Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
દુનિયાનો એવો દેશ જયાં અપરાધીઓની કરાય છે પૂજા
વેનેઝુએલામાં અગાઉના અપરાધીઓની નાની મૂર્તિઓ એક સ્થાને મૂકવામાં આવી છે, જેની પૂજા માટે દૂર દૂરથી ઉમટે છે લોકો
08/08/2022 00:08 AM Send-Mail
દુનિયાના દરેક દેશમાં પૂજા-પાઠના અલગ અલગ નિયમ છે પરંતુ દરેક દેશમાં ભગવાનના સ્વરુપની પૂજા કરવામાં આવે છે. જો કે એક એવો પણ દેશ છે જયાં અપરાધીઓની પૂજા કરવામાં આવે છે. વર્ષો અગાઉના અપરાધીઓના ડરથી નહિં પરંતુ તેમના પ્રત્યેના લગાવથી, અપરાધીઓની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે.

ટૈલિન અમેરિકામાં આવેલા વેનેઝુએલાની આ વાત છે. આર્થિક સંકટમાંથી પસાર થઇ રહેલ વેનેઝુએલાના લોકો અગાઉના અપરાધીઓની નાની મૂર્તિઓ બનાવીને તેની પૂજા કરે છે. સ્પેનિશ ભાષામાં અપરાધીઓને દેવતાઓના સેન્ટોસ મેલેન્ડ્રોસ કહેવામાં આવે છે. કહેવાય છે કે અગાઉના જમાનાના કુખ્યાત અપરાધીઓની નાની મૂર્તિઓ તૈયાર કરીને એક જગ્યાએ રાખવામાં આવી છે. આ મૂર્તિઓની પૂજા અને દર્શન માટે દૂર દૂરથી લોકો અહીં આવી રહ્યા છે.

કેટલાક લોકોનું કહેવું છે કે, વેનેઝુએલામાં પ્રજાજનોની વચ્ચે આ અપરાધીઓની ઓળખ રોબિનહૂડ તરીકેની રહી હતી. જેઓ અમીર લોકોને લૂંટીને ગરીબ લોકોમાં ધન-ઝવેરાત વહેચી દેતા હતા. આથી જ આ લોકો અપરાધીઓની પૂજા કરે છે. બીજું એક કારણ એ પણ છે કે આ અપરાધીઓએ કોઇની હત્યા કરી નહતી. ફકત અમીરોને લૂંટીને ગરીબોમાં તે નાણાં, ઝવેરાત વહેંચી દીધા હતા. સ્થાનિક લોકોનું માનવું છે કે મેલેન્ડ્રોસે સારું કામ કર્યુ હોવાથી તેમને ઇનામ આપવું જોઇએ. આથી તેઓની પૂજા નહીં કરીએ તો તે ગુસ્સે ભરાશે. નોંધનીય વાત એ છે કે જેમ કોઇપણ ભગવાનની બાધા પૂરી થયા બાદ પૂજા-અર્ચના, ભોગ ધરાવવામાં આવે છે તેવી જ રીતે વેનેઝુએલામાં મેલેન્ડ્રોસને પણ લોકો ભોગ ધરાવે છે. જેમાં કહેવાય છે કે અહીંનો કોઇ વ્યકિત કોઇ વાતની પરેશાન હોય તો મેલેન્ડ્રોસની માનતા રાખે છે. જેની માનતા પૂરી થતા તે સેન્ટોસ મેલેન્ડ્રોસને ભોગમાં શરાબ ચઢાવે છે. આવું કરવાથી મેલેન્ડ્રોસ વરદાન આપતા હોવાની લોકવાયકા છે. જો કે કેટલાકની સલાહ છે કે મેલેન્ડ્રોસને શરાબ ન આપવી જોઇએ. જેથી માનતા પૂરી થયા બાદ કેટલાક લોકો ચાખવા પૂરતી બીયર ચઢાવે છે.