Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
મોરબી : ક્યુટોન સિરામિક ગ્રુપ પરના દરોડામાં ૨૦૦ કરોડના બિનહિસાબી વ્યવહારો ઝડપાયા
કૌભાંડમાં ભાજપના સિનિયર નેતાનું નામ સામે આવતાં ઈન્કમ ટેક્સ વિભાગ પૂછપરછ કરે તેવી સંભાવના
12/08/2022 00:08 AM Send-Mail
ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોરબીના અગ્રણી કયુટોન સિરામિક ગ્રુપ પર ૨ દિવસથી સામુહિક દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે આ દરોડા ૈં્ વિભાગને અંદાજે ૨૦૦ કરોડના બિનહિસાબી વ્યવહારો હાથ લાગ્યા છે. તેમજ ભાજપના સિનિયર આગેવાનનું સાહિત્ય પણ હાથ લાગ્યું છે. રાજકોટમા ૈં્ની ટીમે બે ફાયનાન્સ સહિત ૩ સ્થળોએ તપાસ હાથ ધરી છ. ૈં્ વિભાગના દરોડામાં રાજકોટ ભાજપના સિનિયર આગેવાનના દસ્તાવેજ કબજે કરાયા છે. આથી, ભાજપના સિનિયર આગેવાનના કર્મચારીની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

સિરામિક ગ્રુપ સાથે વ્યવહારમાં રાજકોટ ભાજપના સિનિયર નેતાનું નામ સામે આવ્યું છે. આથી, ૈં્ વિભાગ સંભવતઃ ભાજપના અગ્રણીની પૂછપરછ હાથ ધરી શકે છે.

મોરબીના અગ્રણી કયુટોન સિરામિક ગ્રુપના ઉત્પાદન અને વેચાણ મથકો ઉપર ૯ ઓગસ્ટની વહેલી સવારથી ઇન્કમટેક્સના દરોડા પાડયા છે. મોરબીની સાથે-સાથે અમદાવાદ ખાતે પણ કયુટોન ગ્રુપના ધંધાદારી સ્થળો ઇન્કમટેક્સની રડાર પર હતા, આ કંપનીને સંલગ્ન કુલ મળી ૨૫ થી વધુ સ્થળો પર તપાસ ચાલી રહી હોવાનું બહાર આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર અનિલ કપૂર છે. જેથી ૈં્ અનિલ કપૂરના ચોપડે બતાવેલી રકમના હિસાબોની તપાસ પણ કરી શકે છે. કયુટોન સિરામિક વાંકાનેર સહિતના યુનિટો અને ૬ સપ્લાય સ્થળો ઉપર ઇન્કમટેક્સ વિભાગે મેગા સર્ચ ઓપરેશન શરૃ કર્યું છે. ૨ દિવસથી ચાલી રહેલી આ તપાસમાં રાજકોટથી ૧ ડઝનથી વધુ અધિકારી તપાસમાં જોડાયા છે. મોટા પ્રમાણમાં બેનામી વ્યવહાર સામે આવે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. મોરબીની સાથે અમદાવાદ ખાતે કયુટોન ગ્રુપ સાથે જોડાયેલ વ્યાપાર સ્થળો ઉપર પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. હજુ પણ થોડા દિવસો સુધી હિસાબો ખંગાળી શકે છે.