Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ડ્રીમ પ્રોજેકટ બેલ્ટ એન્ડ રોડ નિષ્ફળતાના આરે
-ચીને ગ્વાદર શહેરને વિશ્વ માટે ઉદાહરણરૂપ બનવાનું વચન આપ્યું હતું
12/08/2022 00:08 AM Send-Mail
વિશ્વ પર રાજ કરવા માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિર્દેશ પર બનેલો ડ્રીમ પ્રોજેકટ બેલ્ટ એન્ડ રોડ નિષ્ફળતાના આરે પહોંચી ગયો છે. તેના મિત્રો પાકિસ્તાન અને શ્રીલંકા ચીન માટે સંકટ બની ગયા છે. બેલ્ટ એન્ડ રોડ યોજના હેઠળ ચીન ૮૮૦ અબજ ડોલરનો ખર્ચ કરી રહયું છે. આ યોજના હેઠળ ચીને પાકિસ્તાનમાં ૫૩ અરબ ડોલર, ઇન્ડોનેશિયામાં ૧૧ અરબ ડોલર, સિંગાપુરમાં ૪૧ અરબ ડોલર, સઉદી અરબમાં ૩૩ અરબ ડોલર, મલેશિયામાં ૩૦ અરબ ડોલર સહિત વિશ્વના અન્ય દેશોમાં અરબો ડોલરનું રોકાણ કર્યુ છે. ચીનનો પ્રયાસ આ દેશોને દેવાની જાળમાં ફસાવીને પકડવાનો હતો, પરંતુ હવે આ દેવું તેમના માટે સમસ્યા બની ગયું છે. એટલું જ નહી, જાપાનના પ્રતિષ્ઠિત અખબારે પણ ખુલાસો કર્યો છે કે ચીને વિશ્વભરના દેશોની સરકારોને ખુશ કરવા માટે ૩૮૫ અરબ ડોલરનું 'છુપાયેલ' દેવું પણ વહેંચ્યું છે.

સ્થિતિ એ છે કે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર, જેને ચીન અને પાકિસ્તાનની સરકારો ઉદાહરણ તરીકે આપે છે, તેમાં આઠ વર્ષમાં કોઇ નક્કર પ્રગતિ થઇ નથી. ચીને વચન આપ્યું હતું કે ગ્વાદરમાં નવું એરપોર્ટ બનાવવામાં આવશે, ગ્વાદર ફ્રી ઝોન હશે. અહીં ૩૦૦ મેગાવોટનો કોલસા આધારીત પાવર પ્લાન્ટ હશે અને વોટર ટ્રીટમેન્ટ મશીન પણ હશે. રીપોર્ટ અનુસાર, આમાંથી કંઇ પણ સિદ્ઘ થયું નથી. ચીને અહીં જે રોકાણ કર્યુ છે, તેનાથી પણ અર્થતંત્રને ખાસ ફાયદો નથી મળી રહ્યો. ચીને જે ગ્વાદર શહેરને વિશ્વ માટે ઉદાહરણરૂપ બનવાનું વચન આપ્યું હતું. ત્યાં ગટરો ઉભરાઇ રહી છે અને વિકાસ કયાંય દેખાતો નથી. ચીન ઇચ્છે છે કે મલક્કા સ્ટ્રેટમાં કોઇ સંકટથી બચવા માટે ચીન પોતાના શિનજિયાંગ પ્રાંતને પાકિસ્તાનના ગ્વાદર દ્વારા જોડવા માંગે છે. તેનાથી તેને હિંદ મહાસાગરમાં સીધો પ્રવેશ મળશે.

જયારે આ યોજના શરૂ કરવામાં આવી ત્યારે પાકિસ્તાન સરકારે કહ્યું હતું કે ગ્વાદરને દુબઇ બનાવવામાં આવશે. આ વચન પોકળ સાબિત થયું અને સીપીઇસી યોજના બેલ્ટ એન્ડ રોડની જેમ નિષ્ફળતાના આરે છે. મોટાભાગના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેકટસ કાં તો નિષ્ફળ ગયા અથવા ખરાબ પરિણામો આવ્યા.

ઇરાનમાં ૧૭ વર્ષીય નિકાનો કપાયેલ નાક, માથા પર ૨૯ ઘા સાથેનો મૃતદેહ સોંપાયો

ઇન્ડોનેશિયામાં ફૂટબોલ મેચ દરમિયાન હિંસા ભડકતા ૧૭૪ના મોત, ૧૮૦ લોકો ઘાયલ

ભારતે રશિયા પાસેથી શસ્ત્રો ખરીદયા બાદ અમેરિકા નારાજ, યુએસ સાંસદે સેનેટમાં ઉઠાવ્યો મુદ્દો

તુર્કીના કટ્ટરપંથી જૂથ સાથે પીએફઆઇના ગાઢ સંબંધ, અલ કાયદા સાથે પણ કનેકશન

કેનેડાએ પોતાના નાગરિકોને સરહદી રાજયોમાં ન જવાની સલાહ આપી

વિકરાળ રૂપમાં પરિવર્તિત 'ઇયાન' : ફલોરિડાના દરિયાકાંઠે પહોંચ્યું

પાકિસ્તાનમાં ૪ વર્ષમાં ૨૩ હજાર પુરુષો બન્યા મહિલા !

ભારતના વિદેશમંત્રી પેન્ટાગોનની મુલાકાતે : સ્વાગત સમયે અમેરિકન સૈનિકો તિરંગા સાથે ઊભા રહ્યા