Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
સેન્ટ પીટસબર્ગમાં આવેલું છે દુનિયાનું અદ્દભૂત રેડિયો સ્ટેશન, સંભળાતા રહસ્યમય અવાજો
૩પ વર્ષોથી દુનિયાભરમાં સંભળાતા આ રેડિયો સ્ટેશનનું કોણ સંચાલન કરી રહ્યું છે તે બાબતે સૌ અજાણ
08/08/2022 00:08 AM Send-Mail
સમગ્ર બ્રહ્માંડમાં પૃથ્વી સિવાય અન્ય ગ્રહ પર જીવન છે કે નહીં તેની સદીઓથી વૈજ્ઞાનિકો શોધ કરી રહ્યા છે. પરંતુ હજી સુધી તે અંગેનો ચોકકસ પુરાવો મળ્યો નથી. જો કે કેટલીકવાર એવી ઘટનાઓ બનતી હોય છે જેના કારણે પૃથ્વી સિવાય અન્ય ગ્રહ ઉપર પણ જીવન હોવાનું પ્રતિત થતું હોય છે. સેન્ટ પીટસબર્ગમાં આવેલા દુનિયાના અદ્દભૂત રેડિયો સટેશન સાથે પણ આ પ્રકારની બાબત સંકળાયેલી છે. કહેવાય છે કે, આ રેડિયો સ્ટેશનમાંથી રહસ્યમય અવાજો સંભળાતા હોય છે.

રૂસના સેન્ટ પીટસબર્ગ શહેર નજીકના સૂમસામ વિસ્તારમાં આ રેડિયો સ્ટેશન આવેલું છે. અહીંથી નિયમિત સમયે કેટલાક પ્રસારણ પણ થાય છે. ત્યારબાદ એકાએક પ્રસારણ અટકી પણ જતું હોય છે. ત્યારબાદ સમજી ન શકાય તેવી ભાષામાં બોલચાલના અંશો શ્રોતાઓને સાંભળવા મળતા હોય છે. છેલ્લા કેટલાય વર્ષોથી આ નિત્યક્રમ ચાલી રહ્યો છે.

સૌથી રસપ્રદ બાબત એ છે કે દુનિયાભરમાં આ રેડિયો સ્ટેશનને સાંભળી શકાય છે. પરંતુ આ રેડિયો સ્ટેશનનું સંચાલન કોણ કરી રહ્યું છે તે અંગે કોઇને જાણ નથી. કોઇ રેકોર્ડમાં પણ આ રેડિયો સ્ટેશનનું નામ નથી. સરકાર પણ આ અંગે કાંઇપણ જણાવી શકતી નથી. આવા અજીબોગરીબ રેડિયો સ્ટેશનનું નામ પણ અજબગજબનું હોય તે સ્વાભાવિક છે. આ સ્ટેશનનું નામ છે ઝુંોઇ. પશ્ચિમી દેશોમાં તેને ધ બજર નામથી ઓળખવામાં આવે છે. છેલ્લા ૩પ વર્ષોથી આ રેડિયો સ્ટેશનમાંથી વિચિત્ર અવાજો દુનિયાભરમાં સંભળાય છે. પરંતુ આ રેડિયો સ્ટેશનનો હેતુ શું છે તે કોઇ ડિકોડ કરી શકયું નથી. આ રેડિયો સ્ટેશન પર દુનિયાની નજર પડવાનું કારણે અજબ પ્રકારનું રૂટીન છે. અઠવાડિયામાં એક કે બે વાર કોઇ સ્ત્રી કે પુરૂષ આ સ્ટેશન પર કેટલાક શબ્દો બોલે છે. ત્યારબાદ રેડિયો સ્ટેશનની ફ્રીકવન્સી પરથી અસ્પષ્ટ શબ્દો સંભળાય છે. આ રેડિયો સ્ટેશન શોર્ટ વેવ પર પ્રસારિત થાય છે, જેના કારણે સમગ્ર દુનિયામાં સાંભળી શકાય છે. અજીબોગરીબ પ્રસારણના કારણે આ રેડિયો સ્ટેશન દુનિયાભરમાં પ્રચલિત બન્યું છે.