Sardar Gurjari

રવિવાર, તા. ૨૮ મે, ૨૦૨૩, જેઠ સુદ ૮, વિ.સં. ૨૦૭૯, વર્ષ-૨૨, અંક-૩૪૦

મુખ્ય સમાચાર :
ઉમરેઠમાં કૂતરાંઓનો આંતક : ૬ વર્ષના બાળકને બચકાં ભરી લેતા ગંભીર
અગાઉ લાખિયા પોળમાં વૃદ્વ પર હૂમલો કરતા ઇજાગ્રસ્ત થયા હતા, તાજેતરમાં પંચવટીમાં કૂતરાંઓએ વાછરડાનું મારણ કર્યુ હતું
28/06/2022 00:06 AM Send-Mail
ઉમરેઠમાં છેલ્લા કેટલાય દિવસથી કૂતરાંઓનો આતંક વધી રહ્યો છે. તેમાંયે કૂતરાં કરડવાના વધતા બનાવોના કારણે સ્થાનિકોમાં દહેશત સર્જાઇ છે. થોડા માસ અગાઉ વડોદરાથી પોતાના સ્વજનને ઉમરેઠની લાખિયા પોળમાં મળવા આવેલા વૃદ્વ પર કૂતરાએ હૂમલો કરી ઇજા પહોંચડી હતી. જેઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા ખસેડવામાં આવ્યા હતા. ત્રણેક દિવસ અગાઉ પંચવટી વિસ્તારમાં કૂતરાંઓએ વાછરડાંનું મારણ કર્યુ હતું. આજે ઉમરેઠના ખારવાવાડી વિસ્તારમાં છ વર્ષીય બાળક પર કૂતરાંએ હૂમલો કર્યો હતો. સદ્દનસીબે મહિલાએ કૂતરાંને ભગાડી મૂકયો હતો. પરંતુ કૂતરાંના બચકાંના કારણે બાળકને ગંભીર ઇજા પહોંચી હતી.

ઉમરેઠના ખારવાવાડી વિસ્તારની ભાગોળ પર ઇરફાન દિવાનનો છ વર્ષીય પુત્ર હમઝા ઘર આંગણે રમી રહ્યો હતો અને ઘરની મહિલાઓ ઓટલે બેઠી હતી. દરમ્યાન એકાએક આવી ચઢેલા શ્વાને હમઝા પર હૂમલો કર્યો હતો. જેમાં તેને મ્હોં, ગળે અને બરડામાં બચકાં ભર્યા હતા. દરમ્યાન મહિલાઓએ જેમતેમ કરીને કૂતરાંને ભગાડીને હમઝાને સ્થાનિક દવાખાનામાં લઇ ગયા હતા. જો કે વઘુ ઘાયલ હોવાથી બાળકને વડોદરા સારવાર માટે ખસેડાયો હતો.


સ.પ.યુનિ.માંથી યોગ્યતા ન હોવાના મુદ્દે દૂર કરાયેલા કુલકર્ણીને આંબેડકર યુનિ.ના બોર્ડમાં સભ્યપદે નિયુકિતનો વિવાદ

આણંદ : હોસ્પિટલમાં કોવિડ-૧૯ની સારવાર લીધાનું સાબિત થયું છે, કલેઇમના ર.પ૦ લાખ ચૂકવો- ગ્રાહક કોર્ટ

ખંભાત તાલુકાના કોડવામાં શ્રી હડકબાઇ માતા મંદિરને પૂર્ણ કરવા હરિજન આગેવાનોની માંગ

મિલેટ્સ વર્ષની ઉજવણી વચ્ચે બાજરીની ટેકાના ભાવથી નીચા ભાવે લેવાલી

સ.પ.યુનિ.માં ર૧ જૂનથી નવું સત્ર શરુ થવાના અણસાર નહીં

ખંભાત પંથકની તાડફળીની રાજ્યભરમાં નિકાસ

ઉમરેઠમાં પ્રિ-મોનસુન કામગીરી વિસરાઈ! ચોમાસામાં મુશ્કેલી સર્જાવાની સ્થાનિકોમાં ભીંતિ

આણંદ જિલ્લાનું ધો.૧૦નું પ૭.૬૩ ટકા પરિણામ