Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
બાંગ્લાદેશે ચીની બનાવટના પાકિસ્તાની યુદ્ઘ જહાજને પડાવ કરવા દેવાનો કર્યો ઇન્કાર
PNS તૈમૂર લેસર ગાઇડેડ મિસાઇલથી સજજ છે અને ચીનના શાંઘાઇથી પાકિસ્તાનના કરાંચી જઇ રહ્યું છે
12/08/2022 00:08 AM Send-Mail
બાંગ્લાદેશની પર સતત નજર રાખનાર ચીન અને પાકિસ્તાનને શેખ હસીનાની સરકાર મોટો ફટકો આપ્યો છે. બાંગ્લાદેશ સરકારે ચીન દ્વારા નિર્મિત પાકિસ્તાન નૌકાદળના સૌથી ઘાતક યુદ્ઘ જહાજ પીએનએસ તૈમૂરને ચટગાંવ બંદર પર પડાવ નાખવાની પરવાનગી આપવાનો ઇન્કાર કર્યો છે. પીએનએસ તૈમૂર લેસર ગાઇડેડ મિસાઇલ અને શકિતશાળી રડારથી સજજ છે અને પાકિસ્તાન નેવીમાં જોડાવા ચીનના શાંઘાઇથી કરાચી જઇ રહયું છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાન અને ચીન ઇચ્છતા હતા કે આ યુદ્ઘ જહાજ બાંગ્લાદેશ જાય જેથી બંગાળની ખાડીમાં આંદામાન અને નિકોબાર નજીકથી પસાર થતી વખતે ભારતીય નૌકાદળની ગતિવિધિઓની જાસૂસી જ નહી, પરંતુ શકિત પ્રદર્શન પણ કરી શકે. જયારે બાંગ્લાદેશ દ્વારા ચીન એ પણ બતાવવા માંગતું હતું કે ભારતને ઘેરી લેવા બનાવેલી તેની સ્ટ્રીંગ ઓફ પર્લ્સની યોજના સફળ થઇ રહી છે. વાસ્તવમાં ચીન મ્યાનમારમાં પોર્ટ બનાવી રહયું છે. ચીન મ્યાનમારની સેનાને પણ હથિયાર સપ્લાય કરી રહયું છે. સાથે જ ચીને બાંગ્લાદેશમાં પોર્ટ બનાવવામાં પણ મદદ કરી છે. બાંગ્લાદેશે ચીને પાસેથી મોટા પાયે હથિયારો અને યુદ્ઘ જહાજો ખરીદયા છે. ચીનનું જાસૂસી જહાજ ભારતના અન્ય પાડોશી દેશ શ્રીલંકા આવી રહયું છે. ભારતના વિરોધ છતાં ચીનનું જાસૂસી જહાજ હંબનટોટા બંદર તરફ આગળ વધી રહયું છે. પાકિસ્તાન આર્થિક અને લશ્કરી રીતે ચીનનું ગુલાબ બની ગયું છે.

આ રીતે હિંદ મહાસાગરમાં ભારતને તેના ઘરમાં ઘેરી લેવાની ચીનની રણનીતિ ઘણી હદ સુધી સફળ થતી જણાઇ રહી છે. આ દરમિયાન બાંગ્લાદેશે પીએનએસ તૈમૂરને રોકવા ન દેતા ચીન અને પાકિસ્તાન બંનેને મોટો ઝટકો આપ્યો હતો. બાંગ્લાદેશની શેખ હસીના સરકારે ટાંકયું કે જહાજ ૧૫ ઓગસ્ટ પહેલા પહોંચવા માંગે છે અને અમે તેને મંજૂરી આપી શકીએ નહી. વર્ષ ૧૯૭૫માં ૧૫ ઓગસ્ટના દિવસે પાકિસ્તાન તરફી બાંગ્લાદેશી સૈનિકોએ કર્યુ હતું. આ પહેલા પાકિસ્તાન અને ચીનના વિદેશ મંત્રીઓ બાંગ્લાદેશ ગયા હતા, પરંતુ ત્યારબાદ પણ બાંગ્લાદેશ સરકારે તૈમૂર પ્રત્યે કડક વલણ અપનાવ્યું હતું.

આ પછી શ્રીલંકાએ આ મિસાઇલ અને દારૂગોળાથી સજ્જ પાકિસ્તાની યુદ્ઘ જહાજને અહીં રહેવાની મંજૂરી આપી હતી. આ યુદ્ઘ જહાજ હવે ૧૨ ઓગસ્ટે કરાચી માટે રવાના થશે અને ૧૫ ઓગસ્ટે કરાચી પહોંચશે. પાકિસ્તાનના મિત્ર મલેશિયા અને ચીનના ખોળામાં રહેલા કંબોડિયામાં પ્રેકિટસ કરતી વખતે આ યુદ્ઘ જહાજ આવ્યું છે. આ જહાજને ૨૩ જૂને પાકિસ્તાન નેવીમાં સામેલ કરવામાં આવ્યું હતું. આ ચીનમાં બનાવેલ પ્રકાર ૦૫૪ એ/પી ફીગેટ છે. હાલમાં ચીન પાકિસ્તાન નેવી માટે આવા બે વધુ ફિગેટ બનાવી રહયું છે.

ઇરાનમાં ૧૭ વર્ષીય નિકાનો કપાયેલ નાક, માથા પર ૨૯ ઘા સાથેનો મૃતદેહ સોંપાયો

ઇન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ભડકતા ૧૭૪ના મોત, ૧૮૦ લોકો ઘાયલ

ભારતે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદયા બાદ અમેરિકા નારાજ, યુએસ સાંસદે સેનેટમાં ઉઠાવ્યો મુદ્દો

તુર્કીના કટ્ટરપંથી જૂથ સાથે પીએફઆઇના ગાઢ સંબંધ, અલ કાયદા સાથે પણ કનેકશન

કેનેડાએ પોતાના નાગરિકોને સરહદી રાજયોમાં ન જવાની સલાહ આપી

વિકરાળ રૂપમાં પરિવર્તિત 'ઇયાન' : ફલોરિડાના દરિયાકાંઠે પહોંચ્યું

પાકિસ્તાનમાં ૪ વર્ષમાં ૨૩ હજાર પુરુષો બન્યા મહિલા !

ભારતના વિદેશમંત્રી પેન્ટાગોનની મુલાકાતે : સ્વાગત સમયે અમેરિકન સૈનિકો તિરંગા સાથે ઊભા રહ્યા