Sardar Gurjari

સોમવાર, તા. ૩ ઓક્ટોબર, ૨૦૨૨, આસો સુદ ૮, વિ.સં. ૨૦૭૮, વર્ષ -૨૨, અંક -૧૦૮

મુખ્ય સમાચાર :
ખેડા જિલ્લા દલિત સમાજ દ્વારા અત્યાચાર રોકવા, ઝડપી કાર્યવાહી કરવા આવેદનપત્ર
તાજેતરમાં કોઈ ઘટના ન બની હોવા છતાં આવેદનથી તર્કવિતર્ક
12/08/2022 00:08 AM Send-Mail
ખેડા જિલ્લા વિવિધ ગામના દલિત અગ્રણીઓએ ખેડા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે દલિત સમાજના પીડિતોની પોલીસ સ્ટેશનમાં સમયસરના બદલે કલાકો સુધી બેસાડી રાખીને ફરિયાદો નોંધવામાં આવે છે, ફરિયાદીના જણાવ્યા મુજબની વિગતો નોંધાતી નથી અને બે કે ત્રણ દિવસ બાદ એફઆઈઆરની નકલ આપવામાં આવે છે.

અત્યાચાર ધારાની જોગવાઈ મુજબ સ્થળ મુલાકાત અને રૂબરૂ પંચનામું કરવાની જવાબદારી એસ.સી. એસ.ટી. સેલની હોવા છતાં હાલના ડીવાયએસપી ક્યારેય પણ બનાવના સ્થળની મુલાકાત લેતા ન હોવાનો આવેદનમાં આક્ષેપ કરાયો હતો.

આ ઉપરાંત અપૂરતા નિવેદનો, ફરિયાદોને તત્કાલિન રક્ષણ ન અપાતું હોવા સહિત માઈનોર પોકસો અને એટ્રોસિટિના કેસોમાં માતાપિતાને સાથે લીધા વગર પંચક્યાસ કરવામાં આવતું હોવાનું આવેદનમાં જણાવાયું હતું. સૂત્રોનુસાર જિલ્લામાં તાજેતરમાં આ પ્રકારની કોઈ ઘટના બહાર ન આવી હોવા છતાં આ પ્રકારનું આવેદનપત્ર કેમ આપવું પડ્યું તે વિશે તર્કવિતર્ક થઈ રહ્યા છે.

હાથજ પ્રા.શાળામાં ગરબામાં તાજીયાના મ્યુઝિક શરૂ કરાયા મુદ્દે ચાર શિિક્ષકાઓ સસ્પેન્ડ

નડિયાદ : મોતિયાના ઓપરેશનમાં કપાત કરેલ રૂ. ૧.ર૭ લાખ ફરિયાદીને ચૂકવવા વીમા કંપનીને ગ્રાહક કોર્ટનો હૂકમ

નડિયાદ રેલ્વે સ્ટેશને રિઝર્વેશન માટેની એક જ બારી ખૂલતી હોવાથી મુસાફરો પરેશાન

હાથજની શાળામાં ચાલુ ગરબે વિધર્મી વિદ્યાર્થીઓએ છાતી પીટીને તાજીયા રમવાનું શરૂ કરતા મામલો ગરમાયો

નડિયાદમાં ગાંધીજીની પ્રતિમા ફરતે ચાર માસ અગાઉ તૂટેલી રેલિંગ બનાવવા આવેદનપત્ર

ડાકોર-કપડવંજ રોડ પર દાજીપુરા પાસે બસ પલ્ટી ગઈ : ૪૫ મુસાફરોનો આબાદ બચાવ

નડિયાદમાં જૈન સમુદાય દ્ઘારા ધર્મચક્ર તપોસાધનાની ર કિ.મી. લાંબી શોભાયાત્રા