Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
સ્કોટલેન્ડના આઇલેન્ડમાં આખા વર્ષમાં એક જ દિવસ પ્રવેશવાની અપાતી મંજૂરી
08/08/2022 00:08 AM Send-Mail
હરવાફરવાના શોખીનો પોતાની અનુકૂળતાએ આઇલેન્ડ કે કોઇ દ્રીપ પર જવાની ઇચ્છા જરુર રાખતા હોય છે. કારણ કે જમીનથી દૂર અને સમુદ્રની વચ્ચોવચ્ચ વસેલા દ્રીપ પ્રાકૃતિક સુંદરતાથી ભરપૂર હોય છે. આવા સ્થળોએ ખૂબ ઓછા લોકો વસવાટ કરતા હોય છે. જેથી ન ભીડભાડ હોય છે કે ન પ્રદૂષણ. પરંતુ દુનિયામાં કેટલાક દ્રીપ રહસ્યમય ગણાય છે. જેમાં સ્કોટલેન્ડના આઇલેન્ડ આઇનહેલોમાં આખા વર્ષમાં એક જ દિવસ પ્રવેશ માટે સહેલાણીઓને મંજૂરી આપવામાં આવે છે. બાકીના ૩૬૪ દિવસ આ આઇલેન્ડ પર જવું અસંભવ છે.

આ આઇનહેલો આઇલેન્ડ દ્રીપ વિસ્તારની દૃષ્ટિએ એટલો નાનો છે કે તેને નકશામાં શોધવો મુશ્કેલ છે. જો કે આ દ્રીપ સાથે અનેક ભેદભરમની વાતો જોડાયેલી છે. પૌરાણિક માન્યતાનુસાર આ દ્વિપ ભૂત-પ્રેતોનો છે. આ સ્થળે ખરાબ આત્માઓનો પડછાયો રહેલો છે. આથી કોઇ વ્યકિત આ દ્વિપ પર જવાની કોશિશ કરે તો ખરાબ આત્માઓ તેને ગાયબ કરી દે છે. ઉપરાંત આ દ્વીપ પર જળપરીઓ રહે છે અને તે ગરમીની ઋતુમાં પાણીમાંથી બહાર નીકળતી હોવાની પણ માન્યતા છે.

કહેવાય છે કે હજારો વર્ષ અગાઉ આ દ્વિપ પર લોકોનો વસવાટ હતો. પરંતુ વર્ષ ૧૮પ૧માં અહીં પ્લેગની બિમારી ફેલાઇ હતી. જેના કારણે અહીંના રહિશો અન્ય સ્થળે ચાલ્યા ગયા હતા. ત્યારથી દ્વિપ વેરાન જોવા મળે છે. જો કે અનેક જૂની ઇમારતોનો કાટમાળ મળી આવ્યો છે. પુરાતત્વવિદ્દોના મતે ખોદકામ દરમ્યાન પાષાણ કાળની અનેક દીવાલો મળી આવી હતી. આ દ્વિપ પર વર્ષમાં એક જ દિવસ મોટી સંખ્યામાં સહેલાણીઓને અવરજવરની મંજૂરી આપવા પાછળનું કદાચ એ પણ કારણ હોઇ શકે કે ભીડના કારણે કોઇ વ્યકિતની સાથે રહસ્યમયભરી ઘટના બનવા ન પામે.