Sardar Gurjari

બુધવાર, તા. ૧૭ ઓગસ્ટ, ૨૦૨૨, શ્રાવણ વદ ૬, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૬૨

મુખ્ય સમાચાર :
ખાત્રજ પાસેની પાર્લરની દુકાનમાંથી ૨૨.૭૪ લાખની નશીલા આલ્કોહોલ યુક્ત પીણાની બોટલો ઝડપાઈ
૧૫૩૮૫ બોટલો મળી આવતાં પોલીસ આશ્ચર્યચકિત દુકાનના માલિકની કરાયેલી ધરપકડ
28/06/2022 00:06 AM Send-Mail
ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહેમદાવાદના ખાત્રજ ચોકડી પાસેના એક પાર્લરની દુકાનમાંથી મોટા પ્રમાણમાં નશીલા આલ્કોહોલયુક્ત પીણાની બોટલોનો જથ્થો કબ્જે કર્યો છે. પોલીસે ૧૫,૩૮૫ નંગ બોટલો કિંમત રૂા. ૨૨,૭૪, ૬૯૩નો જપ્ત કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહેમદાવાદના ખાત્રજ ચોકડી પાસેના જીભઈપુરા ગામ ખાતે આવેલ ક્રિષ્ના પાર્લર નામની દુકાનમાં સર્ચ ઓપરેશન કરતા ૧૫,૩૮૫ નંગ આલ્કોહોલયુક્ત બોટલો કે જેની કિંમત રૂા. ૨૨,૭૪,૬૯૩ થવા જાય છે તે મળી આવતાં જપ્ત કર્યો હતો.

સમગ્ર મામલે પોલીસે પૂછપરછ હાથ ધરતા પ્રોડક્ટના ઓથા હેઠળ નશા માટે આલ્કોહોલ યુક્ત પીણાની બોટલ રાખી વેચાણ કરતા હોવાનું દુકાનદારે જણાવ્યું છે. હાલ પોલીસે દુકાનના માલિક રવિન્દ્ર સોલંકી (રહે. જીભઈપુરા, અમુલ ડેરી પાસે, તા. મહેમદાવાદ)ની સીઆરપીસી ૪૧-(૧) ડી મુજબ ગુનો નોંધી અટક કરીને આ નશીલા આલ્કોહોલ યુક્ત પીણાની બોટલ કઈ જગ્યા પરથી સપ્લાય થઈ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. આવું માત્ર એક જ જગ્યા પર નહીં પરંતુ જિલ્લામાં કેટલી જગ્યા પર આવા નશીલાયુક્ત પીણાની બોટલો વેચાઈ રહી હોવાનું જિલ્લાવાસીઓ આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે.