા યોજી શકાઈ નહોતી. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતાની સાથે જ રથયાત્રા યોજવાનું આયોજન હાથ ઘરવામાં આવ્યું છે. સને ૨૦૨૦માં તો રથયાત્રા યોજી જ શકાઈ નહોતી, પરંતુ ૨૦૨૧માં નક્કી કરેલી જગ્યાએ, અમુક જ વ્યક્તિઓની હાજરીમાં રથયાત્રાને મંજુરી આપવામાં આવી હતી. જો કે આ વખતે રંગેચંગે રથયાત્રા યોજવાની મંજુરીઓ મળનાર હોય આણંદ જિલ્લામાં શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૧૪ જેટલી જગ્યાઓએ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આંકલાવમાં પણ આ વખતે સૌ પ્રથમ વખત રથયાત્રા યોજવાની કવાયત હાથ ધરવામાં આવી છે. પરંતુ તેને મંજુરી મળે છે કે કેમ તેના પર સૌ ભક્તોની નજરો સ્થિર થયેલી જોવા મળી રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ખંભાતના શક્કરપુરમાં રામનવમીની શોભાયાત્રા દરમ્યાન તેમજ તાજેતરમાં બોરસદમાં મોટાપાયે કોમી તોફાન થયું હતુ જેને લઈને રથયાત્રા દરમ્યાન આવી કોઈ ઘટના ના બને તે માટે પોલીસે કમર કસી છે. છેલ્લાં દશેક દિવસથી પોલીસ દ્વારા વાહન ચેકિંગ ઝુંબેશ સઘન બનાવી દેવામાં આવી છે. જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા ચોકડી વિસ્તારો તેમજ જાહેર રસ્તાઓ ઉપર નાકાબંધી કરીને જતા આવતા તમામ વાહનો ચેક કરીને ડીટેઈન સહિત સ્થળ પર દંડ વસુલીને આકરી કાર્યવાહી કરાઈ રહી છે. સાથે સાથે પોલીસ દ્વારા જ્યાં જ્યાં રથયાત્રા યોજાવાની છે તે રૂટો ઉપર પોલીસની ફ્લેગ માર્ચ સહિત ફુટ પેટ્રોલીંગો પણ યોજાઈ રહ્યા છે. શહેર શાંતિ સમિતિઓની બેઠકો યોજીને રથયાત્રાનો આ તહેવાર કોઈપણ જાતના કોમી ઉશ્કેરાટ કે તણાવ વચ્ચે પસાર થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ચરોતરમાં ચિંતા : વણાકબોરી ડેમ ૯૯ ટકા અને કડાણા ૮૦ ટકા ભરાયો

આણંદમાં રાત્રી દરમ્યાન રખડતી ગાયોની કતલના ઈરાદે ચોરી કરતી ગેંગ સક્રિય બની

દેનાપુરા દૂધ મંડળીની તિજોરીમાંથી ચોરી થયેલ ૧.૩૮ લાખ વ્યાજ સહિત ચૂકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો આદેશ

આણંદ-ખેડા જિલ્લામાં શ્રીકૃષ્ણના વિચારોને ફેલાવવા ૩ હજાર સ્થળોએ ૭ર૦૦ યુવાનો દ્વારા પથનાટય

સાઇબાબા જનસેવા ટ્રસ્ટ આયોજીત શિવકથામાં કથાકારપદે અમિતભાઇ જાની દ્વારા કથાનું રસપાન

પેટલાદમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ-ગૌરવભેર ઉજવણી

વાસદથી બગોદરાનું ૧૦૧ કિ.મી.નું અંતર ૧ કલાકમાં પાર, કાર માટે ટોલ ફ્રી

ઝારોલામાં ‘અમૃત સરોવર’નું લોકાર્પણ